[:gj]કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ જૂથ સામેના રાજુલા નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું મંજૂર [:]

[:gj]રાજુલા નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીત ઘાખડા અને પ્રમુખ બાઘુબેન વાણિયાએ જિલ્લા કલેકટરને પદ પરથી રાજીનામું આપી દીધા બાદ તેમના રાજીનામા સ્વિકારી લેવામાં આવ્યા છે. રાજુલા નગરપાલિકામાં છેલ્લા સવા વર્ષથી બધુ સખળ ડખળ ચાલી રહ્યું છે. અવિશ્વાસની દરખાસ્તમાં કોંગ્રેસના 18 સભ્યો સસ્પેન્ડ થયા હતા.

અંગત કારણોસર પાલિકા મહિલા પ્રમુખ બાઘુબેન બાલાભાઇ વાણિયાએ રાજીનામું આપ્યું હતું. વોર્ડ-૨ ના સભ્ય તરીકે ચાલુ છે.  નગરપાલિકામાં 9 સભ્યોનું ધારાસભ્ય અમરિશ ડેરનું જૂથ છે. જ્યારે 18 સભ્યોનું ધારાસભ્ય સામેનું બીજું જુથ છે. અમરિશ ડેરના સામેના જૂથના પ્રમુખે રાજીનામું આપી દીધું હતું.

રાજકારણના કારણે રાજુલા શહેરમાં પાણીનો પ્રશ્ન વિકટ થઇ રહ્યો છે ત્યારે નપાણીયા નેતાની નપાણી કામગીરીથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે. મહિલા પ્રમુખના રાજીનામા બાદ મહિલાઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. 4થી 8 દિવસે પાણી આવે છે તેથી મહિલાઓ છાજીયા લઇ રહ્યા છે. રાજુલાનો બંધ કાપથી ભરેલો છે. રાજકીય સ્ટંટો કરી પાણી સિંચાઇ માટે પણ છોડાય છે.[:]