[:gj]ગીરમાં રિસોર્ટને સીલ મારવાનું શરુ થતાં માલિકો ગાંધીનગર પહોંચ્યા[:]

[:gj]ગીર પૂર્વમાં 25 કરતાં વધુ સિંહોનાં મૃત્‍યું થયા બાદ વન અધિકારીઓએ વન વિસ્‍તારમાં વગર મંજુરીએ ચાલતા રિસોર્ટ કે ફાર્મ હાઉસનું ચેકીંગ શરૂ કરવામાં આવેલું છે. ધારીનાં દુધાળા નજીક લાલબાપુ રિસોર્ટમાં મામલતદાર અને પી.એસ.આઈ. સાથે રહીને સીલ મારવામાં આવ્‍યું છે. જેનો ભારે વિરોધ સ્થાનિક માલિકો કરી રહ્યા છે. કલેક્ટર તેમની વાત સાંભળે તેમ ન હોવાથી રાજકીય વ્યક્તિઓનો સંપર્ક કરીને ગાંધીનગર મહેસૂલ પ્રધાન સુધી રિસોર્ટ માલિકો આવી પહોંચ્યા છે. કૌશિક પટેલને મળીને સીલ ન મારવા માટે માંગણી કરી છે.

વન વિભાગની એટ ટુકડી દ્વારા ખેતરમાં આવેલાં રિસોર્ટ અને મકાનોને સીલ મારવાનું શરૂ કરાયું છે. જેમાં મનસ્વી રીતે વાડી, ખેતરોમાં રહેલાં મકાનોને જંગલ બહાર અને ઈકોસેન્સેટીવ ઝોનમાં સીલ મારવામાં આવી રહ્યાં છે. તેથી મજૂર અને ખેડૂતોને રહેવા માટે મુશ્‍કેલ ઊભી થયેલી છે. કેટલાંક ખેડૂતોને એક અઠવાડિયામાં આધાર રજૂ કરવા નોટિસ ફરકારી છે.

વર્ષોથી ગામ તળ ન વધતાં લોકો ખેતરોમાં મકાનો બનાવીને રહે છે. જેને પણ સીલ મારવામાં આવે છે. ખેતરોના ખેતીકામ માટે કુટુંબ તથા મજુરોને રહેવા માટે સુવિધા પણ કરવામાં આવે છે. જેથી તમામ વાડી ખેતરોમાં આવેલ મકાનોનો ફાર્મ હાઉસ કે વાણીજય હેતુ માટે ઉપયોગ થતો હોઈ તેવુ માનવાને કારણ નથી. ખેતરનાં માલિકોને કોઈ જાણ કર્યા વગર વન અધિકારીઓ ધાક બેસાડવા માટે પોલીસને સાથે લાવે છે અને સીલ મારીને જતાં રહે છે. જે અટકાવવા માટે મહેસૂલ પ્રધાનને રજૂઆત કરી છે. જેમાં મોટાભાગના લોકો રિસોર્ટના માલિકો છે. આમ તો અહીં કેટલાંક રિસોર્ટ દ્વારા લાયન શો કરવામાં આવે છે. ખેતરોમાં સિંહ જોવા માટે મકાનો ભાડે આવે છે. આવા અનેક વિડિયો બહાર આવ્યા છે.[:]