[:gj]ગૃહ પ્રધાન પ્રધાન પ્રદીપ જાડેજાના વિસ્તારમાં સામુહિક બળાત્કાર કરી વિડિયો ઉતાર્યો [:]

[:gj]અમદાવાદમાં ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર બે યુવકોએ સામુહિક બળાત્કાર ગુજારી તેનો વિડિયો ઊતારી  વાયરલ કર્યો છે. શહેરના જ્યાં સૌથી વધું દારુના અડ્ડા અવે ગુનખોરી થાય છે તે કુબેરનગર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીના ઘરની નજીક યુવક સાથે સંપર્કમાં આવી હતી.

ઘણી વાતચીત થતી હતી. સગીરાને બહાર બોલાવી બે વખત અજાણ્યા સ્થળે લઈ જઈ તેના ઉપર તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. બદનામાના ભયે સગીરા ચુપ રહી હતી. હવસખોર યુવક તેને બ્લેક મેઈક કરી રહ્યો હતો.

વિદ્યાર્થિની માનસિક રીતે ત્રસ્ત બની ગઈ હતી. સગીરાના પિતાનું મોત થતાં પરિવાર વ્યથિત બની ગયો હતો. જેનો ફાયદો લઈને પાડોશી યુવક આ સગીરાને 14 ઓગસ્ટ 2019ના રોજ સવારે 7 વાગે સ્કુલે જવાના રસ્તે સૈજપુર ગરનાળા પાસે આંતરી હતી.

બળજબરીપૂર્વક એક્ટિાવામાં બેસાડી તેના મિત્રના ઘરે શાહીબાગ સિવિલ હોસ્પિટલમાં પાછળ આવેલા એક ફલેટમાં લઈ ગયો હતો. ફલેટમા ઉપર આવવાની ના પાડતાં તેને ધમકીઓ આપી લઈ ગયો હતો. મિત્રના ફલેટમાં આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ યુવકના તેના મિત્રએ પણ આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.

બળાત્કાર કરતી વખતે સગીરાનો વિડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. આ વિડિયો ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાના જૂના મત વિસ્તાર અસારવામાં ઉતારવામાં આવ્યો હતો. નજીક ભાજપના ધારાસભ્યની કચેરી આવેલી છે. પ્રદીપ જાડેજા અહીં નજીકમાં જ રહેતાં હતા.

બંને યુવકોએ સામુહિક બળાત્કાર ગુજારતા યુવતિ ખૂબ જ વ્યથિત બની ગઈ હતી. ત્યાંથી છુટી રીક્ષામાં બેસી ઘરે આવી ગઈ હતી. સામુહિક બળાત્કાર ગુજારનાર બંને શખ્સો કિશોરીને વિડીયો વાયરલ કરી દેવાની અને હત્યા કરવાની ધમકી  આપતાં હતા. તેથી સગીરા ગભરાઈ ગઈ હતી.

સગીરા અને તેનો પરિવાર બહારગામ ગયા ત્યારે તેના ભાઈના મોબાઈ ફોનમાં એક વીડિયો કોઈકે મોકલ્યો હતો.  તે વીડિયો જાઈ તે ચોંકી ઉઠયો હતો આ બિભત્સ વીડિયો તેની જ નાની બહેનનો હતો. જેના પરિણામે માતા અને મોટાભાઈએ આ અંગે પુછતા સગીરા રડવા લાગી હતી.

માતા અને ભાઈ સગીરાને લઈ મેઘાણીનગર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. શાહીબાગ સિવિલ હોસ્પિટલની પાછળ રહેતો શખ્સ અને તેમની બાજુમાં રહેતા યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.[:]