[:gj]ગુજરાતની મહિલાઓ સૌથી વધુ ખૂનમાં કેમ સંડોવાય છે  ?[:]

[:gj]ગુજરાતમાં 973 મહિલાઓને જેલમાં રાખી શકાય એવી ક્ષમતા છે. જેમાં 196 મહિલાઓ કાયમી કેદી હતા અને 295 મહિલાઓ કાચાકામના કેદી તરીકે જેલમાં હતા. અને 25 મહિલાઓ ડિટેન કરેલા હતા. 2015નો હમણા જ જાહેર થયેલો કેન્દ્ર સરકારનો અહેવાલ કહે છે કે, ગુજરાતમાં કૂલ 516 મહિલાઓ કેદી તરીકે હતા તે ક્ષમતાના પ્રમાણમાં 53 ટકા જેવો થાય છે.

261 મહિલાઓ પર ખૂનનો આરોપ હતો અથવા આરોપ સાબિત થયો હતો. જ્યારે 33 મહિલઓ પર ખૂની હુમલા બદલ જેલમાં હતી. આમ કૂલ 516માંથી 294 મહિલાઓ ખૂન કે ખૂની હુમલાના ગુનામાં હતી. 57 ટકા મહિલા કેદીઓ ખૂન કે ખૂની હુમલા કર્યા હતા.

મહિલાઓ કેવા ગુના કરે છે  ?

કાચાકામની કેદી

કાચાકામની કેદી મહિલાઓની સંખ્યા 280 હતી જેમાં 138 મહિલા કેદીઓએ ખૂન કરેલા હતા. 26 મહિલાઓ ખૂનનો પ્રયાસ કરેલો હોય એવા હતા. 18 મહિલાઓ બળાત્કારના ગુનામાં સંડોવાયેલી હતી. 8 મહિલાઓ અપહરણ અને શોષણના ગુનામાં સંડોવાયેલી હતી. 1 મહિલા ડાકુગીરીમાં સામેલ હતા. 4 લૂંટના ગુનામાં જેલ ભોગવતી હતી. 6 ગુના એવા હતા કે જે ચોરાના હતા. વિશ્વાસ ભંગના 3 કેદી હતા. અને છેતરપીંડીમાં પણ 3 મહિલાઓ કેદી હતી. 5 મહિલાઓ દહેજના ગુનામાં અને 31 ગુના એવા હતા કે જે પતિ, સંબંધીઓ દ્વારા અત્યાચાર થયો હોય. 32 મહિલાઓ અન્ય ગુનામાં સંડોવાયેલી હતી.

સજા ભોગવતાં હોય એવા કેદી

182 મહિલાઓને અદાલતે સજા કરી હતી જે કેદી તરીકે જેલમાં સજા ભોગવી રહ્યાં હતા. જેમાં 123 ખૂન, 7 ખૂનનો પ્રયાસ, 8 બળાત્કાર, 10 અપહરણ, 4 લૂંટ, 1 છેતરપીંડી, 2 દહેજના ગુના, 5 ઘરના લોકો દ્વારા અત્યાચાર અને 7 બીજા ગુનામાં સજા ભોગવતી હતી.

ક્રાઈમ રિપોર્ટર શું કહે છે

ગુજરાતની મહિલાઓ કેમ વધું ખૂનના ગુનામાં સંડોવાયેલી હોય છે એ અંગે ગુજરાતના જાણીતા ક્રાઈમ રિપોર્ટર અને લેખક પ્રશાંત દયાળ આ આંકડાઓનું વિશ્લેષણ કરતાં કહે છે કે, જે ખૂન થાય છે તે પરિવારમાં થયા હોય છે. ઉશ્કેરાટ કે લાગણીથી ખૂન કરતી હોય છે. જેમાં પણ ખૂનનો હેતુ ન હોય અને ખૂન થઈ ગયું હોય એવી મહિલાઓ 99 ટકા હોય છે. બહાર જઈને ખૂન કરે એવું ભાગ્યે જ બને છે. મહિલાઓના હાથે તનાવમાં હત્યા કરી બેસે છે. ગુજરાતી મહિલાઓ મનોચિકીત્સક પાસે સારવાર લેવા જતી નથી. મહિલાઓ આયોજન બદ્ધ ખૂન કરવા જતી હોય એવી માત્ર 1 ટકો જ હોય છે.[:]