[:gj]ગુજરાત RSSના પ્રથમ પ્રાંત પ્રચારક મધુકરરાવને ભાજપ ભૂલી ગયો  [:]

[:gj]મોહન ભાગવત ગુજરાત આવે છે ત્યારે ભાજપના નેતાઓ તેમની ચારેબાજુ વિંટળાઈ વળે છે પણ મોહન ભાગવતના પિતા મધુકરરાવ ગુજરાતના પ્રથમ પ્રચારક હતા તે ભાજપના નેતાઓને યાદ પણ નથી. ડોક્ટરે જેમને ચન્દ્રપુરના સંઘચાલક નિયુક્ત કર્યા તે નારાયણરાવ (નાના સાહેબ) ભાગવતના સુપુત્ર અને વર્તમાન સરસંઘચાલક માન્યવર મોહન ભાગવતના પિતા મધુકરરાવ ભાગવતનો જન્મ નાગપુર પાસે આવેલા ચન્દ્રપુરમાં થયો હતો. તેમના પિતા નારાયણ રાવ ભાગવત વકીલ અને જિલ્લા સંધચાકલ હતા. ગુજરાતના પ્રથમ પ્રચારક મરાઠી હતી. આજે પણ ગુજરાત સંઘમાં મરાઠી વધું સેવા આપી રહ્યાં છે. જેમાં મોટાભાગને બ્રાહ્મણ છે. રાજકારણમાં આગળ વધવા માટે ભાજપના કાર્યકરો સંઘી હોવાનો ઢોંગ કરે છે પણ ખરા સંઘીઓને તેઓ યાદ પણ રાખતાં નથી.

1929માં ચન્દ્રપુરમાં જ મધુકર સ્વયંસેવક બન્યા હતા. મેટ્રીક સુધીમાં તો તેમણે તૃતિય વર્ષનુ શિક્ષણ પણ મેળવી લીધું હતું. B.Sc. સુધી શિક્ષણ લીધું અને 1941માં પ્રચારક જીવનનો પ્રારંભ કર્યો હતો. થોડા જ સમય પછી પ્રાંત પ્રચારક તરીકે ગુજરાતમાં આવ્યા હતા. સંઘના ઘોષ અને સાંગીતમાં તેમને વધારે રસ હતો.

1943માં તેમના માતાનો દેહાંત થયો અને તેમને પિતાના અતિ આગ્રહને વશ થઈ લગ્ન કરવા પડ્યાં હતા. લગ્ન પછી તેઓ ફરી પ્રચારક તરીકે ગુજરાતમાં આવ્યા હતા. 1950માં પાછા ગયા હતા. ગુજરાતના પ્રારંભિક કાળમાં તેમના પ્રચારકજીવન દરમિયાન રાજકોટ, સૌરાષ્ટ્ર, અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં તેમણે ઊભા કરેલા કાર્યકર્તાઓના સમૂહે ઘણાં વર્ષો સુધી ગુજરાતના સંઘકાર્યનું નેતૃત્વ કર્યું હતું. અનેક આદર્શો સ્થાપિત કર્યા હતા. તે આદર્શોની વિરૃદ્ધ ભાજપના નેતાઓ વર્તી રહ્યાં છે. જે સંઘમાંથી આવે છે. સંઘ પરના સરદાર પટેલે મૂકેલા પ્રથમ પ્રતિબંધ વખતે તેમણે ગુજરાતના સંઘર્ષનું નેતૃત્વ કર્યું. 2004માં ચન્દ્રપુર ખાતે તેમનું દુ:ખદ અવસાન થયું. જેમને આજે 29 નવેમ્બર 2018માં બહું ઓછા લોકો યાદ કરે છે.[:]