[:gj]ખાંટ કોંગ્રેસ સાથે હતા તેથી ધારાસભ્ય પદેથી તગેડી મૂકાયા – કોંગ્રેસ, અમે પેટા ચૂંટણી જીતીશુ – સીએમ[:]

[:gj]અપક્ષ ધારાસભ્ય  ભુપેન્દ્ર ખાંટના સસ્પેન્શન મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં મોરવા હડફની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયારી શરૂ કરશે. જે રીતે મોરવાહડફમાં ચુકાદો આવી ગયો છે અને ખાંટ જે ધારાસભ્ય બન્યા હતા, તેમણે આદિવાસી હોવાનો ખોટો દાખલો આપ્યો હતો અને તેને કારણે તેમની ચૂંટણી રદ્દ થઇ છે, આ સીટ ખાલી પડી છે અને આવનારા દિવસોમાં મોરવા હડફમાં ફરીથી ચૂંટણી થશે. આ બધી લીગલ એક્ટિવિટી છે અને હાઈકોર્ટમાં એ પોતે ગયા હતા અને કોર્ટે જ એને જરૂરી સુચના આપી હતી અને જો આ પોલિટીકલ હોય, તો હજી પણ કોર્ટમાં જાય અને કોર્ટના દરવાજા ખખડાવે અમને કોઈ વાંધો નથી. પરંતુ સત્ય વાત એ છે કે, ખોટા દાખલા રજૂ કરીને ચૂંટણી લડવાને કારણે આ સીટ ખાલી પડી છે.

ભુપેન્દ્ર ખાંટે રાજ્ય સરકાર પર કિન્નાખોરીનો આક્ષેપ કર્યો હતો. તેમણે આક્ષેપો કર્યા હતા કે, તેઓનો કેસ કોર્ટમાં ચાલુ હોવા છતાં રાજકીય કિન્નાખોરી રાખીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મારા ફાધર બક્ષીપંચના છે અને માતા આદિવાસી હતા. તો મેં માતાના આધારે જાતિનો દાખલો લીધો હતો. તેના આધારે આ બધું કેન્સલ કરવામાં આવ્યું છે. અમે જે પુરાવા રજૂ કર્યા હતા, તે માતાના આધારે રજૂ કર્યા હતા. સામેના પક્ષે વિક્રમભાઈએ પિતાના આધારે રજૂ કરાવડાવ્યા. સામે શાસક પક્ષ હોય અને મેં કોંગ્રેસને સમર્થન આપ્યું હોવાથી મારું સર્ટીફિકેટ આ લોકોએ કેન્સલ કરાવ્યું હતું. અમદાવાદમાં અદાલતમાં ડબલ બેન્ચની અંદર કેસ ચાલુ છે, છતા પણ તેની અવગણના કરીને આ નિર્ણય લીધેલો છે, એ ખોટો છે.

આ બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પહેલા દિવસથી ભાજપ સરકાર દ્વારા, ભાજપના નેતાઓ દ્વારા એમને લલચાવવાનો પ્રયત્ન થયો. એ કોઈ પણ રીતે સરકારને સમર્થન કરે તે માટે લોભ, લાલચ અને દબાણ કરવામાં આવ્યા. તેમ છતાં ધારાસભ્ય ભુપેન્દ્રભાઈએ કોંગ્રેસની સાથે રહેવાનો નિર્ણય કર્યો. એ દિવસથી જ તેમને હેરાન કરવાના પ્રયત્નો થયા. આ સાથે સાથે દબાણની રાજનીતિ શરૂ કરવામાં આવી. પહેલા દિવસથી તેમના જાતિના પ્રમાણ પત્ર અંગે, ખોટી રીતની તપાસ, ખોટા પુરાવાના આધારે નિર્ણય કરાવ્યા. જ્યારે હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે. ડબલ બેન્ચમાં કેસ પેન્ડિંગ હોવા છતાં, આ રીતનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે, તેને વખોડીએ છોએ.[:]