[:gj]ખેડૂતોના માલ પર 400થી 600%નો નફો લેતા વચેટીયા વેપારીઓ[:]

[:gj]ચોમાસુ પૂરૂં થતાં શાકભાજીની આવકમાં વધારો થયો છે. ખેડૂતો જે ભાવે શાકભાજી વેચે છે તેના ચાર ગણાં ભાવે શહેરોમાં ગ્રાહકોને આપવામાં આવે છે. જેમાં ખેડૂતો અને ગૃહિણીઓને ખોટ છે. વેપારીઓને ખેડૂતો કરતાં પણ બે ગણો નફો મળે છે.

લોકોને શાકભાજી સસ્તા મળી શકે તેમ છે પરંતુ APMC વચે‌િટયાઓની બેફામ નફાખોરીના કારણે ખેતરથી ઘર સુધી પહોંચતાં લીલાં શાકભાજીના ભાવમાં ચાર ગણો વધારો નોંધાઇ જાય છે. જેટલા ખેડૂતો નથી કમાતા તેના કરતાં વેપારીઓ વધું કમાણી કરે છે.

હરાજીમાં હોલસેલમાં મોટા ભાગનાં એક કિલોના શાકભાજીનું રૂ.10 ની અંદરના વેચાણ થઈ રહ્યું છે. લસણના ભાવ ગગડીને તળિયે ગયા છે. માર્કેટયાર્ડમાં લસણ 75 પૈસા કિલો વેચાયું હતું. નબળું લસણ રૂ.1 થી રૂ.2, મધ્યમ લસણ 4થી 5 રૂપિયા અને બેસ્ટ લસણનો ભાવ હોલસેલમાં રૂ. 9થી 10 પ્રતિ કિલો છે, જેનું બજારમાં રૂ.40 થી 60 પ્રતિકિલો વેચાણ થઈ રહ્યું છે. ફ્લાવર, ગવાર, ટામેટાની આવક વધી છે.

ગવાર રૂ.5થી 7ના પ્રતિકિલો વેચાણ થઈ રહ્યું છે. અત્યારે લીલોતરી શાકભાજી રૂ.10થી રૂ.20 હોવાં જોઈએ તેના બદલે દરેક શાકભાજી પ્રતિકિલો રૂ. 40થી 60 પ્રતિકિલો મળી રહ્યાં છે.

ખેડૂતો હાલમાં શાકભાજીનાં પોટલાં માર્કેટયાર્ડ સુધી લઇ જવા તૈયાર નથી, કારણ કે મજૂરી, દવા, બિયારણ અને વાહનખર્ચ ગણતાં આવકની સામે જાવક વધુ હોઇ ખોટનો ધંધો થઇ શકે છે.
ડુંગળી માત્ર 3થી 4 રૂ. કિલોના ભાવે હોલસેલમાં વેચાઇ રહી છે. તેથી તેના બજારભાવ ગગડશે.

શાકભાજી હોલસેલ માર્કેટ
ભાવ ભાવ રૂ. કિલો
ગવાર 5થી 7 30 થી 40
દૂધી 4 થી 6 20 થી 35
કારેલાં 5 થી 7 35 થી 40
મરચાં 2 થી 4 15 થી 20
ચોળી 6 થી 10 40 થી 50
રીંગણ 7 થી 10 30 થી 40
ભીંડા 6 થી 10 40 થી 50
તુરિયાં 5 થી 10 30 થી 40
ટામેટાં 7 થી 10 20 થી 30
લસણ 1 થી 7 40 થી 50[:]