[:gj]કોંગ્રેસના નેતાએ પોતાના કાર પર હોમ મીનીસ્ટ્રીનું સ્ટીકર લગાવી દીધું[:]

[:gj]કોંગ્રસેના નેતાઓ પોતાની ગાડી પર ભારત સરકાર ના ગૃહ મંત્રાલયના નામની ઓળખ આપવા માટે સ્ટીકર લગાવીને ફરતાં પકડાયા છે. દમણ-દીવના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલને એક કંપનીમાંથી કોંટ્રાક્ટમાંથી કાઢી મૂકવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જેની તપાસ કરીને અનેક ચોંકાવનારી વિગતો મેળવી છે. 24 સપ્ટેમ્બર 2018માં તેઓ જામીન પર છૂટી ગયા હતા. કેતન પટેલે ડાભેલ વેલનોન પોલીસ્ટર લીમીટેડ કંપની માંથી જાગૃતિ એજન્સીના નામે 2017માં પૈસા આપી દેવાની ધમકી આપી હતી. જે મામલે પોલીસ ફરિયાદ થઇ હતી. દમણ પોલીસે કેતન પટેલ વિરુદ્ધ 11 જૂન 2018ના  રોજ દમણ ગુનો દાખલ કર્યો છે. જેને દમણ પોલીસે મુંબઈથી પકડીને કોર્ટમાં રજૂ કરાયા હતા. તેની કાર પર હોમ મિનિસ્ટ્રી અંગેનું સ્ટીકર લગાવતા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. તેનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ એજ કેતન પટેલ છે કે જેમણે તાજેતરમાં જ પોતાના પક્ષના કેટલાક કાઉન્સીલરોને ભાજપની રેલીમાં ભાગ લેવા અને ભાજપના નેતા પ્રફુલ પટેલના વખાણ કરવા માટે નોટીસ આપી હતી અને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટેની ભલામણ કરી હતી.[:]