[:gj]કોંગ્રેસને હરાવનાર 50 નેતાઓ સામે અમિત ચાવડાએ પગલાં કેમ ન લીધા[:]

[:gj]ગુજરાત રાજ્ય વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા કોંગ્રેસના 50 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેમના કારણે કોંગ્રેસે 15 બેઠકો ગુમાવી હતી. જો તેમણે પક્ષ વિરોધી કામ કર્યું ન હોત તો કોંગ્રેસને 77ના બદલે 92થી વધું બેઠકો મળતી હતી અને કોંગ્રેસ સરકાર બનાવતી હતી. તેથી તેમની સામે પગલાં ભરવા માટે ફેબ્રુઆરી 2018માં નોટિસ આપીને ખૂલાસો કરવા માટે કહેવામાં આવ્યું હતું. ભરતસિંહ સોલંકીની ઘોર બેદરકારી અને ત્યાર પછી અમિત ચાવડાએ બતાવેલી નિષ્ક્રિયતાના કારણે પક્ષને હરાવનારાઓ સામે આજ સુધી કોઈ પગલાં ભરાયા નથી. તેથી કોંગ્રેસના કાર્યકરો હવે તો અમિત ચાવડા સામે શંકાની સોય તાકી રહ્યાં છે. અમિત ચાવડા કોઈકના દબાણ હેઠળ કામ કરી રહ્યાં હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.

ગેરશિસ્ત આચરનારા કોઈપણ નેતાને માફ નહીં કરવાનો સ્પષ્ટ સંદેશ આપવા માટે રાજ્યભરના 50થી  વધુ આગેવાનોને નોટિસ પાઠવીને 5 દિવસમાં ખુલાસો કરવા આદેશ કર્યો હતો. તેઓએ ખૂલાસાઓ પણ કરી દીધા છે. જેમાં 50માંથી 42 લોકો સામે પગલાં ભરી શકાય તેમ હતા. તેમ છતા અમિત ચાવડાએ તેમને સાચવી લીધા છે. તેનું રહસ્ય શું છે એવું કાર્યકરો પૂછી રહ્યા છે. કાર્યકરો કહી રહ્યાં છે કે હવે તો પક્ષ પ્રમુખ આ 50 લોકો સામે પગલાં નહીં ભરીને પોતે જ ગિરશિસ્ત અપનાવી રહ્યાં છે. જોકે કૂલ તો 200 જેટલા નેતાઓ હતા જે જેમણે પક્ષ વિરોધી કામ કરીને ભાજપને ફાયદો કરાવ્યો હતો.

ઉપરાંત બોટાદના ઉમેદવાર પોતે,  ગણદેવી, થરાદ, દાહોદ, વીજાપુર, સંતરામપુર, ફત્તેપુરા, ડાંગ, ભરૂચ, ધોળકા, વડગામ અને ઈડરના બેથી પાંચ આગેવાનોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતની ચૂંટણીના પરિણામ બાદ અમદાવાદ આવીને ચૂંટાયેલાં ધારાસભ્યો-આગેવાનો સાથે વ્યક્તિગત બેઠક યોજી હતી. જેમાં અનેક ધારાસભ્યો અને આગેવાનોએ કોંગ્રેસના જ ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસના જ આગેવાનોએ કામ કર્યું હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોના સંબોધનમાં પક્ષમાં ગેરશિસ્તને સાંખી નહીં લેવાય એવું સ્પષ્ટ કહ્યું હતું.  ત્યાર બાદ તુરંત પ્રદેશ કોંગ્રેસ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી.

પણ પછી તેમાં કંઈ થયું નથી.

કોને નોટિસ આપી

જેમની સામે પગલાં ભરાવાના હતા તેમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષી, દર્શના જોશી-ભાવનગર, ધાનેરાના પૂર્વ ધારારસભ્ય જોઈતા પટેલ અને લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરા પટેલ, પ્રદેશના પદાધિકારી વી.વી.રબારી, અમદાવાદ-નારણપુરાના પૂર્વ કોર્પોરેટર નારણ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રામા ઠાકોર, અસારવાના કૈલાશ પરમાર, ગણપત પરમાર, એસસી સેલના પૂર્વ અધ્યક્ષ પરીમલ સોલંકી, વિશાલ સોલંકી,  જગત ચૌહાણ અને પી.એલ.ચાવડાનો સમાવેશ થયો હતો. તેમના સહિતના 50થી વધુ આગેવાનો સામે કાયમી બરતરફી કરવાની હતી.

આ નેતાઓમાં રાજુ દેસાઈ- વિજાપુર, રાજેન્દ્ર કુમ્પાવત-ઇડર, સુરેશ ઠાકોર-ઇડર, રામ સોલંકી-ઇડર, વિશાલ સોલંકી-અસારવા, કૈલાસ પરમાર-અસારવા, ગણપત પરમાર-અસારવા, પરિમલ સોલંકી-અસારવા,  વિરલ કટારીયા-બોટાદ, બચુભાઈ ઝાલાવાડિયા-બોટાદ, કાળુભાઈ પટેલ-થરાદ, સુરેશ બથવાર-રાજકોટ, રમણ ભાંભોર-દાહોદ, રણજિતસિંહ સોલંકી-હિંમતનગર, વિપુલ પટેલ-હિંમતનગર, ગોપાલ રાઠોડ-હિંમતનગર, ગીતા મેર-ભાવનગર, કિશોર રાઠોડ-લુણાવાડા,  મણી ડામોર-સંતરામપુર, અમરસંગ ભાંભોર-ફતેપુરા, રામબાબુ શુક્લા-ગણદેવી, ગોવિંદ પટેલ-ગણદેવી, સિદ્ધાર્થ દેસાઈ-ગણદેવી, નારણ પટેલ-નારણપુરા, મુકેશ પટેલ-ડાંગ, પી. એલ. ચાવડા-દહેગામ, જગત ચૌહાણ-દહેગામ, રામાજી ઠાકોર-ગાંધીનગર, બિરેન્દ્ર કટારિયા-ભરુચ,  બાવસિંહ ભાલીયા-મહુવા, જયેશ શેઠ-મહુવા, તૌફિકમિયા ઐમુલા-જૂનાગઢ, જિતેન્દ્ર પરમાર-ખેરાલુ, ગોવિંદ સેનવા-ખેરાલુ, નીતિન ચૌધરી-ખેરાલુ, રુપાભાઈ પટેલ-ખેરાલુ, જોઇતા પટેલ-ધાનેરા, હિરા પટેલ-લુણાવાડા, બાલક્રિષ્ના જિરાલા-વડગામ, ભરત ખંભાળિયા-જૂનાગઢ, અશોક વિહોલ-વિજાપુર.

(દિલીપ પટેલ)[:]