[:gj]ગુજરાતમાં ભ્રષ્ટાચારની સાથે પ્રદુષણ વધી ગયુ [:]

[:gj]અમદાવાદઃ રાજ્યમાં વાયુ પ્રદૂષણ મામલે હાઈકોર્ટે આપેલા ચૂકાદાને કોંગ્રેસે આવકાર્યો છે. પરંતુ સાથે-સાથે સરકાર પર પ્રહાર પણ કર્યા છે. સરકારની નીતિઓને કારણે રાજ્યમાં પ્રદૂષણ વધી રહ્યું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, 2017 સુધીમાં 9,75,349 જેટલા વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 11 ટકા જંગલ વિસ્તાર છે. સરકાર વૃક્ષોનું છેદન કરી રહી છે જેના કારણે 5 વર્ષમાં જ 309 ચોરસ કિમી વન વિસ્તારમાં ઘટાડો થયો છે. ગુજરાતના નાગરિકોને અસ્થમા, ફેફસાનું કેન્સર, યાદશક્તિ ઘટવી, લકવા, માનસિક તણાવ, ઓછા વજનના બાળકનો જન્મ, હૃદયની બીમારી સહિતના મોટા રોગો પ્રદૂષણના કારણે જ થાય છે.   વાયુ પ્રદૂષણના કારણે 1.2મિલિયન જેટલા લોકોના મૃત્યુ થયા છે. લોકસભામાં ચર્ચા થઇ હતી કે, અમદાવાદ શહેરમાં સૌથી પ્રદૂષણ છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, વાપી, અંકલેશ્વર સૌથી પ્રદૂષણવાળા શહેર છે. ક્રિટિકલ પોલ્યૂટેડ વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત સહિતની જીઆઇડીસી છે. સરકારે આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરવી જોઈએ.[:]