[:gj]ગરમીમાં ફ્રીજનું પાણી કે બરફ ન ખાવા અને ધાબા પર સુઈ જવા સરકારની સલાહ [:]

[:gj]ગરમીથી જનજીવન પર માઠી અસર વર્તાઈ રહી છે ત્યારે ખાનપાનમાં પરિવર્ત કરીને જીવનશૈલીમાં ફેરફાર કરીને હિટવેવથી બચવા માટે ગુજરાત સરકારે ફ્રીજનું પાણી ન પીવા અને આગાસી પર રાત્રે સુવા માટે સલાહ આપી છે. હવે આને સુફિયાણી સલાહ કહેવી કે વૈજ્ઞાનિક સલાહ માનવી તે નાગરિકો નક્કી કરી શકતા નથી. જો સરકારની સલાહ માનવામાં આવે તો સરકારની તમામ કચેરીમાં વોટર કુલર કે ફ્રીજ બંધ કરીને તેમના સ્થાને માટલા મૂકવા પડે તેમ છે. વળી સરકારના 8 લાખ કર્મચારીઓ અને પ્રધાનોએ ધાબા પર સુવા જવું પડશે.

ગુજરાત માહિતી બ્યુરોની 2 મે 2019ની સમાચાર સંખ્યા 333 સાથે સત્તાવાર રીતે સરકારે જાહેર કર્યું છે કે, આયુષ નિયામકની કચેરીએ કરેલા નિર્ણય પ્રમાણે લોકોએ વર્તવું.

શું પીવું

તરસ અનુસાર કુદરતી ઠંડુ થયેલું પાણી પીવું, ફ્રિજનું ઠંડુ પાણી ન પીવું, માટલાંના ઠંડા પાણીમાં થોડી સાકર કે મધ ઉમેરી પીવું, માટલાંમાં સુગંધીવાળાની પોટલી મૂકવી, નાળિયેર પાણી, મધ અને પાણી, વરિયાળી કે ધાણા નાખીને બનાવેલ પાણી પીવું. તડકામાંથી આવીને તાત્કાલિક પાણી પીવું નહીં.

શું ખાવું
ભુખ કરતાં ઓછો, પચવામાં હળવો ખોરાક લેવો, ભોજનમાં પ્રવાહી ખોરાક વધુ લેવો
વિવિધ ખાટા ફળોના શરબતો સાકર અને મધ ઉમેરી લેવા (બરફ ન ઉમેરવો)
સાકરટેટી, દ્રાક્ષ, ફાલસા, કેરી, સંતરા, દાડમ વગેરે ઋતુપ્રમાણેના ફળો લેવા
પચવામાં સરળ હોય તેવા દૂધી, સરગવો, ગલકા, તુરીયા, ટીંડોળા, કારેલા જેવા શાક લેવા
બજારુ પેકિંગ કરેલ ફ્રૂટના જ્યુસ ન લેવા
ઘરે બનાવેલ તાજો શ્રીખંડ લઈ શકાય
ખાટા, તીખા, તળેલા, ખારા સ્વાદવાળા ખોરાક ન લેવા
રાઈ, મરચું, મરી, લસણ, ગોળ, રીંગણ તથા ગરમ મસાલાવાળા ખોરાક ન લેવા

જીવન શૈલી બદલો
તડકો, ગરમ પવન થી દૂર રહેવું
બપોરે કુદરતી ઠંડા વાતાવરણમાં રહેવું
રાત્રે અગાસી કે ધાબા પર સૂવું
સુતરાઉ અને સફેદ રંગના કે હળવા અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા
તડકામાં નીકળો ત્યારે માથું અને હાથ-પગ વગેરે ખુલ્લા અવયવો ભીના કપડાંથી ઢાંકીને નીકળવું
તડકામાંથી તાત્કાલિક ઠંડકવાળા વાતાવરણમાં જવું નહીં, હાથ-પગ-મોં ધોવા નહીં
સવારે કેસૂડાના ફૂલ નાખેલ પાણીથી નહાવું
કસરત (ખાસ કરીને વેઇટ-લિફ્ટિંગ) ન કરવી
ઉનાળામાં દિવસે થોડો સમય (15 થી 30 મિનિટ) સુવાની છૂટ છે.[:]