[:gj]ગાંધીજીના હત્યારા નાકમાં નથ પહેરનાર નથુની સુરતમાં આરતી ઊતારી [:]

[:gj]સુપરસ્ટાર અને તાજેતરના નેતા બનેલા કમલ હસને એક સભામાં કહ્યું હતું કે ‘આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ જ હતો અને તે હતો નાથુરામ ગોડસે.’ તેની સામે સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે ‘નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે.’ ત્યારથી વિવાદ ઊભો થયો છે. ભાજપના અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ સાધ્વી સામે કોઈ પગલાં લીધા નથી. કે તેમને ભાજપમાંથી હાંકી કાઢવા માટે નોટિસ આપી નથી. તેનો સીધો મતલબ કે ભાજપના આ બન્ને નેતાઓ ગોડસેની વાતોમાં શ્રદ્ધા રાખે છે.

ભાજપના રાષ્ટ્રીય નેતા અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા સાંસદ સી આર પાટીલના વિસ્તાર સુરતના લીંબાયત ખાતે અખિલ ભારતીય હિન્દૂ મહાસભા દ્વારા પંચમુંખી હનુમાનજીના મંદિર ખાતે 109 દિવા પ્રગટાવી અને 109 લાડુનો પ્રસાદ ધરાવી નાથુરામના જન્મ દીવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમ છતાં વિજય રૂપાણી કે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ કોઈ જ પગલાં લીધા નથી.

ભારતનાં રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસેની 109મી જન્મજયંતિ 19 મે 1910ના રોજ  હતી. મહારાષ્ટ્રના પુના જિલ્લા તેનો જન્મ રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

ભારતના રાષ્ટ્રપિતા અને દેશને આઝાદ કરાવવામાં મહત્વનો ફાળો ભજવનાર મહાત્મા ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડસેની અરતી ગુજરાતમાં ઉતારવામાં આવે તે ગંભીર છે. મહાત્મા ગાંધીની હત્યા અખિલ ભારતીય હિન્દૂ મહા સભાના પ્રણેતા નાથુરામ ગોડસે દ્વારા કરવામાં આવી હતી.પરંતુ તેજ નાથુરામ ગોડશેની આજે પણ પૂજા થઈ રહી છે.

શાળાના દિવસો દરમ્યાન ગાંધીજી તેમનો આદર્શ હતાં. બાળપણમાં ગોડસેને તેમના માતા પિતાએ છોકરીની જેમ ઉછેર્યો હતો. તેને નાકમાં નથ પહેરાવાતી હતી. નથ પહેરવા માટે તેમનું ડાબું નાક વીંધવામાં આવ્યું હતું. જે ભારતમાં માત્ર મહિલાઓ જ કરે છે. મુલાકાત પ્રખર હિંદુત્વવાદી સમર્થક વીર સાવરકર સાથે થઈ હતી. ગોડસે શાળા છોડીને હિંદુ મહાસભાના કાર્યકર્તા બની ગયાં. ગોડસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ના કાર્યકર્તા હતાં અને ૧૯૩૨માં તે સંગઠન છોડ્યું હતું. ગોડસેએ સુથારી કામ અને દરજી કામ કર્યું. ગાંધીજીનો વિરોધ કર્યો. તેમને લાગતું હતું કે લઘુમતિને રાજી રાખવા ગાંધીજી હિંદુઓના હિતોની અવગણના કરે છે. તેમણે ભારતના ભાગલા અને હજારો નિર્દોષ લોકોની હત્યા માટે ગાંધીજીને દોષિત માન્યા હતા.[:]