[:gj]ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદનો કરોડોનો ગોટાળો[:]

[:gj]

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા જીવન શિક્ષણ મેગેઝિન છાપવાની કામગીરી સોંપ્યા પછી તેના બિલમાં મેગેઝિન છાપનાર કંપની રિલાયેબલ આર્ટ પ્રીન્ટરી રૂા.6.9 કરોડ વધુ લઈ ગઈ હોવાનો ઘટસ્ફોટ થતા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદે રૂા.6.9 કરોડની રિકવરી ચાલુ કરી છે.

ગુજરાત સરકારથી વધુ ચુકવાઈ ગયેલા નાણા સરકારની તિજોરીમાં લાંબા સમયથી પરત આવતા નથી. અધિકારીઓ પણ આ કેસમાં ત્વરિત રિકવરી કરવાને બદલે મંથરગતિએ કેસ આગળ ધપાવી રહ્યા છે.

એકાઉન્ટન્ટ જનરલની રાજકોટ કચેરીએ આ ગોટાળો પકડી પાડી હતી. પરિણામે કંપનીના ડિરેકટર વિશાલ શાહ, નિલેશ પટેલ, વ્રજમોહન શાહ, સ્જનિકાન્ત પટેલ, ભદ્રેશ પટેલ, નિકુંજ રમેશ ચંદ્રઠેકડીને કારણદર્શન નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસને આધારે નાણાની પરત ચૂકવણી માટે 10મી ઓકટોબરે તેમને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજર ન રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.[:]