[:gj]ગુજરાતના અંદાજપત્રમાં લઘુમતીના પાંચ ધર્મ માટે રૂ.5940 કરોડની માંગણી [:]

[:gj]રાજયમાં લધુમતિઓની વસ્તી કુલ ૧૧.પ % છે જેમાં મુસ્લીમ ૯.૭% , જૈન ૧.૦%ખ્રિસ્તી ૦.પ% સિખ ૦.૧ % બોદ્ધ ૦.૧ % તેમજ અન્ય ૦.૧ % છે. ગુજરાત રાજયનું ૧૮-૧૯ વર્ષનું બજેટ આશરે ૧,૮ર,૦૦૦ કરોડ હતું જેમાં લધુમતિ સમાજના વિકાસ કે રક્ષણ માટે કોઈ અલગથી નકકર ફાળવણી ન હતી, જેવી કેન્દ્ર સરકારના બજેટમાં હોય છે.
ગુજરાતમાં લઘુમતિ સમાજ વિકાસ અને રક્ષણ ક્ષેત્રે ખુબજ પાછળ છે જે બાબતે ગુજરાત સરકારે તાત્કાલીક નકકર પગલા લેવાની જરૂર છે હાલમાં વિધાનસભાનું ૧૯–ર૦ નું બજેટ સત્ર આવી રહયું છે જેમાં માયનોરીટી કોઓર્ડીનેશન કમીટીએ આ વર્ષે રૂ.5940 કરોડ અલગથી ફાળવવા માંગણી કરી છે.

શું છે માંગણી
1- રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલય (વિભાગ) ની સ્થાપના કરવા માં આવે.
2- રાજ્યના બજેટમાં લઘુમતી સમુદાયના વિકાસ માટે નક્કર રકમ ની ફાળવણી કરવામાં આવે.
3- રાજ્યમાં લઘુમતી આયોગ રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબૂતી માટેનું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવે.
4- રાજ્યના લઘુમતી બહુસંખ્યા ધરાવતા વિસ્તારોમાં ધોરણ ૧૨ સુધીની સરકારી શાળાઓ ખોલવામાં આવે.ઓ.
5- મદ્રસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે.
6- લઘુમતી સમુદાયના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવા માં આવે.
7- સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે સરકાર નીતિ બનાવે.
8- પ્રધાનમંત્રીના નવા ૧૫ મુદ્દાના કાર્યક્રમનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે.[:]