[:gj]કોંગ્રેસ મુક્ત થયેલું ખેડા, ભાજપ સામે ભાજપની લડાઈ  [:]

[:gj]ખેડા જિલ્લામાં જ્યારથી દિનશા પટેલ પક્ષબદલુ તરીકે ગયા ત્યારથી આખો ખેડા જિલ્લો કોંગ્રેસ મુક્ત થઈ ગયો હતો. તેમાં અધુરું પરું કર્યું પંકજ દેસાઈ અને દેવુંસિંહે, આ બન્ને નેતાઓ કોંગ્રેસથી ભાજપમાં ગયેલા છે. આમ દિનશા પટેલ, પંકજ દેસાઈ અને દેવુંસિંહ સાથે મળીને ખેડાના મત કોને મળે તેનું બંધબારણે નક્કી કરતાં આવ્યા છે. જેનો છેલ્લો દાખલો બિમલ શાહ છે. બિમલ શાહને ભાજપથી કોંગ્રેસમાં લાવનાર દિનશા પટેલ છે. તેમની ચાલ પ્રમાણે તેમના નિવાસ સ્થાને કોંગ્રેસના નેતાઓની બેઠક બોલાવી અને તેઓ શું કરવા માંગે છે તેનો પ્લાન જાણી લીધો પછી બિમલ શાહને તે પ્લાન મદદરૂપ થયો છે અને કોંગ્રેસમાંથી રીજાનામાં આપેલા તે તમામ ફરી કોંગ્રેસમાં આવી ગયા છે. ખેડામાં હવે ભાજપ સામે ભાજપ છે.

ખેડા લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે બીમલભાઈ શાહનું નામ જાહેર થતાની સાથે જ નારાજગી દર્શાવી કપડવંજના કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહ ડાભી, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશભાઈ ઝાલા, હોદ્દેદારો, ખેડા જિલ્લાના કોંગ્રેસના તાલુકા સમિતિના પ્રમુખો, જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યો સાથે 20 જેટલાં કોંગ્રેસના નાતાઓએ સામૂહિક રાજીનામું ધરી દેનારા ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ પુનઃ કોંગ્રેસમાં પાછા વળી રહ્યાં છે. હવે દિનશાના પ્લાન પ્રમાણે તેઓ કોંગ્રેસને મત મળે તે માટે બિમલ શાહ માટે કામ કરશે. એ.આઈ.સી.સી.ના સહપ્રભારી વિશ્વ રંજન મોહંતીએ તેમને સમજાવ્યા હતા.

ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિમલ શાહના નામની જાહેરાત કરતાં પહેલાં કોંગ્રેસના નેતા દિનશા પટેલના નિવાસ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં બિમલ શાહ ઉમેદવાર બને તો ભાજપને હરાવી શકાય તેમ છે. એવું સ્પષ્ટ કહેવામાં આવ્યા બાદ બિમલ શાહની ટિકિટ જાહેરાત કરવામાં આવી હતી. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર સહિતના હોદ્દેદારો અને કોંગ્રેસ સમર્થકોએ પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલના ઘરે બંધ બારણે બેઠક કરી જેમાં આ વ્યૂહરચના ગોઠવવામાં આવી હતી.

બિમલ શાહને શિસ્તભંગના પગલા બદલ ભાજપમાંથી 1 ડિસેમ્બર 2017માં સસ્પેન્ડ કરાયા હતા. તેઓ તેઓ કોંગ્રસમાં જોડાઈ ગયા હતા. તેઓ જાન્યુઆરીમાં કોંગ્રેસમાં જોડાયા ત્યારે જ નક્કી હતું કે લોકસભામાં ખેડા બેઠક પરથી ઉમેદવારી કરવી. અહેમદ પટેલ, અમિત ચાવડા અને કોંગ્રેસના તમામ ટોચના નેતાઓએ બિમલ શાહને આવકાર આપ્યો હતો. અહેમદ પટેલે ખાતરી આપી હતી કે તેમની સાથે કોઈ ભેદભાવ નહીં રાખવામાં આવે. જેમાં બિમલ શાહ અને દિનશા પટેલ વચ્ચે અનેક ગુપ્ત બેઠક થઈ હતી. જેમાં આખો પ્લાન તૈયાર કરાયો હતો.

કાલે વાંચો – શું છે દિનશા પટેલનો ખેલ

(દિલીપ પટેલ)[:]