[:gj]ગુજરાત રાજયમાં 84 ટકાથી વધુ વરસાદ; મેઘમહેરથી ૪૦ ડેમો છલકાયાં[:]

[:gj]ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને કારણે અત્યાર સુધીમાં એટલે કે ૧૪ ઑગસ્ટ-સવારે ૮.૦૦ વાગ્યે  સરેરાશ ૮૪  ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યના કુલ ૨૦૪  જળાશયોમાંથી ૩૪  જળાશયો ૨૫  થી ૫૦  ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે ૪૦  જળાશયો છલકાઈ ગયા  છે. 30 જળાશયો ૭૦  થી ૧૦૦  ટકા તેમજ 30 જળાશયો ૫૦  થી ૭૦  ટકા વચ્ચે ભરાયાં છે. સરદાર સરોવર જળાશય કૂલ સંગ્રહશક્તિના ૭૮  ટકા ભરાઈ ગયું છે. અત્યાર સુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૦૧.૪૨ ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલ માહિતી દ્વારા જાણવા મળ્યું છે કે  ગુજરાત રાજ્યમાં હાલમાં ૧૦૦૦ ક્યુસેક તથા વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૮૯૫૮૪ , ઉકાઇમાં ૮૧,૫૫૦ , વણાકબોરીમાં ૩૨,૩૧૮,  કડાણામાં ૨૨,૦૧૦  ,દમણગંગામાં ૯,૯૪૭ , કરજણમાં ૮,૮૧૨,  સુખીમાં ૪,૮૫૫  ક્યુસેકનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતના ૧૫  જળાશયોમાં ૨૦.૧૦  ટકા, મધ્ય ગુજરાતના ૧૭  જળાશયોમાં ૮૮.૫૪  ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૮.૫૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૭.૫૬ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯  જળાશયોમાં ૫૦.૩૬  એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૬૭.૯૩  ટકા સંગ્રહાયેલો છે.

………………….[:]