[:gj]કૃષિમાં ગુજરાત 10મું અને ભાજપ ભ્રષ્ટાચારમાં નંબર 1 [:]

[:gj]• ભાજપ સરકારની વિકાસની વાતનો પરપોટો ગુડ ગર્વનન્સના અહેવાલમાં ફૂટી ગયો.
• શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ન્યાય પાછળના નાણાં અન્ય હેતુ માટે ખર્ચવાના કારણે આ સ્થિતીનું નિર્માણ થયું છે. કૃષિ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રમાં ગુજરાત ૧૧માં સ્થાને છે : દેશના ટોપ ૧૦ માં સ્થાન નહી.
• ભાજપ સરકારની જાહેરાત – સુત્રોમાં જ ગતિશીલ, પ્રગતિશીલ અને વાયબ્રન્ટ.

‘ગુડ ગર્વનન્સ’ ના ભારત સરકારના અહેવાલમાં ગુજરાત પાછળ ધકેલાઈ ગયું છે કુલ નવમાંથી પાંચ કેટેગરીમાં ગુજરાત ટોપ ૧૦માં પણ સમાવેશ થતો નથી. કૃષિ, આરોગ્ય અને પર્યાવરણમાં સમગ્ર દેશના મોટા રાજ્યમાં ૧૧માં ક્રમે અને સામાજીક કલ્યાણમાં ૧૨માં ક્રમાંકે છે જે ભાજપની વિજય રૂપાણીની સરકારની નિષ્ફળતાને જાહેર કરે છે. તેમ કોંગ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું.

કબુલાત કરો

ભાજપ સરકારના વિકાસના નામે મોટા દાવા ‘ગુડ ગર્વનન્સ’ ના અહેવાલથી પર્દાફાશ થયો છે. જેની જવાબદારી રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વિકારે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા જ ગુજરાત સરકારની પોલ ખોલી નાંખી છે. ત્યારે રાજ્યની કથળી ગયેલી કાયદો વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય, આર્થિક, કૃષિ, પર્યાવરણ સહિતના મુદ્દે ભાજપ સરકાર જવાબ આપે. તેવી માંગ કરતા ગુજરાત કોંગ્રેસના નેતા ડૉ. મનિષ દોશીએ કરી છે.

ભ્રષ્ટાચારના કારણે પછાત બનતું ગુજરાત

રાજ્ય સરકાર દર વર્ષે વિધાનસભામાં અને વિધાનસભાની બહાર કરોડો રૂપિયાના મોટા પ્રોજેક્ટ અને નાણાં ફાળવણીની જાહેરાતો કરે છે. આ નાણાં ક્યા વપરાય છે તેની સાચી હકિકતો બહાર આવતી નથી. અસરકારક અમલીકરણમાં મોટા પાયે ખામી અને પારદર્શકતાનો અભાવ – ભ્રષ્ટાચારના કારણે ગુજરાત અનેક બાબતોમાં દેશના અન્ય રાજ્યની સામે પાછળા ક્રમાંકે ધકેલાઈ ગયું છે. વિવિધ વિભાગોના ભ્રષ્ટાચારમાં ગુજરાત દેશમાં અવ્વલ નંબરે છે.ભ્રષ્ટાચારનું કેન્દ્ર રાજકોટ બની ગયું છે. ત્યાં કામ કરાવવા લાઈનો લાગે છે.

હંગામી કર્મચારીઓ

રાજ્યમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ અને છેલ્લા ઘણા વર્ષોથી સહાયક પ્રથા, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીંગના કારણે ગુજરાતના વહિવટી તંત્ર અને વિવિધ વિભાગોની કામગીરી પર ગંભીર અસરો થઈ છે. ભરતી ન કરવાથી તંત્ર પર અસર અને ભાજપ ભ્રષાચારમાં રત હોવાથી તંત્ર પર કાબુ ગુમવી દીધો છે.

ઉત્સવો પાછળ ખર્ચ

વર્ષ ૨૦૦૧ થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી છેલ્લા ૧૮ વર્ષથી સરકારી તિજોરીના કરોડો રૂપિયા ઉત્સવો, ફોટોફક્શન અને જાહેરાતોથી ગુજરાત નંબર વનના સતત દાવા કરી રહ્યું છે. મોટીને ખોટી જાહેરાતો કરે છે, પરંતુ હકિકતમાં ગુડ ગર્વનન્સના અહેવાલમાં ગુજરાત પાછળ ધકેલાઈ ગયું છે. યોજનાના નામે કરોડો રૂપિયા ની જાહેરાત પરંતુ પરિણામ શુન્ય છે.

કૃષિમાં નિષ્ફળ
મોદીની કેન્દ્ર સરકારના આંકડા જ ઘણુ બધુ કહી જાય છે. કુલ નવમાંથી પાંચ કેટેગરીમાં ગુજરાત ટોપ ૧૦ માં પણ નથી. કૃષિ, આરોગ્ય અને પર્યાવરણ માં ૧૧ માં ક્રમે તો સોશિયલ વેલફેરમાં છેક ૧૨ માં ક્રમાંકે છે. ખેડૂતના આપઘાતમાં ગુજરાતમા ૩૮ ટકા વધારો થયો છે,

દેવું વધાર્યું તેનું પરિણામ

ભાજપ સરકારની વહિવટી નિષ્ફળતા અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહેવાની પ્રવૃત્તિને કારણે ગુજરાત ૨૦૦૧ સુધી ૩૦,૦૦૦ કરોડ દેવુ હતુ જે વર્ષ ૨૦૧૯ માં ૨,૪૦,૦૦૦ કરોડ ના દેવા સાથે સમગ્ર દેશમાં અગ્રીમ દેવાદાર રાજ્ય બની ગયું છે. ગુજરાતમાં જન્મ લેતુ બાળક ૪૧,૦૦૦ રૂપિયાના દેવા સાથે જન્મ લે છે. દરેક ગુજરાતીના માથા ઉપર ૪૧,૦૦૦ રૂપિયા દેવુ સરકારે કર્યું છે.

ગુનાખોરી વધી વિકાસ ન થયો

ગુજરાત આર્થિક ગુન્હાખોરીમાં સમગ્ર દેશમાં અવ્વલ નંબરે છે, મહિલા પર અત્યાચારમાં ૩૧ ટકા ઉમેરા સાથે દેશમાં મહિલા અત્યાચારમાં અગ્રીમ સ્થાન પર છે. ખેડૂતના આપઘાતમાં ગુજરાતમા ૩૮ ટકા વધારો થયો છે, કાયદો વ્યવસ્થામાં ગંભીર પરિસ્થિતિ છે.

અભણ લોકો વધે છે

ગુજરાતમાં ૪૫ ટકા બાળકો કુપોષિત છે અને ૫૫ ટકા મહિલા કુપોષણનો ભોગ બની રહી છે, કન્યા શિક્ષણમાં ૪૭ ટકા ડ્રોપઆઉટ છે. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, પરના અત્યાચારમાં સતત વધારો થતો જાય છે.

દેશમાં ગુજરાતનું સ્થાન

દેશના 18 મોટા રાજ્યોમાં ગુજરાતનું રેન્કીંગ (દેશમાં ક્રમાંકે)
કૃષિ ૧૧
જાહેર આરોગ્ય ૧૧
ન્યાય અને જાહેર સલામતી ૧૧
પર્યાવરણ ૧૧
સામાજીક કલ્યાણ વિકાસ ૧૨
માનવ સંશાધન ૭
કંપોઝીટ રેન્કીંગ ૬
વેપાર ઉદ્યોગ ૫
આર્થિક બાબત ૪[:]