[:gj]ખારા અને મીઠાના પાણીનું ખીજડીયા વેટલેન્ડ [:]

[:gj]મીઠા પાણી અને ખારા પાણીના એમ બે પ્રકારના જલપ્લાવિત વિસ્તારો ધરાવતો  જામનગર જિલ્લાના અર્ધશુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતની દક્ષિણ તટે આવેલો જલપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) એટલે ખીજડિયા પક્ષી અભ્યારણ્ય યાયાવર પક્ષીઓનું સ્વર્ગ છે. અભ્યારણ્યમાના મીઠાં પાણીના સરોવરો કચ્છના અખાતના દક્ષિણ તટની સમાંતરે નિર્માણ કરાયેલ માટીના કૃત્રિમ પાળાને કારણે અસ્તિત્વમાં આવેલ છે.

યાયાવર પક્ષીઓના ઈન્ડો-એશિયાન ઉડ્ડયન માર્ગમાં આ વિસ્તાર આવે છે. યુરોપ, ઈરાન, અફઘાનિસ્તાન, સાઈબીરિયા અને પાકિસ્તાન તેમજ તેના આસપાસના પ્રદેશોમાંથી પક્ષીઓ અહીં આવે છે.

આ પાળાઓનું નિર્માણ 1920માં ત્યારના નવાનગરના રાજા દ્વારા કરવામાં આવ્યું હતું, 1956માં રાજ્ય સરકારે ખારાશને આગળ વધતી રોકવાના મુખ્ય હેતુસર કચ્છના અખાતમાં વહી જતાં વરસાદી પાણીને અટકાવવા માટે તે બનાવ્યા હતા, સમય જતાં આ પાળાઓએ કાલિંદી તેમજ રૂપારેલ નદીઓનાં પાણીને અવરોધતાં મીઠા પાણીના બે જલપ્લાવિત વિસ્તારોનું નિર્માણ થયું જેમાં ભાગ-1 ધુંવાવ તરફના અને ભાગ-2 જાંબુડા તરફના વિસ્તારનો સમાવેશ થાય છે.

ઉપરાંત શેળો, શાહુડી, ભારતીય સસલા, લોંકડી, શિયાળ, જંગલી બિલાડી, નીલગાય, નોળિયા અને વરૂ જેવા સસ્તન પ્રાણીઓ સરિસૃપોની આશરે 12 જાતિઓ પણ અહીં જોવા મળે છે.

વિશ્ર્વમાં વસતી અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થઈ રહી છે ત્યારે ખીજડિયામાં આવી પ્રજાતિઓ જેવી કે, મોટી ચોટીલી ડૂબકી, નાની કાંકણસાર અને કાળી ડોક ઢોંક જેવી પ્રજાતિઓ અહીં સંતતિ ઉછેર કરે છે.

જેને લઈને આ વિસ્તાર ઘણો લોકપ્રિય બન્યો છે. વળી ખારા પાણીના વિસ્તારમાં મીઠાનાં અગર યાયાવર કુંજ, મોટો અને નાનો હંજ તેમજ પેણ માટે આદર્શ વિશ્રાંતી સ્થાનની ગરજ સારે છે.

ખીજડીયાપક્ષી અભયારણ્યની સ્થાપના ૬ નવેમ્બર ૧૯૮૨ના રોજ કરાઈ હતી. ગુજરાતનું તે સૌથી મોટુપક્ષી અભયારણ્ય છે. તે મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે જે બંને ભાગો ખારા અને મીઠાપાણી વડે જુદા પડે છે.

વિશ્વમાં આશરે ૮૬૦૦ જાતનાં પક્ષીઓહોવાનો અંદાજ છે. જેમાં ભારતીય ઉપખંડમાં આશરે ૧૨૩૦ જાતના પક્ષીઓ અને તે પૈકી આશરે૪૫૩ જાતના પક્ષીઓ ગુજરાત જોવા મળે છે. જેમાં જામનગર જિલ્લામાં હાલ સુધીમાં ૩૦૪ જેટલી પક્ષીઓની પ્રજાતિઓ નોંધાયેલી છે. ખીજડીયા ખાતેના આ અભિયારણ્યમાં સપ્ટેમ્બરથીએપ્રિલ દરમિયાન બહારથી આવતા પ્રવાસી પક્ષીઓની આશરે ૧૫૦ જાતો શિયાળો ગાળવા માટેઆવતી જોવા મળે છે.

જમીન પર,ઝાડ પર અને પાણીમાં તરતા આમ ત્રણ પ્રકારના માળા પણ અહીંજોવા મળે છે. આ અભયારણ્યમાં સ્થાનિક પ્રદેશનાં કાળી કાંકણસાર, ગજપાઉ, કપાસી, ભગવી, સમળી, ઢોર બગલો, પતરંગો, લીલા પગ તુતવારી, તેતર શાહી ઝુંપસ, કાંણી બગલી દેવ ચકલી,નાની વા બગલી, નીલ જલ મુરઘો સહિતના પક્ષીઓ જોવા મળે છે.[:]