[:gj]ગામતળાવ ભરવાની માંગ સાથે વાવના ખેડુતોનું આવેદનપત્ર[:]

[:gj]સામાન્ય વરસાદમાં ખેતી કરેલ પાક બળતો હોઇ વાવ તાલુકાના છેવાડાના રાછેણા ગામના ખેડુતો દ્રારા શુક્રવારે થરાદ પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં ગામને રેગ્યુલર નહેરનું પાણી મળે તથા તળાવો ભરવાની પણ માંગણી કરવામાં આવી હતી.

વાવ તાલુકાના છેવાડે આવેલા રાછેણા ગામના ખેડુતો દ્રારા શુક્રવારે થરાદની પ્રાંતકચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે ચોમાસુ વાવેતર કરેલ પાકોે મુરજાઇ રહ્યા છે.આમ ખરે સમયે પાણીની તાતી જરૂરીયાત હોવા છતાં પણ નર્મદા નિગમ દ્રારા છોડવામાં આવેલું પાણી ત્રણ અઠવાડીયા છતાં પણ તેમના ગામ સુધી પહોંચ્યું નથી.અને વચ્ચેના ગામોના ખેડુતો પાણીનો દુરુપયોગ કરી રહ્યા છે.જેથી તેમનામાં નારાજગી અને અસંતોષની પણ લાગણી ફેલાવા પામી છે.ખેડુતોએ નર્મદાના પાણીથી ગામ તળાવો ભરવાની પણ માંગણી કરી હતી.તેમજ જો તેમની માંગ તાકીદે નહી સંતોષાયતો ૧૦૦ ખેડુતો દ્રારા નર્મદા વિભાગની કચેરી આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચિમકી પણ આપવામાં આવી હતી.આમ તંત્રની પાણી નહી આપવાની ઉદાસીનતાના કારણે ખેતરોમાં મુરઝાતા ઉભા પાકના કારણે ખેડુતોમાં ભારોભાર રોષની લાગણી ફેલાવા પામી છે.શિરસ્તેદાર રમેશભાઇ ગોહીલે આવેદનપત્ર સ્વીકારી યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની હૈયાધારણ ખેડુતોને આપી હતી.[:]