ગુજરાતના બે બુકીઓની ક્રિકેટમાં હની ટ્રેપમાં સંડોવાયાની શંકા

બુકીઓએે ક્રિકેટોને ફસાવવા માટે એક બોલીવુડની અભિનેત્રીનો સંપર્ક સાધ્યો છે. દુબઈમાં બેઠેલા બુકીઓ 10 ફિલ્મો કરી ચૂકેલી  અભિનેત્રીને ક્રિકેટરો સંપર્ક બનાવી ડ્રેસિંગ રૂમની માહિતી કઢાવવાની જવાબદારી સોંપી હોવાનું બહાર આવ્યુ છે. દુબઈના એક મોટા બુકીએ ક્રિકેટેરો ઉપર ‘હની ટ્રેપ’ નો પ્રયત્ન કર્યો છે.

બાદમાં બુકીના આદેશ મુજબ આ અભિનેત્રીએ બે ક્રિકેટરો સાથે કનેકશન ઉભા કર્યા હતા. અને પ્લાનિંગ મુજબ જ ડ્રેસિંગ રૂમની માહિતી બુકીને આપતી હતી. જા કે હનીટ્રેપમાં ફસાયેલા બંન્ને ક્રિકેટરોને અભિનેત્રી પર શંકા જતાં તેમણે સંપર્ક ઓછા કરી નાંખ્યા હતા.

હનીટ્રેપના ષડયંત્રમાં ગુજરાતના ખંભાતના બે બુકીઓ જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. ભારતીય એજન્સીઓએ  હનીટ્રેપની તપાસ ચલાવી છે. આઈસીસી અને બીસીસીઆઈને જાણ થતાં પણ ક્રિકેટરો સાથે સંપર્કમાં રહીને તમામ વિગતો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.