[:gj]કોશન ફી લો તો વાંધો નહીં, મર્યાદા નક્કી કરો [:]

[:gj]ટેકનિકલ કોલેજો દ્વારા ઉઘરાવવામાં આવતી કોશન ફી લેવી જોઇએ પરંતુ તેની મર્યાદા નક્કી કરવી જોઇએ. સરકારે કોલેજો સાથે બેસીને આ મુદ્દે યોગ્ય ચર્ચા કરીને નિર્ણય કરવો જોઇએ તેવુ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશનના ચેરમેન અનિલ સહસ્ત્રબુધ્ધેએ જણાવ્યુ હતુ. ૉ

અમદાવાદમાં એલ.એમ.ફાર્મસી કોલેજમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કાઉન્સિલના ચેરમેને કોશન મની અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
રાજયની એલ.એમ.ફાર્મસી કોલેજને ફાર્મસીમાં રીસર્ચ અને પેટન્ટ માટેનો નીતિ આયોગનો વિશેષ પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યો છે. જેના અનુસંધાનમાં એઆઇસીટીઈના ચેરમેન ડો.અનિલ સહસ્ત્રબુધ્ધે આજે ખાસ કોલેજની મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે તેમને રાજયમાં કોશનમની અંગે થયેલા વિવાદ અંગે પુછતા ચેરમેને કહ્યુ કે કોશન મની ભૂતકાળમાં અમે ભણતા ત્યારે પણ લેવાતી હતી પરંતુ તેની એક મર્યાદા હતી. હાલમા પણ સ્વનિર્ભર કોલેજો કોશન મની ઉઘરાવી રહી છે તે ખોટુ છે તેવુ નથી પરંતુ તેની મર્યાદા નક્કી હોવી જોઇએ. ૧૦ હજાર જેટલી કોશન ડિપોઝીટ યોગ્ય નથી. ૉ

EWSના અમલ અંગે તેમણે કહ્યુ કે હજુ દેશના અનેક રાજયો એવા છે કે જેમાં લાગુ કરવામાં આવ્યુ નથી. ગુજરાતમાં લાગુ કરાયુ છે પરંતુ ૪૦ હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. ગુજરાતમાં પણ કેટલીક કોલેજો વિદ્યાર્થીઓને ઓરિજનલ ડોક્યુમેન્ટ આપતી ન હોવાની ફરિયાદ કાઉન્સિલને મળી હોવાનુ પણ તેમણે સ્વીકાર્યુ હતુ.

[:]