[:gj]ખેડૂતોની જમીન હડપ કરવા કાયદો સુધારાશે [:]

[:gj]

ગુજરાત સરકાર ગણોત વહીવટ અને ખેતીની જમીનના કાયદામાં સુધારો કરવા જઇ રહી છે જેનો સીધો ફાયદો ઔદ્યોગિક એકમોને થવાનો છે. ઔદ્યોગિક હેતુ તેમજ ઔદ્યોગિક પાર્ક માટે જમીન ખરીદનાર માટે કલમો ઉમેરવામાં આવી છે અને ખેડૂતોની જમીન સરળતાથી ઉદ્યોગપતિઓ હડપ કરી શકે તે માટે કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

સરકારે એવું નક્કી કર્યું છે કે ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે સરકારની નીતિ પ્રમાણે જમીન ખરીદનારે પ્રમાણપત્ર કાઢી આપ્યાથી આપેલી મુદ્દતની અંદર ખરીદેલી જમીન પર માલનું ઉત્પાદન કે સેવા શરૂ કરવાની રહેશે. આ સાથે એવું પણ સૂચિત કરવામાં આવ્યું છે કે આવી જોગવાઇ કલેક્ટર દ્વારા કાઢી આપવામાં આવેલા પ્રમાણપત્રની તારીખથી ઉત્પાદન કે સેવા ત્રણ વર્ષની અંદર અંદર શરૂ કરી હોય તેવા કિસ્સામાં લાગુ પડશે નહીં.

આવી જમીન અથવા આવી જમીનના ભાગની તબદિલી અને તેના વેચાણના સબંધમાં ત્રણેય અધિનિયમોમાં સુધારો કરવાનું ધારવામાં આવ્યું છે.

કેટલાક કિસ્સામાં પરવાનગી આપેલા ઔદ્યોગિક હેતુ માટે જમીનના વેચાણ માટેની જોગવાઇઓ પણ સુધારવામાં આવશે. આથી ખરીદનારે કરેલી અરજી પરથી અને પ્રવર્તમાન જંત્રીની કિંમતના 20 ટકા જેટલી રકમની ચૂકવણી કર્યેથી રાજ્ય સરકાર દ્વારા બીજા ત્રણ વર્ષ સુધી લંબાવી શકશે અને ત્યારપછીના દરેક ત્રણ વર્ષ માટે પ્રવર્તમાન જંત્રીની કિંમતના 20 ટકા રકમની ચૂકવણી કર્યેથી સરકાર દ્વારા વખતોવખત આવી મુદ્દત લંબાવી  શકાશે.

ઔદ્યોગિક હેતુ માટે જમીનનું વેચાણ કર્યું હોય અને ખરીદનાર વ્યક્તિ કલેક્ટરને ત્રીસ દિવસની મુદ્દતની અંદર નોટીસ અને અન્ય વિગતો મોકલવામાં નિષ્ફળ રહે તો તેણે આવી ખરીદીની તારીખથી એક મહિના પછી લેવાપાત્ર બિન ખેતી વિષયક આકારણી ઉપરાંત આ અધિનિયમ હેઠળ કરેલા નિયમોને આધીન કલેક્ટર આદેશ આપે તેવા દરેક મહિને પ્રવર્તમાન જંત્રીના એક ટકા જેટલો દંડ ભરવો પડશે.

બિન ખેતી વિષયક હેતુ માટેની જમીનના રૂપાંતરને લગતી જોગવાઇ પ્રસ્તુત જમીન 30મી જૂન 2015ના રોજ અથવા તે પહેલાં સખાવતી હેતુ માટે રજીસ્ટર થયેલી ધાર્મિક, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાએ ખરીદી હોય તો તેને લાગુ પડશે. એટલે કે એક વર્ષની સમયમર્યાદામાં આવી જમીન બિન ખેતીવિષયક હેતુમાં રૂપાંતર કરવા માટે અરજી કરી શકાશે.

[:]