[:gj]ચાર મિત્રો બર્થડે પાર્ટી ઉજવીને પરત ફરતા હતા ત્યારે મોત કઈ રીતે આંબી ગયું? [:]

[:gj]

રાજસ્થાનથી બર્થડે પાર્ટી મનાવી કારમાં દહેગામ તરફ પરત ફરતા સમયે ગાંભોઇથી આગળ પસાર થઈ રહ્યા હતા પાછળ પોલીસ વાન આવતી હોવાથી કારમાં સવાર ચાર મિત્રોનો  પોલીસ પીછો કરતી હોવાનું લાગતા કાર પુરઝડપે હંકારી મૂકી આગીયોલ ગામ તરફ દોડાવી મૂકી હતી થોડે દૂર રહેલા કોઝવે સાથે કાર અથડાઈ પાણી ભરેલા મોટા ખાબોચિયામાં ઉંધા માથે ખાબકતા કારમાં રહેલા બર્થડે બોય બિસાન સુરજિત મરાઠી સાથે તેના મિત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું
ગુરુવારે સાંજના સુમારે આગીયોલ નજીક કાર કોઝવે સાથે અથડાઈ ધડાકાભેર પાણીમાં ખાબકતા આજુબાજુ માંથી ગામલોકો દોડી આવ્યા હતા પાણીમાં ખાબકેલ કાર માંથી યુવકોને ફાયરબ્રિગેડની ટીમ સાથે બહાર કાઢવામાં આવતા ૨ યુવકોનું મોત નીપજ્યું હતું ૨ યુવકોના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા
 દહેગામના બિસાન સુરજિત મરાઠીનો જન્મદિવસ હોવાથી ૪ મિત્રો કારમાં રાજસ્થાન ઉજવણી કરવા ગયા હતા દિવસભર ઉજવણી કરી પરત ફરતા સમયે આગીયોલ ગામ નજીક પોલીસવાન જોઈ ગભરાઈ ઉઠેલ કાર ચાલકે કાર આગિયોલ ગામ તરફ હંકારી મુકતા પૂરઝડપ ના પગલે સ્ટિયરિંગ પરથી કાબુ ઘુમાવતા કોઝવે સાથે અથડાઈ કાર પાણીમાં ખાબકતા કારમાં સવાર ૧) બિસાન સુરજિત મરાઠી અને ૨) ધર્મા લક્ષ્મણ મરાઠા નું મોત નિપજતા જન્મદિવસ જ અંતિમ દિવસ બન્યો હતા કારમાં સવાર અન્ય મનોજ મનુભાઈ બારોટ તથા કલ્પેશ દશરથ દેવીપૂજક
( તમામ, દહેગામ) ના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતક યુવાનની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

[:]