[:gj]કેતન કેબલ ઈન્ડસ્ટ્રીઝ પર બોગસ માર્ક વાપરવા દરોડા [:]

[:gj]ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટુકડીએ બ્યૂરો પાસેથી લાઈસન્સ લીધા વિના કંપનીના પીવીસી ઇન્સુલેટેડ વાયરનું ઉત્પાદન અને આઈએસઆઈ માર્કાવાળા પેકિંગનો જથ્થો તારીખ 10-05-2019ના રોજ કેબલ ઉત્પાદક મેસર્સ કેતન કેબલ ઈન્ડસ્ટ્રીઝ, 118/8, વિદ્યા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, રંગ કેમિકલ્સની સામે, અંબિકાનગર પાસે, ઓઢવ, અમદાવાદ-382415ના પરિસરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મોટા જથ્થામાં ભારતીય માનક બ્યૂરોના માનક ચિન્હ આઈએસઆઈનો દુરુપયોગ જણાયો હતો. આઈએસઆઈવાળા, લગભગ 258 બંડલ, 110 બોક્સ વાયર અને પાંચ માર્કીંગ પુલી સીલ કરવામાં આવ્યા હતા. આ ઉત્પાદન ભારત સરકાર દ્વારા અધિસૂચિત અનિવાર્ય પ્રમાણને અંતર્ગત આવે છે જેમાં, એ સમાવિષ્ટ છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યૂરો પાસેથી માનક ચિન્હ (આઈએસઆઈ) લાયસન્સ વગર ઉત્પાદન કરી ન શકે. ભારતીય માનક બ્યૂરોની પૂર્વ અનુમતિ વગર માનક ચિન્હનો ઉપયોગ કરનાર સામે ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17 ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનો દંડનીય છે, જે અંતર્ગત 2 વર્ષની સજા અથવા 200,000નો આર્થિક દંડ અથવા બંનેની જોગવાઈ છે.લોકો સાથે છેતરપિંડી કરવા આ પ્રકારે આઈએસઆઈ માર્કાનો ઉપયોગ થતો હોય છે. જે કોઈપણ વ્યક્તિ પાસે ભારતીય માનક બ્યૂરોના પ્રમાણિત ચિન્હના દુરપયોગની માહિતી હોય તે એ અંગે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ શાખા કાર્યાલય, ત્રીજે માળ, નવજીવન અમૃત જયંતિ ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014. (ટેલિફોન – 27540317)ને જાણ કરી શકે છે.[:]