[:gj]ગૃહ રાજ્ય પ્રધાન જાડેજા, ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝનનો આ અહેવાલ અમિત શાહને વંચાવજો[:]

[:gj]અમદાવાદ, 12 જાન્યુઆરી 2020allgujaratnews.in

ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (સીસીટીવી) વિડિઓ કેમેરાનું જાળું આખા ગુજરાતમાં મોટા ભાગે ગોઠવાઈ ગયું  છે. જેમાં સર્વેલન્સ – તપાસ માટે એક સિસ્ટમ  હતા . તેમાં વિડિઓ કેમેરા, ડિસ્પ્લે મોનિટર, રેકોર્ડિંગ ડિવાઇસીસ, કેબલ નેટવર્ક, ઈન્ટરનેટ અને કંટ્રોલ રૂમ જેવા તત્વો સીધા જોડાયેલા છે. અમિત શાહે ગુજરાતની શહેરોની સુરક્ષા માટે CCTV કેમેરા નેટવર્ક ખુલ્લું મૂક્યું છે. વિજય રૂપાણીના ગૃહ વિભાગની આ યોજના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ શ્રેષ્ટ બનાવી હોવાથી લોકોએ આવકારી છે. જેનાથી લોકોને સલામતીનો અનુભ થઈ શકે છે.

આ યોજના અગાઉના વર્ષોમાં સમગ્ર રાજ્યમાં સરકારના ગૃહ વિભાગે કુલ 7327 સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ લાખોની સંખ્યામાં અને લોકોએ પોતાના મકાનની આસપાસ લાખોની સંખ્યામાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન લગાવી દીધા છે. સરકાર કરતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને લોકોએ જાતે આવી પદ્ધતિ ગોઠવી દીધી છે.

આ સમગ્ર પદ્ધતિ કેવી ચાલી રહી છે, તે અંગે અહીં વિસ્તૃત વિગતો આપવામાં આવી છે.

33 જિલ્લામાં રૂ.335 કરોડના કેમેરા

સેફ એન્ડ સિક્યોર ગુજરાત (SAS-GUJ) પ્રોજેક્ટ હેઠળ રૂ.335 કરોડના ખર્ચે રાજ્યના 33 જિલ્લા તથા 6  ધાર્મિક સ્થળોએ 1238 સ્થળોએ 7463 સીસીટીવી કેમેરા લગાવવા માટે બજેટ ફાળવી આપ્યું  હતા . ટ્રાફિક નિયમોના ભંગના કારણે રોડ-અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોની જાનહાનિ નિવારવા માટે ઈ-ચલણ મેમોની શરુઆત કરવામાં આવી હતી, જે ટેકનીકલ કારણોસર તેને બંધ કરી દેવાઈ હતી. ફરીથી 15 એપ્રિલ 2018થી તે શરૂ થઈ  હતા . ટ્રાફિકના શિસ્ત જાળવવા અને નિયમ ભંગના ગુના પર નિયંત્રણ લાવવા અને તમામ ગુનાઓનું પ્રમાણ ઘટે અને તપાસ ઝડપી બને તે માટે ગુજરાત સરકારે રાજ્યમાં સીસીટીવીનું નેટવર્ક ઊભું કરી દીધું  હતા.

7327 ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન લગાવેલા હતા જેમાં 2019માં 972 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હતા. (2019)

રાજ્યમાં જાળ સફળ અમલ નિષ્ફળ 

આમ સમગ્ર રાજ્યમાં જોઈએ તો કુલ 7327 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા  હતા  જે પૈકી 972 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં  હતા . સરકારે દાવો કર્યો  હતો  કે 2015, 2016, 2017માં મેન્ટેનન્સ માટે એક રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી. પરંતુ 2018માં સાડા છ લાખથી વધુનો અને 30 જૂન 2019ની સ્થિતિએ સાડા ચાર લાખ રૂપિયાનો ખર્ચ સીસીટીવી કેમેરાના મેન્ટેનન્સ કરાયો  હતા. આમ 2018 અને 2019 દરમિયાન સીસીટીવી કેમેરા પાછળ 11 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો  હતા  છતાં અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં નથી.

ગુનેગાર અને પોલીસ બન્ને ગભરાય  છે

સીસીટીવી કેમેરાથી ગુનેગારો ગભરાય છે. તેથી રસ્તાઓ પર કે પોલીસ સ્ટેશનની અંદર પણ અસામાજિક તત્વો અને ગુનેગારો ઉપર નજર રહે તેવા હેતુથી સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા  હતા .  પોલીસ દ્વારા પણ બળજબરી કે આરોપીઓ સાથે ખોટી રીતે મારઝૂડ ન થાય તે હેતુથી સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા  હતા,  પરંતુ 50 ટકા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં  હતા. વેપારીઓને ત્યાં મેન્ટેનસ કે અન્ય કોઇ કારણોથી તેમાંથી કેટલાક કેમેરા બંધ હોય પોલીસ અધિકારી આવા વેપારીઓને ડરાવે ધમકાવે છે. પોતાના પોલીસ સ્ટેશનમાં જ સીસીટીવી કેમેરા બંધ હોવા છતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ મૌન ધરીને બેસી ગયા હતા .

અમદાવાદ

અમદાવાદ શહેરમાં કુલ 720 સીસીટીવી કેમેરા લગાવાયા હતા. જેમાંથી 19 બંધ  હતા  આજે અમદાવાદ ગ્રામ્યમાં લગાવાયેલા 236 માંથી 32 કેમેરાઓ બંધ હાલતમાં હતા.

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 1500 જેટલા સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં રહેલા સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન બની ગયા હતા . નહેરુનગર જેવા શહેરના હાર્દ સમાન વિસ્તારમાં પણ અમુક સીસીટીવી બંધ હતા.  તો અમુક તૂટી ગયા હતા . તો કેટલાક કેમેરાની તો દિશા જ રોડને બદલે આકાશ તરફ જોવા મળી હતી.

અમદાવાદમાં 554 કેમેરા બંધ

અમદાવાદ શહેરમાં 12 ઓક્ટોબર 2018માં 554 કેમેરામાંથી એક પણ કેમેરા ચાલતાં ન હતા. 6 મહિનાથી ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ નહીં અપાયો હોવાથી તે ચાલતા ન હતા. 5 વર્ષથી ઇ-ગવર્નન્સ માટે ટ્રાફિકની કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કેમેરા મૂકાયા હતા. પોલીસના સર્વેલન્સ માટે પોલીસ કંટ્રોલરૂમથી આ કેમેરાનું મોનિટરિંગ થાય છે. માલિકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અને ઉપયોગ પોલીસ કરી રહી છે.

દેશનો પ્રથમ ઈમરજન્સી મોનિટરિંગ કંટ્રોલરૂમ

સ્માર્ટ સિટી અમદાવાદ શહેરના પાલડીમાં મોનિટરિંગ કંટ્રોલરૂમ 23 ફેબ્રુઆરી 2018માં શરૂ થયો હતો. જેમાં પોલીસ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 9 વિભાગો એએમટીએસ, બીઆરટીએસ, સ્કાડા, સહિતની કામગીરીનું નિરીક્ષણ સીસીટીવી કેમેરામાં જોઈને કરાય છે. પણ તેનો ફાયદો કેટલો થયો છે તેની સમિક્ષા થઈ નથી.

રીવરફ્રંટ 

અમદાવાદ, અમદાવાદ રિવરફ્રન્ટ કંપનીઓ કરોડો ઘૂમાડો કર્યો હોવાનું બહાર આવ્યુ  હતા ,નાગરિકોની સુરક્ષા તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવા માટે લગાવવામાં આવેલા રિવરફ્રંન્ટ પર કુલ 43 પૈકી 42 કેમેરા હાલમાં બંધ હાલતમાં  હતા . આમ સીસીટીવી સજ્જ અમદાવાદને સ્માર્ટ સીટી બનાવવાનો ફૂગ્ગો ફૂટ્યો  હતા. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનની લડાઇ વચ્ચે કેમેરા એક વર્ષથી બંધ હાલતમાં હતા .

શહેરના એસજી હાઇવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં નવા બિલ્ડિંગ તેમજ જૂના બિલ્ડિંગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હતા .

રાજકોટ વડોદરા

રાજકોટ શહેરમાં 162 માંથી 45 અને રાજકોટ ગ્રામ્યમાં બસોમાંથી 45 સીસીટીવી કેમેરા બંધ  હતા  જ્યારે વડોદરા શહેરમાં 288 માંથી 18 અને વડોદરા ગ્રામ્ય માં 137 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં  હતા .

16 ચેક પોસ્ટના કેમેરાનું શું થયું હશે ?

રાજસ્થાન સરહદે આવેલી ગુજરાતની ચેકપોસ્ટોમાં કેમેરા હતા. હવે ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી છે. બનાસકાંઠા જીલ્લામાં આવેલી પાંચ ચેકપોસ્ટોમાં ઈ.સ.2000થી મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા પૈકી એકપણ સીસીટીવી અત્યારે કાર્યરત ન હતા. હવે પોસ્ટ બંધ કરી દેવામાં આવી. તે 16 ચેક પોસ્ટના કેમેરાનું શું થયું હશે ?

ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં દારૂ પ્રવેશ અંગેનો મુદ્દો ચગ્યો હતો. ગુજરાતમાં દારૂ કેમ પ્રવેશે  હતા  તેના રહસ્ય પરથી પડદો ઉંચકાયો હતો. વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યમાં દારૂ પ્રવેશનું રહસ્ય ખૂલ્યું હતું. ગુજરાતની ચેક પોસ્ટ પર કેમેરા ચોક્કસ સમયે જ સીસીટીવી કેમેરા બંધ રહેતા હોવાની પ્રશ્નોત્તરી દરમિયાન વિગત બહાર આવી હતી. ગુજરાતમાં પ્રવેશતા અમીરગઢ ગુંદરી અંબાજી થરાદ વગેરે ચેકપોસ્ટ પરના સીસીટીવી અમુક ચોક્કસ સમયે બંધ થઈ જવાની વિગત બહાર આવી હતી. હવે ચેર પોસ્ટ બંધ કરી તેની સાથે કેમેરા બંધ થયા હતા.

ભ્રષ્ટાચાર 

ગુજરાતમાં હવે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (સીસીટીવી)ના નામે કરોડો રૂપિયાનું રોકાણ થઈ ગયું છે અને તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (સીસીટીવી)ના કોઈ નીતિ, નિયમો, શરતો, ધોરણો નક્કી કરાયા નથી કે તેને કાયદાકીય માન્યતા આપવામાં આવી નથી. આ સિસ્ટમ કેવી જોવી જોઈએ એ અંગે હજું શહેરી વિસ્તારો કે ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ માપદંડ નક્કી કરાયા નથી. તેથી ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જ્યા સીસ્ટમ લગાવી છે તેની સમિક્ષા સરકાર તરફથી યોગ્ય રીતે થઈ નથી.

9 ફેબ્રુઆરી 2019નો સરકારને આપવામાં આવેલો અહેવાલ નીચે પ્રમાણે હતો

2012માં મુંબઇમાં 6 હજાર સીસીટીવી કેમેરા લગાવવાનું કામ શરૂ થયું હતું. દિલ્હી શહેરમાં 530 લીકર શોપ ઉપર પણ કેમેરા ગોઠવાયા હતા. પુનામાં 79 કેમેરા હતા અને બીજા 837 ગોઠવવામાં આવી રહ્યાં હતા.  હૈદરાબાદમાં 225 કેમેરા હતા અને 600  મૂકવાના હતા. સુરતમાં 100 સીસીટીવી રાખવાની દરખાસ્ત હતી. જ્યારે વડોદરા શહેર ગુજરાતમાં પ્રથમ વખત 29 નંગ સીસીટીવી કેમેરા 2012માં કામ કરતાં થયા હતા. ગુજરાતમાં સરકારી, અર્ધસરકારી, કેન્દ્ર સરકાર અને ખાનગી લોકોના મળીને 10 લાખથી વધું સીસીટીવી કેમેરા કામ કરી રહ્યાં  હતા . જેનું સંકલન કોઈ એક જગ્યાએ થતું નથી. ગુજરાત સકારની પોતાની કેમેરા સિસ્ટમ  હતી  જે સીધી ગાંધીનગરના કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી  હતા . આ બધા કેમેરા મૂકી તો દેવાયા  હતા . પણ તેનું યોગ્ય કેન્દ્રીય સંચાલન થતું નથી અને તે માટે નવા નિયમો અને અલગથી કાયદો બનાવવાની જરૂર હવે ઊભી થઈ  હતી.allgujaratnews.in

ગાંધીનગરમાં 700 કેમેરા

ગાંધીનગર શહેરના માર્ગો પર 700 સીસીટીવી કેમેરા કામ કરી રહ્યાં હતા. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળે 7 વસાહતોમાં પણ કેમેરા મૂકેલા  હતા. રહેણાંકના ખાનગી વસાહતોમાં સીસીટીવી કેમેરા દ્વારા સિક્યુરિટી મોનીટરિંગ કરવામાં આવે છે. પાટનગર ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે ઈન્ટેગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)ની કામગીરી 2018થી ચાલી રહી  હતા . રૂ.70 કરોડના આ પ્રોજેક્ટમાં જાહેર પરિવહનની વ્યવસ્થાથી માંડીને ટ્રાફિક સિગ્નલ અને શહેરના મુખ્ય વિસ્તારોને આવરી લેવાના હતા. વોટર એન્ડ સ્યૂઅરેજ (સ્કાડા) સીસ્ટમ, ઈ-હેલ્થકેર, ઈ લર્નિંગ, જીઆઈએસ, સ્માર્ટ પાર્કિંગ ઉપરાંત મ્યુનિસિપલની તમામ સુવિધાઓને પણ કંટ્રોલ સેન્ટર સાથે સીધી સાંકળી શકાશે.

50 લાખ કેમેરા અને માનવ અધિકાર

ગુજરાતમાં આવા 10 લાખથી વધું વસાહતો, ઘર, દુકાનો, મોલ, સિનેમા કે કચેરીમાં કેમેરા ગોઠવેલા હોય એવા 50 લાખથી વધું કેમેરા હોવાનો અંદાજ છે. આ બધા કેમેરાનું સંકલન કરવું અને તેને કાયદાકીય માન્યતા આપવાનું હજું બાકી છે. માનવ અધિકારનું હનન ન થાય તે માટે નવો કાયદો બનાવવો પડે તેમ છે. જે માત્ર પોલીસના પરિપત્ર દ્વારા થઈ ન શકે. જેનું સંકલન કે પરિક્ષણ યોગ્ય રીતે થતું નથી. મોટા ભાગના કેમેરાનું રિઝોલ્યુશન ઓછું હોવાથી પોલીસ માટે નકામા છે.

અલગ તંત્ર બનાવો 

લોકો પોતે સલામતી ઈચ્છી રહ્યાં છે. તેથી તેઓ સીસીટીવી નેટવર્કનું નિયમિત પરિક્ષણ સરકાર તરફથી થાય એવું એક અલાયદુ તંત્ર બનાવીને તેનું નિયંત્રણ કરવા માટે સંસ્થાની રચના કરવાની હવે જરૂર ઉભી થઈ છે. જેના નિયંત્રણ હેઠળ આ તંત્ર હોય અને તેની ચકાસણી નિયમીત રીતે કરી શકે એવા કર્મચારીઓ સાથે તંત્ર સ્વતંત્ર રીતે બનાવવું જોઈએ એવું લોકો માની રહ્યાં છે.

લોકોની ગુપ્તતા જાળવાવી જોઈએ

સરકારી કર્મચારીઓ પર નજર રાખવા માટે જોઈએ એટલો સીસીટીવી કેમેરા નેટવર્કનો ઉપયોગ થતો નથી.

સ્માર્ટ પોલના કેમેરા-પેનિક બટનની સહાય

ગાંધીનગરમાં મહત્ત્વના સ્થળોએ 40 સ્માર્ટ પોલ મૂકવાના હતા. દરેક સ્માર્ટ પોલમાં વાઈફાઈ એક્સેસ પોઈન્ટની સાથે એક-એક કેમેરા હશે. આ કેમેરાની સાથે મેસેજિંગ બોર્ડ અને એન્વાર્યમેન્ટલ સેન્સર મૂકવામાં આવશે. જાહેરમાં કચરો બાળવા જેવી પ્રવૃત્તિઓ આ સેન્સરના કારણે અંકુશમાં આવશે. ઉપરાંત પેનિક બટનની સુવિધા પણ હશે. પેનિક બટનને પોલમાં કેમેરાની નીચે જ મૂકવામાં આવશે, જેથી મદદ માગનારને તરત ઓળખી શકાય. પેનિક બટન દબાવીને પોતાની સમસ્યા રજૂ કરનાર વ્યક્તિને જરૂરિયાત મુજબ, પોલીસ, 108 કે ફાયરની મદદ આપવા માટે કંટ્રોલ રૂમમાંથી સંબંધિત એજન્સીને મેસેજ મોકલવામાં આવશે અને તેનો ડેટા મેન્ટેઈન થશે. (જાન્યુઆરી 2019)

વાહનોના ધસારા પ્રમાણે ટ્રાફિક સિગ્નલ ચાલુ-બંધ થશે

પાટનગરના ટ્રાફિક મેનેજમેન્ટને ઓટોમેશન મોડ પર લાવવા માટે 10 મહત્ત્વના ટ્રાફિક જંક્શન પર એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સીસ્ટમ મૂકવામાં આવશે. આ સીસ્ટમ અંતર્ગત 10 જંક્શન પર 40 સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે. આ કેમેરામાં રેડ લાઈટ વાયોલેશન ડીટેક્શન અને સ્પીડ વાયોલેશન ડીટેક્શનની સુવિધા હશે. જેના કારણે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનાર કે સ્પીડ લિમિટ તોડનાર વાહનચાલક ઓળખાઈ જશે. (2019)

પોલીસ સ્ટેશનમાં કેમેરા

રાજ્યના 619 પોલીસ સ્ટેશનોમાં રૂ.62 કરોડમાં 7361 કેમેરા લગાવાયા  હતા . જિલ્લા પોલીસ વડાની કચેરી દ્વારા તથા પોલીસ કમિશનરની કચેરી દ્વારા રિમોટ  મોનિટરિંગ સિસ્ટમથી દેખરેખ રાખવામાં આવી રહી  હતી . આ ફૂટેજ 30 દિવસ સુધી જાળવી રાખાય છે. જેનો ઉપયોગ માત્રને માત્ર પોલીસ વિભાગની કામગીરી પૂરતો જ કરવામાં આવે છે. મોટા પોલીસ સ્ટેશનોમાં 15 અને નાના પોલીસ સ્ટેશનોમાં 10 કેમેરા લગાવાયા  હતા . અમરેલી જિલ્લામાં 21 પોલીસ સ્ટેશનોમાં 234 કેમેરા મૂકાયા  હતા . જ્યારે સુરત શહેરમાં 377 કેમેરા કામ કરી રહ્યા  હતા .

ઈ મેમો માટે વધું ઉપયોગ, સલામતી માટે ઓછો

ઓગષ્ટ-2015થી જાન્યુઆરી-2018 સુધી જનરેટ થયેલાં કુલ 20 લાખમાંથી 13 લાખ ઈ-મેમોના દંડના પૈસા લોકોએ ભર્યાં નથી. અમદાવાદના 13 લાખ ઈ-મેમો હતા. આમ લોકોને દંડવા માટે તેનો ઉપયોગ થાય  હતા  પણ કાયદો અને વ્યવસ્થાની સલામતી માટે ઓછો ઉપયોગ થાય  હતા . સામાન્ય પ્રજા ફી ભરીને સીસીટીવી ફૂટેજ મેળવી શકે એવી વ્યવસ્થા હજું કરવામાં આવી નથી. સામાન્ય લોકો પોતાની સલામતી માટે પુરાવા માટે આવા ફૂટેજ મેળવી શકે એવી કોઈ જોગવાઈ નથી.

26 વિભાગોમાં કેમેરા

108 એમ્યુલંસ, હોસ્પિટલ, દવાખાના, અનાજની દુકાન, ગ્રામ પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી, જિલ્લા પંચાયત કચેરી, પોલીસ સ્ટેશન, ફાઇલની હીલચાલ, ઉદ્યોગજૂથની દરખાસ્ત, એસટીના રૂટ, પોલીસ સ્ટેશન, કલેક્ટર કચેરી, મહાનગર પાલિકા, પાલિકા-શહેરો, ટ્રાફિક, પ્રદૂષણ, ગુનાખોરી, કચેરીની અંદર જોઈ શકે, જેવા કૂલ 26 વિભાગોની કામગીરી રાજ્યના મુખ્યમંત્રી તેમના બંગલાની કચેરીમાં બેસીને 8 ઓગસ્ટ 2018થી સીધી જોઇ શકે છે. 33 જિલ્લાની હિલચાલ જોઈ શકાય છે. આ પદ્ધતિને સીએમ ડેસ્કબોર્ડ કહે  છે. આવું ગુજરાતમાં પ્રથમ શરૂ થયું  હતુ . રાજ્યમાં જે કોઇ સ્થળે સીસીટીવી કેમેરા લાગ્યા  હતા  ત્યાં જીવંત પ્રસારણ આ ડેસ્કબોર્ડમાં જોઇ શકાય છે.

10 હજાર કેમેરા ડેસ્ક બોર્ડ પર

આવા 10 હજારથી વધું કેમેરા  હતા . આ તમામ સ્થળે ગરબડ જણાય તો એસએમએસ દ્વારા તુરંત સૂચના આપવામાં આવી રહી  હતી . ગુગલ મેપથી રાજ્યભરની કાર્યવાહી અને સીસીટીવી કેમેરાથી કચેરીની કામગીરી જોઇ શકાય છે. ફાઇલ ટ્રેકિંગમાં ત્રિસ્તરિય ફોલોઅપ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી  હતા . પ્રથમ ડેસ્કબોર્ડના કર્મચારી ફોલોઅપ લે છે. બીજું ફોલોઅપ સેક્રેટરી કક્ષાના અધિકારીઓ લે છે. છેલ્લું ફોલોઅપ ખુદ મુખ્યમંત્રી લે છે. રાજ્યમાં રૂ.50 કરોડથી રૂ.500 કરોડના સરકારી અને ખાનગી પ્રોજેક્ટ્સનું ટ્રેકીંગ થાય છે. આઇટી વિભાગના અધિકારીઓની એક એક્સપર્ટ ટીમ તે બધું જુએ છે. સેન્ટ્રલાઇઝ સિસ્ટમને કોઈ હેકર હેક કરી લે તો શું એ એક મોટો સવાલ છે. સિસ્ટમને ઉપગ્રહથી જોડી શકાય છે.

નવી નીતિ બનાવવી પડશે

સમગ્ર રાજ્ય પર નજર રાખવા માટે સિસ્ટમની વ્યવસ્થા કરી  હતા . તેનો કંટ્રોલ રૂમ મુખ્ય પ્રધાનની કચેરી અને નિવાસ સ્થાન પર છે. જેને કોઈ કાનૂની પીઠબળ હોવું જરૂરી છે. જેમાં લોકોને પણ અધિકાર આપવા પડશે. 10 હજાર કેમેરા સાથે સીએમ ડેસ્કબોર્ડનો ઉદ્દેશ ઝડપી કામ અને પગલાં ભરવાનો છે.  જે માટે નવેસરથી નિયમ બનાવવા પડશે. કાયદો બદલવો પડશે. ખાનગી લોકોએ કેમેરા મૂકેલાં  હતા  એવા સ્થળોને આવરી લઈને નવો કાયદો બનાવવો પડે તેમ છે. હાલ તો પોલીસના પરિપત્ર પર નિયમો ચાલે છે.

દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ

જિલ્લામાં CCTV સર્વેલન્સ માટે પોલીસ સ્ટાફ મૂકાયા હતા . જિલ્લામાં કાર્યરત સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ  હતા . એક જિલ્લામાં આવા 100 જેટલાં કર્મચારીઓ અને ટેકનિકલ વ્યક્તિઓની પોલીસ અને સરકારમાં જરૂર હતા . જે સરકારે તુરંત ભરવા પડે તેમ હતા . જેનું કામ સીસીટીવી સર્વેલન્સ, ઈ-ચલણ અને પોસ્ટ ઈન્સીડેન્ટ ઇન્વેસ્ટિગેશન હાલ પોલીસ પાસે તાલીમ પામેલો કે વગર તાલીમી સ્ટાફ નથી અથવા ઓછો છે. આવા ઓછામાં ઓછા 5000 ટેકનિસિયન પોલીસની જરૂર પડે તેમ છે. જે ખાનગી કોન્ટ્રાક્ટરોથી ચાલી શકે તેમ નથી.

પ્રજાને દંડ પણ કર્મચારીઓને દંડ નહીં

ખારીકટ કેનાલને પ્રદુષણથી બચાવવા 129 કેમેરા લગાવવાનું નક્કી કરાયું હતું. જે પાલડીના કમાન્ડ સેન્ટર સાથે જોડવાના હતા પણ મહિનાઓ સુધી જોડાયા ન હતા. ઇ-ગવર્નન્સ માટે ઉચ્ચ અધિકારીઓ મનમાન્યા નિયમો બનાવે જેમાં ભ્રષ્ટાચાર થાય છે. કેમેરા બિન ઉપયોગી પડી રહ્યાં હતા. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પોલીસના કેમેરાનો ઉપયોગ સફાઈ, રોડની ગુણવત્તા, ગેરકાયદે બંધકામ જેવા હેતુ માટે કરી શકે છે. પણ થતો નથી. પ્રજાના પૈસા રોકવામાં આવ્યા છે. પણ તેનો ગેરવહીવટ થઈ રહ્યો છે.  માત્ર પ્રજાને દંડવા માટે જ કેમેરાનો ઉપયોગ થાય છે. સરકાર કે અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેને દંડવા માટે આજ સુધી ક્યારેય ઉપયોગ થયો નથી. તો પછી કરોડો રૂપિયાના કેમેરા લગાવવાનો કોઈ અર્થ સરી રહ્યો હોવાનું લાગી રહ્યું નથી. રાજયના અને ગુજરાત બહારના તડીપાર ગુનેગારો પણ હાલોલમાં આવીને રહે છે. ચોરી, લૂંટ માટે આ કેમેરા રખાયા હતા. બસ મથક પર 3 કેમેરા રખાયા હતા. પણ તેનો કોઈ મતલબ નથી.

રેલવેના 80 હજાર કેમેરા

દેશની રેલવે 12 લાખ જેટલા સીસીટીવી કેમેરા ખરીદવાની તૈયારી 2018માં કરી રહ્યું હતું. જે 11 હજાર ટ્રેનોમાં દરેક કોચમાં 8 કેમેરા અને 8500 સ્ટેશનો પર નજર રાખશે. રૂ.3,000 કરોડનું ખર્ચ મંજૂર કરાયું હતું. 2018માં દેશના 395 રેલવે સ્ટેશન અને માત્ર 50 ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાવેલા  હતા . ગુજરાતમાં 70થી 80 હજાર કેમેરા તો માત્ર રેલવેના હતા . જેની સાથે ગુજરાત પોલીસના કંટ્રોલ રૂમ સાથે જોડાયા નથી.

મહેસાણા ફેસ ડિટેક્શન કેમેરા

મહેસાણા શહેરમાં 2019થી 219 કેમેરા નાગરીકો પર નજર રાખી રહ્યાં હતા. રૂ.60 લાખના ખર્ચે બનેલા કમાન્ડ કંટ્રોલરૂમમાંથી વિડીયો વોલ પર 45 કર્મચારીઓ મોનટરીંગ કરે છે. સીસીટીવી કેમેરામાં ફેઝ ડીટેક્શન સીસ્ટમ એટલે કે વોન્ટેડ ગુનેગાર સીસીટીવી કેમેરાની હદમાં દેખાય તો કંટ્રોલ રૂમમાં વોર્નીંગ આપશે. PTZ કેમેરા-360 ડીગ્રી કવર કરી શકે છે. FIX કેમેરા-જે એકતરફનો વિસ્તાર જ કવર કરી શકે, ANPR કેમેરા-ઓટોમેટીક નંબરપ્લેટ રીકગ્નાઈઝેશન કેમેરા, RLVD કેમેરા-રેડલાઈટ સીગ્નલને ડીટેક્ટ કરશે, જેનાથી ટ્રાફીકને લગતા મેમો જનરેટ કરી શકાશે. ભવિષ્યમાં ૩૦ જેટલાં 4K સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. 4K સીસીટીવી કેમેરાની ગુણવત્તા HD કેમેરા કરતા પણ વધારે સારી છે.

CSITMS -સીટી સર્વેલન્સ એન્ડ ઈન્ટેલીજન્સ ટ્રાફીક મોનીટરીંગ સીસ્ટમ સીસીટીવી કેમેરાથી કાર્યરત કરી શકાશે. શહેરમાં સીસીટીવી કેમેરા લાગી જવાથી ટ્રાફીક સમસ્યા નિયંત્રણમાં લાવી શકાશે, ટ્રાફીકનો ભંગ કરનારને દંડી શકાશે.

શહેરનાં તમામ સીસીટીવી કેમેરાની ગતિવિધિ ગાંધીનગરમાં પણ લાઈવ નિહાળી શકાશે. હાલમાં ગુજરાત સરકારના જી-સ્વાન પ્રોજેક્ટનું સંચાલન કરતી ઓરેન્જ કંપની સેઈફ એન્ડ સીક્યોર પ્રોજેક્ટનું સતત પાંચ વર્ષ સુધી મેન્ટેનન્સ કરશે. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા તમામ ડેટા એક મહિના સુધી સંગ્રહ કરાશે. કમાન્ડ કંટ્રોલ રૂમની સીસ્ટમમાં 700 ટીબી ડેટા સંગ્રહ કરી શકાશે.

શાળાની પરિક્ષામાં કેમેરા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2017માં ધો.10-12ની પરીક્ષા સામાન્ય પ્રવાહ અને સાયન્સના 17 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા  હતા . અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર સીસીટીવી કેમેરા હતા. સીસીટીવી અને ટેબ્લેટના કારણે ઘટનાઓમાં ઘટાડો થયો હતો.allgujaratnews.in

અમદાવાદની શાળાઓમાં કાયમી કેમેરા

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 2019-20માં તમામ મ્યુનિસિપલ શાળાઓમાં કેમેરા લગાવવાનું નક્કી કરાયું હતું.

ચૂંટણી પંચનું વેબકાસ્ટીંગ

ચૂંટણી વખતે બુથ પરથી વેબકાસ્ટીંગનો મતલબ  હતો  કે એક વીડિયો કેમેરા મતગણતરી કેન્દ્ર કે 52,000 મતદાન કેન્દ્રો પર મૂકીને ત્યાંથી નજર રાખવામાં આવે. આ કેમેરા સેન્ટ્રલાઈઝ્ડ સર્વરથી જોડાયેલા હતા. મતગણતરી કેન્ર્દનું સીધું પ્રસારણ ભારતીય ચૂંટણી પંચની ઓફીસ અને રાજ્ય ચૂંટણી પંચની ઓફીસમાં કરવામાં કરવામાં આવે  છે.

કેમેરા કે જાસૂસી

ચાણક્ય પાસે પણ જાસૂસોની મોટી સેના હતી. સ્ત્રીઓને વિષકન્યા તરીકે જાસૂસી કરાતી હતી. ઈંદિરા ગાંધી અને નરેન્દ્ર મોદી જાસૂસી કરાવવા માટે જાણીતા બન્યા હતા. નરેન્દ્ર મોદી પર મુખ્યમંત્રી કાળમાં એક યુવતીની જાસૂસી કરાવવા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરાયો હતો. ટૅક્નૉલૉજી એટલી હદે આગળ વધી ગઈ છે કે જાસૂસીથી છટકવું મુશ્કેલ બની ગયું હતું . સીસીટીવી કેમેરા આવાં કામોમાં સત્તાધિશોને  ઉપયોગી  છે.  હૉટલોના રૂમોમાં ખબર ન પડે તેમ કેમેરા મૂકાયા હોય અને પતિ-પત્નીની અંગત પળો કે પછી વ્યક્તિઓનાં વ્યભિચારો રેકોર્ડ અનેક બનાવોમાં કરાય છે.  ટૅક્નૉલૉજી માણસને નૈતિક, ચારિત્ર્યવાન અને પ્રમાણિક બનવા પ્રયાસ કરી રહી છે. પણ તેનો ગેરઉપયોગ સત્તાવાળાઓ કરી રહ્યાં છે.

જામનગરમાં 400 કેમેરા

જામનગર શહેરમાં 152 સ્થળોએ કુલ 400 સીસીટીવી કેમેરા પોલીસે લગાડેલા  હતા. સીસીટીવીમાં જે વાહનચાલક ટ્રાફિકના નિયમનો ભંગ કરતા દૃષ્ટિગોચર થશે તેને દંડ ફટકારવામાં આવશે. પણ કોઈ સરકારી કર્મચારી કચેરીમાં કામ ન કરતાં હોય અને લાંચ માંગતા હોય તો તે કેમેરામાં પકડવા કોઈ જોગવાઈ કરી નથી.allgujaratnews.in

વડોદરા પ્રથમ શહેર

વડોદરા શહેરમાં કચરો ફેંકી ગંદકી કરનારને પકડી પાડવા 120 સ્થળે કેમેરા રખાયા  હતા . કચરો ફેંકનાર લોકો સામે સખતાઈથી કાર્યવાહી કરવાનું નક્કી કર્યું  હતું . એમાંય વિશ્વામિત્રી નદીના કિનારે કચરો ફેંકનારને ઝડપી પાડવા અને દંડ વસૂલ કરવા 20 સ્થળે કેમેરા મૂકાયા  હતા . મોટાભાગના બ્રિજ પાસેથી લોકો નદીમાં કચરો નાંખે છે. ગુજરાતમાં પ્રથમ વખત 2012થી 29 કેમેરા કામ કરે છે.  બીજા 150 કેમેરા લગાવવા માટે પોલીસ કમિશનરે મ્યુનિસિપલ કમિશનર કહ્યું હતું. જેની પાછળ પાંચ વર્ષની નિભાવણી પાછળ રૂ.4.20 કરોડના ખર્ચ થતો હતો. એમ.એસ.યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં અસામાજિક તત્ત્વોને રોકવા માટે અને સુરક્ષા માટે  કેમ્પસમાં 100થી વધારે સીસીટીવી કેમેરા મૂકવાનું 2018માં નક્કી કરાયું હતું.

રાજકોટમાં લોકો પર વોચ પણ કર્મચારીઓ પર નહીં

2014માં રાજકોટમાં અધિકારીઓની કચેરી સિવાય ત્રણેય ઝોનમાં 130થી વધુ સીસીટીવી કેમેરા મૂકીને  મુલાકાતી પર ‘વોચ’ રાખવા કેમેરા મૂકાયા હતા પણ કામ ન કરતાં કર્મચારીઓ ઉપર તે કેમેરા મૂકાયા ન હતા. લોબી, કમ્પાઉન્ડ, પાર્કિંગ, ગેઇટ ઉપરાંત ઢોર-ડબ્બા, કન્ઝર્વન્સી અને સિટી સિવિક સેન્ટરમાં પણ કેમેરા હતા. રૂા.67 લાખના ખર્ચે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન કચેરીમાં કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ પ્રોઆઇટેક ઇલેક્ટ્રોટેક્નિ‌ક્સ પ્રા. લિ. ને અપાયો હતો. તેનો મતલબ કે એક કેમેરા રૂ.51,538 પડતો હતો. કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીનો એક કર્મચારી ત્રણ વર્ષ સુધી મહાપાલિકામાં કામ છે.

રાજકોટમાં આઈ-વે

રાજકોટ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ નજર રાખવા તથા ટ્રાફિકના નિયમ માટે આઈ-વે પ્રોજેક્ટ કામ કરે  હતા .  75 સ્થળોએ પર 350 કેમેરા કામ કરે  હતા . મનપા કોમ્યુનિટી હોલમાં કેમેરા લગાવાયા નથી. આઈ.વે પ્રોજેક્ટ અંતર્ગત ગુનાખોરી, સફાઈ કર્મચારીઓની કામગીરી, માર્ગો પરનું મોનેટરીંગ, ટ્રાફિક સમસ્યા, ગાર્ડન, સરકારી કચેરીઓ, હોસ્પિટલો તેમજ મનપાની મિલકતો પર પણ બાજ નજર રાખવામાં આવે  હતા .

હાલોલમાં પણ કેમેરા

ગોધરાના હાલોલ નગરમાં 2015માં 34 નાઇટ વિઝન હાઇફ્રિકવન્સી CCTV કેમેરા મૂકવા નક્કી કરાયું હતું.allgujaratnews.in

પોલીસને ઉપયોગી

કોઇ પણ ગુનાનો ભેદ આસાનીથી ઉકેલાઇ જાય તે માટે સીસીટીવી કેમેરા પોલીસ માટે મહત્ત્વની કડી છે. જ્યારે કોઇ ઘટના બનતી હોય  હતા  ત્યારે પોલીસ પહેલાં ઘટનાસ્થળ પર આવેલી દુકાન, રેસ્ટોરાં કે પછી અન્ય કોઇ પણ જગ્યાએ લગાવેલા સીસીટીવી ફૂટેજ મેળવવાની કોશિશ કરે  પરંતુ મોટા ભાગે સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયાની જેમ પુરવાર થાય  હતા , જેના લીધે પોલીસને જોઇએ તેવી સફળતા મળતી નથી. શહેરના પૂર્વ વિસ્તારમાં વધી રહેલી ગુનાખોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળે તે માટે પોલીસ હવે સીસીટીવી કેમેરા લગાવીને બંધ રાખનાર અથવા તો રેર્કોર્ડિંગ નહીં કરનાર લોકો વિરુદ્ધમાં હવેથી પોલીસ ગુના દાખલ કરશે. જ્યારે જેણે સીસીટીવી કેમેરા લગાવેલા નથી તેના વિરુદ્ધમાં પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ થશે. પૂર્વ વિસ્તારની પોલીસ દ્વારા દુકાનો, હોટલ, રેસ્ટોરાં તેમજ અન્ય જગ્યાએ લગાવેલા પાંચ હજાર કરતા વધુ સીસીટીવી કેમેરા ચેક કરાશે. તાજેતરમાં પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર ૪૪ર લોકો વિરુદ્ધમાં ગુના દાખલ કર્યો  હતા . શહેર પોલીસ તેમજ અમદાવાદ કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે જાહેર જગ્યા અને સરકારી કચેરીઓમાં હાઇડેફીનેશનના કેમેરા લગાવ્યા  હતા . આજે સીસીટીવી કેમેરા પોલીસ સિવાય તમામ લોકોની મદદમાં આવે  હતા . કોઇપણ ઘટનામાં સીસીટીવી ફૂટેજને આરોપીઓને સજા અપાવવા માટે મહત્ત્વનો પુરાવો પણ ગણવામાં આવે છે.

મોલ મલ્ટિપ્લેક્ષ સહિતની જગ્યાએ ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા. લોકો પોતાની સુરક્ષા માટે સીસીટીવી અને કીમતી સરસામાનની સુરક્ષા માટે સીસીટીવી લગાવી તો દીધા, પરંતુ તેની યોગ્ય દરકાર રાખી શકતા નથી. થોડાક સમય પછી સીસીટીવી ચાલુ  હતા.allgujaratnews.in

૩૬ કેમેરાના ફુટેજનું ૩૦ દિવસ સ્ટોરેજ રહેશે

આણંદ, વિદ્યાનગર અને કરસમદમાં લગાવેલા કુલ ૩૬ જેટલા કેમેરાનું રેકોડિંગ ૩૦ સુધી રહેશે ત્યારબાદ જેમ-જેમ દિવસો વીતતા જશે તેમ-તેમ એકબાદ એક રેકોડિંગ ભુંસાતુ જશે. જો કે તંત્ર દ્વારા રેકોર્ડીંગની સીડીઓ બનાવાશે જેને લઈને ગમે ત્યારે તે દિવસના તે વિસ્તારના રેકોડિંગની જરૂરત પડે તો કામમાં આવે. હાલમાં આણંદની ડીએસપી ઓફિસ ખાતે એક આખોકન્ટ્રોલ રૂમ ચાલુ કરી દેવામાં આવ્યો  હતો.  જ્યાં સાતેય દિવસ ૨૪એ કલાક તાલિમ પામેલા પોલીસ જવાનો બેસીને મોનીટરીંગ કરનાર  હતા . જો કેમેરાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે તેમ-તેમ તેની સ્ટોરેજ કેપેસીટી ઘટશે તેમ પણ જાણવા મળ્યું  હતુ .

કેમેરો બંધ થતાની સાથે જ એજન્સીને જાણ કરી મરામત કરાવાશે

રાજ્ય સરકાર દ્વારા તીસરી આંખ સમા સીસીટીવી કેમેરા લગાવવાનો કોન્ટ્રાક્ટ એક એજન્સીને આપવામા આવ્યો  હતા . તેઓ દ્વારા પોલીસ દ્વારા સૂચવેલી જગ્યાઓએ સીસીટીવી કેમેરા લગાવીને બીએસએનએલ સાથે જોડાઈને ફાયબર વાયરો દ્વારા સીસીટીવી કેમેરાને એક્ટીવ કરવામાં આવી રહ્યા  હતા . જો કોઈ જગ્યાએ કેમેરો બંધ થશે એ સાથે જ કન્ટ્રોલ રૂમમાં મોનીટરીંગ કરી રહેલા ઓપરેટર દ્વારા એજન્સીનો સંપર્ક કરીને તેની જાણ કરવામાં આવશે અને એજન્સીના ટેકનીશ્યનો તાકીદના ધોરણે કયા ફોલ્ટના કારણે આ સીસીટીવી કેમેરો બંધ થઈ ગયો  હતા  તે શોધી કાઢીને તુરંત જ તેની મરામત કરીને કેમેરો ચાલુ કરી દેશે તેમ જાણવા મળ્યું હતું .

કેટલીક ઘટનાઓ

થરાદ સરકારી કોલેજમાં પરીક્ષા આપવા આવેલા એક વિદ્યાર્થીએ પાર્કીંગમાં મુકેલા મોટર સાયકલમાંથી ૧૧ હજારની કિંમતના મોબાઈલની ચોરી થતા ચકચાર મચી હતી. આ અંગે તેણે પોલીસ મથકમાં રજુઆત પણ કરી હતી.પરંતુ વિદ્યાર્થીએ આ અંગે શાળાના પ્રિન્સીપાલ જાણકારી સીસીટીવી કેમેરા ચેક કરવા જણાવતા કેમેરા બંધ હોવાનો જવાબ મળ્યો હતો.

ઊનામાં પાંચ માસ પહેલા વાયફાય ડીસની ચોરી થઇ જતાં શહેરમાં લગાવેલા 25 પૈકી 23 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહયાં  હતા. ઊના નગરપાલિકા દ્વારા 5 લાખના ખર્ચે 25 સીસી કેમેરા મુખ્ય રસ્તા પર ફીટ કરવામાં આવ્યા  હતા. પરંતુ હાલ માત્ર 2 કેમેરા જ કાર્યરત જોવા મળી રહયાં  હતા .

અમદાવાદ શહેરમા યુવતીઓની  અપહરણની ઘટના વચ્ચે એસ.જી હાઈવે ઉપર ચાર દિવસ પહેલા એક યુવતીનુ અપહરણ કરવાના પ્રયાસની ઘટના બની તે વાયએમસી કલબ નજીક લગાવમાં આવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમા હતા.allgujaratnews.in

ઘણા માસથી સંવેદનસીલ ગણાતા બસ સ્ટેશન, ગામડી ચોકડી અને નાકા વિસ્તારમાં આવનાર બનતી ઘટનાઓને ડામવા માટે ફિટ કરવામાં આવેલા સીસીટીવી કેમેરા બંધ અવસ્થામાં જોવા મળ્યા હતા.

ડીસા નગર પાલિકા દ્વારા શહેરીજનોના જાનમાલની સલામતી અને સુરક્ષાને લઈ વિવિધ સર્કલ ઉપર લાખોના ખર્ચે સીસી ટીવી કેમેરા નાખવામાં આવ્યા હતા . સમગ્ર શહેર ઉપર બાજ નજર રાખતા તમામ કેમેરાનું મોનિટરિંગ ડીસા પાલિકા ખાતેના કન્ટ્રોલ રૂમ ઉપરથી કરવામાં આવે છે. જો કે હાલમાં આ કેમેરાઓમાં ટેક્નિકલ ખામી સર્જાતા તમામ કેમેરા બંધ હતા .

ઝાલોદ નગરમાં પોલીસ વિભાગ દ્વારા ૧૫ લાખના ખર્ચે હાઈટેક ટેકનોલોજીના સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.

બોડકદેવમાં કાર માલિક હોટલ પ્રાઇડ પ્લાઝામાં ગયા અને ત્યાં કાર પાર્ક કરવા જતા હતા ત્યારે વેલેટ પાર્કિંગના કર્મીઓએ ચાવી લઇને તેમને પહોંચ આપી કાર પાર્ક કરી હતી. હોટલમાંથી બહાર નીકળી કારમાલિકે કારની પહોંચ આપી તો કારની ચાવી અને કાર બંને ગાયબ હતી. આટલું જ નહિ પણ જે જગ્યાએ કાર પાર્ક કરી હતી ત્યાંના સીસીટીવી (CCTV) કેમેરા પણ બંધ હાલતમાં હતા.

અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વાર 432 સહાયક ક્લાર્કની પરીક્ષા દરમિયાન મણિનગરમાં આવેલી રાજાભગત સ્કૂલમાં સુપરવાઈઝરે જ વિદ્યાર્થીને જવાબ લખવા કાપલી આપતા ભારે હોબાળો મચી ગયો હતો. સીસીટીવી કેમેરા બંધ રાખવામાં આવ્યા હતા.

દ્વારકાના ઓખામાં જિલ્લા મેજીસ્ટ્રેટના પ્રસિદ્ધ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થતો હોય તેમ ઓખા પોર્ટ બંદર અને બેટ પેસેન્જર જેટી જેવા જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા જ જોવા મળતા નથી. દેશની સરહદ પર કેમેરા લગાવો ત્યાંથી ઘુસણખોરી થઈ રહી છે. તેને પકડવા માટે કચ્છની કોરી ક્રીક, તમામ બંદરો, દીવાદાંડી પર સીસીટીવી કેમેરા હોવા જરૂરી છે. પણ ત્યાં લગાવાતા નથી. દેશની સલામતી પહેલા જરૂરી છે કે શહેરોના લોકોની ? allgujaratnews.in

લોકોની માંગ

દરેક સરકારી કચેરીની અંદર, પોલીસ સ્ટેશનમાં, દરેક રાજકીય પક્ષોની કચેરીની સામે, પ્રધાનોની કટેરીની અંદર, સચિવાલયમાં દરેક કચેરીની અંદર સ્ટાફના દ્રશ્યો આવે એવા કેમેરા ગોઠવો, ત્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે એટલશે અને આખા જેના બચેલા નાણા આખા ગુજરાતમાં મફતમાં કેમેરા લગાવી શકાશે.[:]