[:gj]કેજરીવાલે શિક્ષણના અંદાજપત્ર 16 ટકાથી વધારી 26 ટકા કર્યું, રૂપાણીએ ઘટાડી 7 ટકા કર્યું [:]

[:gj]

ગાંધીનગર, 19 જાન્યુઆરી 2020 allgujaratnews.in@gmail.com

આમ આદમી પાર્ટીએ ભાજપ શાસિત રાજયમાં તાજેતરના વર્ષોમાં શિક્ષણમાં બજેટ ઓછું ફાલવાયું હોવાનો આક્ષેપ કર્યો છે. પત્રકારોને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ છેલ્લા પાંચ વર્ષમાં તેમની સરકારે શિક્ષણનું બજેટ 16 ટકાથી વધારી 26 ટકા કર્યું છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ઉત્તરપ્રદેશમાં ભાજપ સરકારે શિક્ષણનું બજેટ 16 ટકાથી ઘટાડી 13 ટકા કર્યું છે. જયારે હરિયાણામાં 15.4 ટકાથી ઘટાડી 13 ટકા કર્યું છે, સિસોદિયાએ કહ્યું કે કોંગ્રેસ શાસિત પંજાબમાં પણ શિક્ષણમાં બજેટની ફાળવણી 14 ટકાથી ઘટાડી 10 ટકા કરી છે. પક્ષના વરિષ્ઠનેતાએ કહ્યું છે કે સરકારો શિક્ષણમાં વધુ ફાળવણી નહીં કરીને દેશના ભવિષ્યનો નાશ કરવા ષડયંત્ર કરી રહી છે.

હાલમાં દિલ્હીમાં કેજરીવાલની રાજ્ય સરકારે શિક્ષણ પાછળ વધુ ધ્યાન અને ખર્ચ કરતા ઉત્તમ ગુણવત્તાયુક્ત શાળાઓ બનતા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને પ્રવેશ માટે પડાપડી કરે છે.

ગુજરાત

1986માં કોઠારી કમિશને રાજ્ય સરકારોને તેમની ઘરેલું આવકના 6 ટકા શિક્ષણ માટે ફાળવવાની ભલામણ કરી હતી, જેની સામે ગુજરાતમાં સરેરાશ માત્ર 1.5 થી 2 ટકા જેટલું જ બજેટ ફાળવવામાં આવે છે. (નેહા શાહ , અસોશિએટ પ્રોફેસર ઇકોનોમિક્સ, એલ જે કોલેજ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ)

વર્ષ ૨૦૧૦ – ૧૧માં ગુજરાતનું કુલ અંદાજિત ફંડ રૂપિયા ૭૨,૧૬૪ કરોડ હતું જે ૨૦૧૮ – ૧૯માં વધી રૂ. ૧,૮૩,૬૬૬ કરોડ થયું છે. સામાન્ય શિક્ષણ માટે ૨૦૧૦-૧૧માં કુલ ખર્ચ રૂ. ૧૦,૯૬૪ કરોડ હતું જે વધીને ૧૮-૧૯માં અંદાજિત રૂ. ૨૨,૬૩૭ કરોડ થશે. શિક્ષણના બજેટમાં વધારો થવા છતાંય ટકાવારીમાં ઘટાડો જોવા મળે છે.

વર્ષ ૨૦૧૦-૧૧માં સામાન્ય શિક્ષણ માટે કુલ બજેટમાંથી ૧૫.૨૦% ખર્ચ કરવામાં આવ્યો હતો. જે પ્રતિવર્ષ ટકાવારી પ્રમાણે ઘટીને ૧૮-૧૯માં અંદાજિત ૧૨.૩૨ ટકા ખર્ચ થવા જાય છે. રાજ્યના કુલ G.SDP (Gross state Domestic Product)) માથી શિક્ષણ માટે માત્ર ૧.૫૦ ટકાથી ૨ ટકા જેટલું ખર્ચ કરવામાં આવે છે.

૧૮-૧૯માં પ્રાથમિક શિક્ષણ માટે બજેટ છેલ્લા બે વર્ષમાં ૮.૯ ટકા ઘટીને ૭.૧ ટકા થશે.

દેશના રાજ્યના કુલ બજેટ પૈકી શિક્ષણના ખર્ચની ટકાવારીનો દર ૨૦૧૦-૧૧થી ૨૦૧૭-૧૮ના કુલ ૮ વર્ષની સરેરાશ જોતાં મહારાષ્ટ્ર ૧૯.૫૪ ટકા, તામિલનાડુ ૧૪.૯૩ ટકા અને ગુજરાત ૧૩.૭૪ ટકા છે.

બધા રાજ્યોનો સરેરાશ દર ૧૫.૮૪ ટકા છે. આમ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શિક્ષણ પાછળ ખોટો ખર્ચ થઇ રહ્યો છે. સરકારે શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વ્યાપ વધારવા બજેટમાં વધારો કરવાની જરૂર છે.

ભૂપેન્દ્ર ચૂડાસમા અને આનંદી પટેલ સાવ નિષ્ફળ 

શિક્ષકોની તાલીમ માટે અપૂરતી જોગવાઇ, ઓરડાઓની ઘટ, રાજ્યસભામાં ગુજરાતમાં ૨૦૧૫-૧૬ના વર્ષમાં એક શિક્ષકવાળી શાળાઓની સંખ્યા ૪૦૫ (ચાર ટકા હતી) જે વધીને ૧૬-૧૭માં ૫૪૦ (પાંચ ટકા) થઈ. શિક્ષકોની નિવૃત્તિના કારણે અને સામે સમયસર શિક્ષક ભરતી ન થવાના કારણે સંખ્યામાં વધારો થતો જાય છે.

વિધાનસભામાં આપેલ ઉત્તર મુજબ ડિસે. ૨૦૧૭ના અંતે રાજ્યમાં કુલ ૧૬,૦૦૮ ઓરડાઓની ઘટ હતી. સૌથી વધુ ઘટ દાહોદમાં ૧,૪૧૬ અને બનાસકાંઠામાં ૧,૧૦૪ થવા જાય છે. ત્રીજા ક્રમે સાબરકાંઠામાં ૮૨૮ છે. બાકીના જિલ્લાઓમાં સરેરાશ ૭૫૦ ની આસપાસ ઘટ છે.વર્ષ ૨૦૧૮-૧૯ના શિક્ષણ બજેટમાં ઓરડાઓના બાંધકામ માટે રૂ. ૫૦૯.૮૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સમય મર્યાદામાં ઓરડાઓ બાંધવાનું લક્ષ્યાંક પૂર્ણ થાય તે દિશામાં નક્કર આયોજન સાથે આગળ વધવાની જરૂર છે.

ગુજરાતમાં માધ્યમિક સ્તરે વિદ્યાર્થીનો ડ્રોપ આઉટ રેટ ૨૫.૪ ટકા છે. તામિલનાડુમાં આ ડ્રોપ આઉટ રેટ ૮.૧૦ ટકા અને મહારાષ્ટ્રમાં ૧૨.૮૭ ટકા છે. રાષ્ટ્રીય સ્તરે ડ્રોપ આઉટ ૧૭.૬ ટકા છે. ગુજરાતમાં માધ્યમિક સ્તરે વિદ્યાર્થીઓનો શાળા છોડી જવાનો દર રાષ્ટ્રીય દર કરતા પણ વધારે છે.

માધ્યમિક સ્તરે વધારે પ્રમાણે ડ્રોપ આઉટનું કારણ અપૂરતું બજેટ, વિષય શિક્ષકોની ઘટ, આચાર્ય વિના ઇનચાર્જથી ચાલતી મોટાભાગની સ્કૂલો, ગુણાત્મક શિક્ષણનો અભાવ વગેરે ગણાવી શકાય. એસ.એસ. સી.નું પરિણામ ૩૦ ટકાથી નીચું આવશે તો ગ્રાન્ટ કપાશે તેના કારણે શિક્ષણમાં નબળા બાળકોને ઘણી સંસ્થાઓ પ્રવેશ આપતી નથી. આથી વિદ્યાર્થીઓને અધવચ્ચેથી હાઇસ્કૂલ શિક્ષણ છોડી દેવાની ફરજ પડે છે. આ પણ એક મહત્ત્વનું કારણ છે.

આમ આદમી પક્ષના ગુજરાતના પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સરકાર સાવ નિષ્ફળ ગઈ છે. દિલ્હીમાં અમે સફળ થયા છીએ. ગુજરાતમાં તાયફાઓ થાય છે.  5 હજર શાળાઓ બંધ કરવાની છે. ખાનગીકરણ કર્યું છે. તાલમી અપાતી નથી. નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની ત્રીપુટી મુખ્ય પ્રધાનોએ ગુજરાતના લોકોને 20 વર્ષમાં  અભણ બનાવી દીધા છે. સિક્ષણનું નખ્ખોદ કાઢનારનું નખ્ખોદ જાય એવી ટાકીઓ લોકો કરી રહ્યાં છે. ગુજરાત ભાજપના નેતાઓએ રાજકારણ રમવાના બદલે શિક્ષણ સુધારવું જોઈએ જો તે ન સુધારી શકે તો સત્તા છોડી દેવી જોઈએ. જેથી પ્રજા આમ આદમીની સરકાર ગુજરાતમાં બનાવી શકે.[:]