[:gj]ગાંધીનગર બાયબ્રંટ સમિટ પહેલા રેલ્વે સ્ટેશન નહીં પણ હોટેલ શરૂ કરશે[:]

[:gj]ગાંધીનગરનું નવું રેલવે સ્ટેશન વાયબ્રન્ટ સમિટ પહેલાં તૈયાર થઇ શકે તેમ નથી, કારણ કે હજી તેનું કામ ચાલુ છે અને તે પૂર્ણ થતા હજી એક વર્ષનો સમય લાગી શકે છે. 550 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2019મા પૂર્ણ થાય તેમ છે. એટલે કે લોકસભાની ચૂંટણી પછી પાંચ મહિને આ પ્રોજેક્ટ ખુલ્લો મૂકાશે.

જો કે રાજ્ય સરકાર રેલવે સ્ટેશનની સાથે બની રહેલી ફાઇવસ્ટાર હોટલ વાયબ્રન્ટ પહેલાં ખુલ્લી મૂકવા માગે છે, કારણ કે સમિટના મહેમાનેને આ હોટલમાં ઉતારો આપવાની યોજના બનાવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે નવું સ્ટેશન શરૂ કરવા માટેની તારીખ ફેબ્રુઆરી 2019 હતી, જ્યારે તેના પર બાંધવામાં આવેલી પાંચ-સ્ટાર હોટેલ સપ્ટેમ્બર 2019 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન હતું પરંતુ હાલ તો પાણી ફરી વળ્યું છે.

રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટની રેલવે બોર્ડ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી ત્યારબાદ રેલવેએ જાહેર કર્યું છે કે વાઇબ્રન્ટ ગુજરાત 2019 પહેલાં બાંધકામ પૂરું થઇ શકશે નહીં. અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલવે એ એવો નિર્દેશ આપ્યો હતો કે હોટેલ પ્રોજેક્ટનું સિવિલ વર્ક ફેબ્રુઆરી 2019 સુધીમાં પૂર્ણ થવું જોઈએ અને હોટેલ સપ્ટેમ્બર 2019 ના અંત સુધીમાં શરૂ થવી જોઇએ.

પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ગુજરાત સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે વિનંતી કરી છે કે 300 રૂમની ફાઇવ-સ્ટાર હોટેલ જાન્યુઆરી 2019મા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વખતે તૈયાર થઈ જશે. જો કે તેમણે કહ્યું હતું કે 77 મીટરની ઊંચી હોટેલ માટે સમયની જરૂર છે કારણ કે સિવિલ વર્ક, સમયસર પૂર્ણ થશે નહીં. રેલવે સ્ટેશન પણ જાન્યુઆરી 2019 સુધી તૈયાર થશે નહીં.

જાન્યુઆરી પહેલાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે બિલ્ડિંગના દરેક ફ્લોર અથવા સ્લેબ સાથે નવીન બાંધકામ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આમ છતા 300 રૂમવાળી ફાઇવ સ્ટાર હોટેલમાં સામાન્ય રીતે ચાર વર્ષ લાગે છે, પરંતુ રેલવે સત્તાવાળાઓ અને ઠેકેદારો 2019 સુધીમાં તેને સમાપ્ત કરવાની યોજના બનાવી રહ્યા છે, તેમ છતા વાયબ્રન્ટમાં મહેમાનોને આ હોટલમાં ઉતારો મળી શકે તેમ નથી.[:]