[:gj]ગુજરાતને અન્યાય થયો કેમ કહેવાય [:]

[:gj]ગુજરાતના મુખ્યપ્રધાન, તેમના પ્રધાનો અને ભાજપના નેતાઓ સતત એમ કહે છે કે ગુજરાતને ભારત સરકાર અન્યાય કરે છે. ઘણા પ્રધાનો તદ્દન મનઘડંત આંકડા આપીને વાતો કરતાં જોવા મળ્યા છે પણ હકીકતમાં, ગુજરાતને ભારત સરકાર તરફથી અન્યાય થાય છે એમ સતત કહેવું એ ગુજરાતના લોકોના મગજમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અસંતોષનાં બીજ વાવવા સમાન છે.

યાદ રહે કે નરેન્દ્ર મોદી 2001ના ઓક્ટોબરમાં મુખ્યપ્રધાન થયા ત્યારથી મે-2004 સુધી કદી પણ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને અન્યાય થતો હોવાનું બોલ્યા નહોતા. તેનું કારણ એ હતું કે તે ગાળા દરમિયાન કેન્દ્રમાં અટલબિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએની સરકાર અસ્તિત્વમાં હતી. આમ “ગુજરાતને અન્યાય”ની ભાષા કોંગ્રેસ-વિરોધની મૂળ ભૂમિકામાંથી જન્મી છે.

ગુજરાત સરકારને નાણાંપંચની ભલામણ અનુસાર કેન્દ્ર સરકાર પાસેથી દર વર્ષે અનુદાન મળે છે. એ છ વેરાઓમાંથી મળે છે. આવકવેરો, કંપનીવેરો, સંપત્તિવેરો, સેવાવેરો, આબકારીજકાત અને કસ્ટમજકાત. આ ગ્રાન્ટ એવી હોય છે કે જે બિનશરતી હોય છે, એટલે કે ગુજરાત સરકારને એનો જ્યાં ઉપયોગ કરવો હોય ત્યાં કરી શકે છે.
અહીં આપેલી હકીકતોથી એ સાબિત થાય છે કે ગુજરાતને કોઇ અન્યાય થતો જ નથી અને ગુજરાતના નાગરિકોને તથા મતદારોએ ભાષાની ભૂરકી હેઠળ જવું જોઇએ નહીં. જો “ગુજરાતને અન્યાય”ની લાગણી ભવિષ્યમાં પ્રબળ બનતી જાય તો ગુજરાતને ભારતમાંથી અલગ થવાની ઇચ્છા જન્મે.

ગુજરાત સરકારને નાણાંપંચની ભલામણ અનુસાર કેન્દ્ર સરકાર પાસેથી દર વર્ષે અનુદાન મળે છે. એ છ વેરાઓમાંથી મળે છે. આવકવેરો, કંપનીવેરો, સંપત્તિવેરો, સેવાવેરો, આબકારીજકાત અને કસ્ટમજકાત. આ ગ્રાન્ટ એવી હોય છે કે જે બિનશરતી હોય છે, એટલે કે ગુજરાત સરકારને એનો જ્યાં ઉપયોગ કરવો હોય ત્યાં કરી શકે છે.

દરેક રાજ્યને નાણાંપંચ દ્વારા મોટે ભાગે વસ્તી, ગરીબી અને રાજ્યના બજેટની સ્થિતિ જેવાં ધોરણોને આધારે ગ્રાન્ટ આપવાની ભલામણ કરવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે જે રાજ્યની વસ્તી અને ગરીબી વધારે હોય તે રાજ્યને નાણાં વધારે મળે.

દા.ત. ઉત્તરપ્રદેશને 13મા નાણાંપંચની ભલામણ અનુસાર કેન્દ્ર સરકાર તરફથી સેવાવેરા સિવાયના પાંચ વેરાની આવકમાંથી 19.677 ટકા રકમ ગ્રાંટપેટે મળે છે અને ગુજરાતને 3.041 ટકા રકમ મળે છે. એ જ રીતે, સેવાવેરામાંથી ઉત્તરપ્રદેશને 19.987 ટકા રકમ મળે છે અને ગુજરાતને 3.089 ટકા રકમ મળે છે.

ગુજરાતને જે ગ્રાન્ટ 2008-09માં મળી હતી તે રૂ. 5726 કરોડ જેટલી હતી અને 2012-13માં એટલે કે ચાલુ વર્ષે તે 9227 કરોડ રૂ. થવાનો અંદાજ ગુજરાતના બજેટમાં મૂકવામાં આવ્યો છે. આમ, તેમાં ચાર જ વર્ષમાં 61 ટકાનો વધારો થયો. તો પછી ગુજરાત સરકારને કે ગુજરાતને અન્યાય થયો કેવી રીતે કહેવાય?
ઉત્તરપ્રદેશને ગુજરાત કરતાં લગભગ છ ગણી રકમ મળે છે કારણ કે ઉત્તરપ્રદેશની વસ્તી ગુજરાત કરતાં લગભગ સાડા ત્રણ ગણી વધારે છે અને ઉત્તરપ્રદેશમાં ગુજરાત કરતાં ગરીબી પણ ઘણી વધારે છે. હવે જો ગુજરાતને ઉત્તરપ્રદેશ જેટલી રકમ જોઇતી હોય તો ગુજરાતે વસ્તી વધારવી પડે અને ગરીબ બનવું પડે. ગુજરાત સરકારે ગુજરાતને થતો અન્યાય રોકવા માટે વસ્તીવૃદ્ધિ યોજના જાહેર કરવી પડે! અને વળી, ગુજરાત તો વાઇબ્રન્ટ છે એટલે ગરીબ કયાંથી હોય?

નાણાંપંચની ભલામણ અનુસાર જે રાજ્યોને વધારે નાણાં મળે છે એ તમામ રાજ્યોની વસ્તી ગુજરાત કરતાં વધારે છે અને ત્યાં ગરીબી પણ વધારે છે. જો ગુજરાત માટે કેન્દ્ર પાસેથી વધારે નાણાં જોઇતાં હોય તો એ રાજ્યોને સંઘભારતની સાથે રાખવા એનો વિચાર કરવો પડે!

નાણાંપંચની ભલામણ અનુસાર ગુજરાતને જે ગ્રાન્ટ 2008-09માં મળી હતી. તે રૂ. 5726 કરોડ જેટલી હતી અને 2012-13માં એટલે કે ચાલુ વર્ષે તે 9227 કરોડ રૂ. થવાનો અંદાજ ગુજરાતના બજેટમાં મૂકવામાં આવ્યો છે. આમ, તેમાં ચાર જ વર્ષમાં 61 ટકાનો વધારો થયો. તો પછી ગુજરાત સરકારને કે ગુજરાતને અન્યાય થયો કેવી રીતે કહેવાય?

ઉપરાંત, ભારતનાં કુલ 29 રાજ્યોમાંથી 16 રાજ્યો એવાં છે કે જેમને ગુજરાત કરતાં પણ ઓછાં નાણાં મળે છે, તેમ છતાં એ રાજ્યોના મુખ્યપ્રધાનો પોતાનાં રાજ્યોને કેન્દ્ર સરકાર અન્યાય કરે છે એવું બોલતાં નથી. જમ્મુ-કાશ્મીરને સેવાવેરાની આવકમાંથી એક રૂપિયો પણ આપવાની નાણાંપંચે ભલામણ કરી નથી અને તેને મળતો પણ નથી, તેમ છતાં તેના મુખ્યપ્રધાને કદી પણ એમાં જમ્મુ-કાશ્મીરને અન્યાય થયો હોવાનું કહ્યું હોય એવું જાણમાં નથી.

હેમંત શાહ (લેખક વૈશ્વિક અને ભારતીય રાજનીતિ અને અર્થનીતિના વિશેષજ્ઞ અને વિશ્લેષક છે.)[:]