[:gj]ગાંધીનગરમાં આદિવાસી દલીત રેલી, આંદોલન શરું[:]

[:gj]પાટગરન ગાંધીનગરમાં જમીન વિહોણા દલિત અને આદિવાસી સમાજના ખેડૂતોનું વિશાળ સંમેલન યોજીને ગુજરાતમાં જમીન વિહોણા દલિત અને આદિવાસી સમાજે સરકારે સામે મોરચો માંડ્યો છે. જંગલ, જમીન, સાથણી, કબજા હક, સરકારી પડતર અને ટોચ મર્યાદા, સ્મશાન અને શરત ભંગ સહિતના પડતર પ્રશ્નોના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે. તેમજ વિકાસના નામે તેમની મહામુલી જમીન છીનવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. સરકાર જૂના કાયદા પ્રમાણે જમીન છીનવે નહીં તેવુ દલિત-આદિવાસી ખેડૂતો ઈચ્છી રહ્યાં છે. પડતર પ્રશ્નો મુદ્દે પાટનગર ગાંધીનગરમાં દલિત-આદિવાસી સમાજનું વિશાળ સંમેલન યોજાયું હતું. સરકાર દ્વારા માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જમીન અધિકારી ઝૂંબેશ હેઠળ યોજાયેલા આ સંમેલનમાં આગામી રણનીતિ ઘડવામાં આવી છે. તેમજ જો સરકાર આગામી દિવસોમાં દલિત-આદિવાસી સમાજના ખેડૂતોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો ગાંધીનગર સુધી કુર કરવાની તૈયારી દર્શાવી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા આદિવાસે સમાજે તેનો વિરોધ કર્યો હતો. તેમજ ભાજપના પોસ્ટ ફાડીને રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં તા.31મી ઓક્ટોબરના રોજ આદિવાસી સમાજે શોક મનાવ્યો હતો. આ ઉપરાંત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનોએ મુંડન કરાવીને સરકારના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.

 [:]