[:gj]ખેડૂતના 5 બાળકોની રમતગમત ક્ષેત્રે સિદ્ધિ[:]

[:gj]મોરબી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત અને મોહમંદી લોકશાળા ચંદ્રપુરના સહયોગથી રાજ્ય કક્ષાની અંડર 17 ડોઝબોલ ભાઈઓ-બહેનોની 8 થી 10 ડિસેમ્બર દરમિયાન વાંકાનેરના ચંદ્રપુરમાં યોજાય હતી. સ્પર્ધામાં રાજ્યમાંથી 21 ભાઈઓની અને 19 બહેનોની ટીમોએ ભાગ લીધો હતો.

સ્પર્ધામાં મોરબી જિલ્લામાંથી એસ.એમ.પી.હાઈસ્કૂલમાં સિંધાવદરની ટીમોએ ભાગ લઇ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં ભાઈઓ-બહેનો બંને વિભાગમાં એસ.એમ.પી. હાઈસ્કૂલ સિંધાવદરની ટીમોએ બ્રોન્ઝ મેડલ મેળવીને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું હતું.

મોરબી જિલ્લાના 5 ખેલાડીઓની પસંદગી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે કરવામાં આવી છે. બહેનોના વિભાગમાં માલવીય મુબિનાબાનું નિઝામુદિન રહે. વિડીભોજપરા,  દેકાવાડિયા મુરશીદા ઝાવેદ રહે. જૂની કલાવડી, દેકાવાડિયા નાઝીમ ગુલામ મોયુદિન રહે, જૂની કલાવડી અને ભાઈઓના વિભાગમાં, શેરસીયા મોહમ્મદ કૈફ રહે. પંચાસિયા, મારવીયા મુશરફ હુસેન યુસુફ રહે. વિડી ભોજપરાની પસંદગી થઈ છે.[:]