ગાંધીનગર ભાજપનો ટોયલેટ ભ્રષ્ટાચાર ટેપમાં બહાર આવ્યો

ગાંધીનગર શહેરમાં ભારતીય જનતા પક્ષ માટે દશા માઠી બેઠી હોય એવા વારંવાર અનેક પ્રકારના અણબનાવો છેલ્લા ઘણા વર્ષોથી બની રહ્યા છે. ખાસ કરીને જ્યારે કોર્પોરેશનમાં અને ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ પક્ષાંતર કરાવીને નીતિ નિયમો બાજુ પર મૂકી દીધા પછી ઘણી બધી આફતો શરૂ થઈ છે. હવે એના જ પક્ષના મહિલા કાઉન્સિલના પતિ દ્વારા એક વાતચીતની ઓડિયો ક્લીપ જાહેર થઇ હતી. એની ઓડિયો ક્લિપ બહાર આવી છે. જેના કારણે ભાજપમાં ભૂકંપ થયો છે. વાતચીતની ઓડિયો ક્લિપ જે બહાર આવી છે એમાં ગાંધીનગરના મેયર બનવા માંગતા પ્રવિણા દરજીના પતિ કનુનો અવાજ સંભળાઈ રહ્યો છે. જેમાં ભાજપના વગદાર નેતા મનુ પટેલનું નામ પણ લેવામાં આવે છે. જેને લઈને પ્રદેશ મોવડી ચોંકી ઉઠ્યા છે. આખી ઓડિયો ક્લિપ ત્રણ મિનિટની છે. જેમાં જે વાતચીત થઈ રહી છે તેમાં અને સંડાશ બનાવવા ભ્રષ્ટાચારની લેતી-દેતીની વાત બહાર આવી છે. આ ઓડિયો ક્લિપ પ્રદેશના પદાઅધિકારીએ મંગાવી છે અને ખૂલાશો માગવામાં આવ્યો હતો. તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં જાહેર સૌચાલયની જાળવણી અને સાચવવાનું કામ કરતી એક એજન્સી સાથે આ પ્રકારની વાતો થતી હોવાનું બહાર આવ્યું છે. મહિલા નગરસેવક પ્રવીણા દરજીના પતિના પૈસાના હિસાબ-કિતાબ અંગેની વાત થાય છે. જે વાયરલ થઈ હતી અને સચિવાલયમાં પ્રધાનોની ઓફિસો સુધી પણ પહોંચી ગઈ હતી. ભાજપના પ્રદેશ નેતાઓ એક પૂછપરછ પણ કરી છે, દરજી ટોયલેના કોન્ટ્રાક્ટરના પૈસાની ઉઘરાણી કરી રહ્યા હતા. જે અંગેની બધી વિગતો મેળવી હતી. તપાસ થાય તો બધી વિગતો બહાર પડી જાય તેમ છે. દરજી ભાજપના ચેરમેન મનુ પટેલના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. તેથી તેમની પણ સંડોવણી બહાર આવી શકે એમ છે. માટે આ તપાસને ભાજપની પ્રદેશ ઓફિસથી બહાર નીકળે નહીં તેમાટે ના પણ આદેશો કરી દેવાય છે. કનુ દરજી પોતાના પત્ની પ્રવિણા દરજીને મેયર બનાવવા માગે છે. એ માટે તેઓ પૈસા ભેગા કરી રહ્યા હોવાનો પણ પક્ષના કાર્યક્રમમાં આરોપ છે. મનુ પટેલ તેમને મદદ કરી રહ્યા હોય તેવું પણ કાર્યકરો માની રહ્યા છે. ભ્રષ્ટાચારના જે કામો થતા હોય છે તેમાં મનુ પટેલના વહીવટદાર તરીકે કનુ દરજી કામ કરી રહ્યા હોય એવું પણ આટલી વાતચિતથી પરથી સ્પષ્ટ થાય છે.