[:gj]ગુજરાતમાં 60 પક્ષો લોકસભા ચૂંટણીના મેદાનમાં[:]

[:gj](દિલીપ પટેલ)

573 ઉમેદવારોએ 4 એપ્રિલ 2019માં આખરી દિવસ સુધીમાં ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેમાં 366 અપક્ષો છે. પક્ષોના ઉમેદવાર 207 ઉમેદવાર છે. બે મહત્વના પક્ષો કોંગ્રેસ અને ભાજપના ડમી ઉમેદવારો પણ તેમાં આવી જાય છે. માત્ર 3 પક્ષોએ તમામ બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. ચોથા નંબર પર નવો પક્ષ હિન્દુસ્થાન નિર્માણ દળ છે. ભારતીય ટ્રાઈબલ પક્ષે પણ પોતાના સારા એવા ઉમેદવારો ઊભા રાખ્યા છે.

કૂલ 60 રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. એક ઉમેદવાર હોય એવા 27 પક્ષોના 27 ઉમેદવારો છે. 8 પક્ષ એવા છે કે જે પોતાના 3 ઉમેદવારો ઊભા રાખ્યા છે. 18 પક્ષ એવા છે કે જેમણે પોતાના બે ઉમેદવારો ઊભા રાખ્યા છે.

રાજકીય પક્ષોના ડમી એવા 50 ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચશે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવા ઉપરાંત ઉમેદવારી પત્રો તપાસીને રદ થાય ત્યારે આખરી ચિત્ર સ્પષ્ટ થશે. પણ હાલ તો 60 પક્ષોએ ચૂંટણી લડવા માટે રણમાં આવને ઊભા છે.

સૌથી વધુ અપક્ષ ઉમેદવારો મેદાને છે. જે 366 થવા જાય છે. એક બે ઉમેદવારો સાથે આવા એકલદોકલ ઊમેદવારો 400 જેવા થઈ જાય છે. જેમાંથી સારી એવી સંખ્યામાં પોતાની ઊમેદવારી પરત ખેંચશે. 26માંથી 24 બેઠક એવી છે કે જેના પર સત્તાધારી પક્ષે ચોક્કસ મત કાપવા અપક્ષ કે પક્ષને ઊભા કરી દીધા છે. આ પ્રમાણ કોંગ્રેસમાં ઓછું છે. એક અંદાજ પ્રમાણે બે રાજકીય પક્ષો મળીને રૂ.1,000 કરોડનું ખર્ચ તેમના ઉમેદવારો કરશે.

અપક્ષ – 366

કોંગ્રેસ – 52

ભાજપ – 47

બહુજન સમાજ પાર્ટી – 27

હિન્દુસ્થાન નિર્માણ દળ 11

ભારતીય ટ્રાયબલ પાર્ટી – 9

બહુજન મુક્તિ પાર્ટી – 8

યુવા જન જાગૃતિ પાર્ટી – 6

અપના દેશ પાર્ટી – 5

વ્યવસ્થા પરિવર્તન પાર્ટી – 4

ગરવી ગુજરાત પાર્ટી – 3

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી – 3

સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટી – 3

વિશ્વ માનવ સમાજ કલ્યાણ પરિષદ – 3

માનવ સમાજ કલ્યાણ પરિષદ – 3

વિશ્વ માનવ સમાજ કલ્યાણ પરિષદ – 3

ભારત સત્યાગ્રહ પાર્ટી – 3

રાષ્ટ્રીય પાવર પાર્ટી – 2

રાષ્ટ્રીય સમાજ પક્ષ – 2

ઓલ ઈન્‍ડિયા હિંદુસ્તાન કોંગ્રેસ પાર્ટી – 2

નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી – 2

ભારતીય નેશનલ જનતા દળ – 2

સંયુક્ત વિકાસ પાર્ટી – 2

ઓલ ઈન્‍ડીયા હિન્‍દુસ્તાન કોંગ્રેસ પાર્ટી – 2

સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કમ્યુનિસ્ટ) – 2

પીપલ્સ પાર્ટી ઓફ ઈન્‍ડિયા (ડેમોક્રેટીક – 2

આંબેડકર સમાજ પાર્ટી – 2

અંબેડકર નેશનલ કોંગ્રેસ – 2

જન સત્યપથ પાર્ટી – 2

રાઈટ ટુ રિકોલ પાર્ટી – 2

બહુજન રિપબ્લીકન સોશ્યાલીસ્ટ પાર્ટી – 2

પીપલ્સ પાર્ટી ઓફ ઈન્‍ડિયા (ડેમોક્રેટીક) – 2

રાષ્ટ્રીય જનક્રાંતી પાર્ટી – 2

ગુજરાત જનતા પંચાયત પાર્ટી – 2

જન સંઘર્ષ વિરાટ – 2

 

એક ઉમેદવાર હોય એવા પક્ષો

મહાન ભારતીય સંગઠન પાર્ટી – 1

ન્યુ ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ પાર્ટી – 1

ભારતીય બહુજન કોંગ્રેસ – 1

માનવાધિકાર નેશન પાર્ટી – 1

રાષ્ટ્રવાદી જનલોક દળ – 1

યુવા જનજાગૃતિ પાર્ટી – 1

પિરામિડ પાર્ટી ઓફ ઇન્ડિયા – 1

મહાસંકલ્પ જનતા પાર્ટી – 1

ગરીબ જનશક્તિ પાર્ટી – 1

રાષ્ટ્રીય નવનિર્માણ ભારતપાર્ટી – 1

ન્યુ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી – 1

ભારતીય શકિત ચેતના પાર્ટી – 1

બહુજન મુકતી પાર્ટી – 1

અખિલ ભારતીય જનસંઘ – 1

ઇન્ડિયન બિઝનેસ પાર્ટી – 1

સર્વોદય ભારત પાર્ટી – 1

પ્રજાતંત્ર આધાર પાર્ટી – 1

લોકતાંત્રીક રાષ્ટ્રવાદી પાર્ટી – 1

જન સત્ય પથ પાર્ટી – 1

બહુજન મહા પાર્ટી – 1

સંસ્કૃતિરક્ષા દલ – 1

માનવાધિકાર નેશનલ પાર્ટી – 1

આંબેડકરાઈટ પાર્ટી ઓફ ઈન્‍ડીયા – 1

સમતા સમાજવાદી કોંગ્રેસ પાર્ટી – 1

રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી(સેક્યુલર) – 1

જન સંઘર્ષ વિરાટ પાર્ટી – 1[:]