[:gj]ગુજરાતનો કપાસ ચીનને વિસ્વમાં બીજા નંબરે ધકેલી દેશે[:]

[:gj]ર૦૧૯-ર૦ના સીઝનમાં ચીનને પાછળ મુકી ભારત વિશ્વનો સૌથી મોટો કોટન ઉત્પાદક દેશ બની શકે છે, એવું તાજેતરમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરે જણાવ્યુ હતું. જેમાં ગુજરાતનો સૌથી મોટો હિસ્સો છે કારણ કે ચાઈના સુરેન્દ્રનગરના વિસ્તારમાંથી કપાસ ખરીદે છે. જેની નિકાસ ચાઈના થઈ રહી છે.

આ સમય ગાળા દરમિયાન દેશમાં કપાસનું ઉત્પાદન ૩૦ લાખ ગાંસડી વધીને ર૮પ લાખ ગાંસડી થવાની અપેક્ષા છે જ્યારે ચીનનું ઉત્પાદન ર૭૭.પ લાખ ગાંસડી થવાનો અંદાજ છે. ર૦૧૯-ર૦માં ભારતમાં આશરે ૧ર૩.પ લાખ હેક્ટરમાં કપાસનું વાવતેર થયુ છે બીજી બાજુ કપાસના ભાવ પણ સારા મળે એવી આશા છે. સમગ્ર દેશમાં કપાસની ઉત્પાદકતામાં વધારો થવાની અંદાજ વ્યક્ત કર્યો છે. ર૦૧૯-ર૦માં કપાસનું ઉત્પાદન ૩૦ લાખ ગાંસડી વધીને ર૮પ લાખ ગાંસડી થવાનો અંદાજ છે. ર૦૧૯-ર૦માં ચીને ર૭૭.પ લાખ ગાંસડીનો અંદાજ વ્યક્ત કર્યો છે જે અગાઉના સીઝનની તુલનાએ સમાન છે. બીજી બાજુ ચીનમાં લગભગ ૩૪.પ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યુ છે. બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયામાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે. ર૦૧૮-૧૯માં બ્રાઝિલમાં ઉત્પાદન ૧ર૦ લાખ ગાંસડી થવાનો અંદાજ હતો જે હવે ઘટીને ૮,૦૦,૦૦૦ ગાંસડી થવાનો અંદાજ છે. વાવેતર વિસ્તાર અને ઉત્પાદકતા બંનેમાં એકંદરે ઘટાડો થયો છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા ઉત્પાદન ૧ર ટકા ઘટીને રર લાખ ગાંસડી થયુ છે જે એક દાયકાના સૌથી ઓછુ ઉત્પાદન માનવામાં આવે છે. વર્લ્ડ કોટન પ્રોડક્શનના અંદાજ મુજબ, ર૦૧૯-ર૦માં ૧રપપ લાખ ગાંસડીનું ઉત્પાદન થયુ હતુ જ્યારે ર૦૧૮-૧૯માં ૭૦ લાખ ગાંસડીનું ઉત્પાદન કરવામાં આવ્ય હતું. વૈશ્વિક સ્તરે ૩૪પ લાખ હેક્ટરમાં કપાસનું વાવતેર થયુ છે જે ૮ વર્ષમાં સૌથી વધારે વાવતેર માનવામાં આવે છે. તેની ર૦૧૯-ર૦ વૈશ્વિક સ્તરે કપાસની ઉત્પાદકતા વધીને પ્રતિ હેક્ટર ૭૯૧ કિલો થઈ છે.

અમેરિકાના કૃષિ વિભાગ (USDA)એ વર્ષ 2019-20 દરમિયાન વૈશ્વિક સ્તરે કોટનનો મીલ વપરાશ વધીને વિક્રમી ઊંચાઇએ પહોંચવાનો અંદાજ મૂક્યો છે. જેમાં કોટનનો વૈશ્વિક વપરાશ વધીને 12.59 કરોડ ગાંસડી રહેવાની ધારણા છે જે વર્ષ 2018-19માંની તુલનાએ 32 લાખ ગાંસડી કે 2.6 ટકા વધારે હોવાની સાથે અગાઉના વર્ષ 2006-7ના પાછલા વિક્રમની તુલનાએ 17 લાખ ગાંસડી ઉંચો અંદાજ છે. વિતેલી પાંચ માંથી ચાર સિઝન દરમિયાન કોટનનો વૈશ્વિક વપરાશ ઉત્પાદન કરતા વધારે રહ્યો છે. યુએસડીએ તેની કોટન અને વુલ આઉટલૂક શિષર્ક હેઠળની રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ 2020માં વૈશ્વિક આર્થિક વિકાસદરમાં સુધારા પાછળ કોટનનો વપરાશ વધવાની સંભાવના છે. ચીન, ભારત અને પાકિસ્તાન એ રો-કોટનના અગ્રણી સ્પિનર્સ છે અને કુલ જથ્થામાં તેનું યોગદાન 62 ટકા જેટલું હશે. યુએસડીએ એ કહ્યું કે, વિશ્વના કેટલાંક અગ્રણી ઉત્પાદક દેશોમાં હવામાનની પ્રતિકુળ પરિસ્થિતિઓ વચ્ચે પણ વર્ષ 2019-20 દરમિયાન કોટનનો વૈશ્વિક વપરાશ 12.55 કરોડ ગાંસડી રહેવાની ધારણા છે જે વર્ષ 2018-19ની સરખામણીએ 6 ટકા વધારે છે. નોંધનિય છે કે ચાલુ માર્કેટિંગ સિઝન દરમિયાન ભારતમાં કોટનના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને 315 લાખ ગાંસડી કરવામાં આવ્યો છે.[:]