[:gj] ચાલો સાયકલ પર ગુજરાત ફરીયે !! [:]

[:gj]અમદાવાદ હેરિટેજ સિટીની મુલાકાતે આવેલા કેનેડાના સિનિયર સીટીઝન દંપતી  રોબિન મેકેય અને બૃક કેનેથની દુનિયાભરની અવનવી સાયકલ સફરની કથની  ખરેખર રસપ્રદ છે. અને વધી રહેલી ઉંમરને લઇ શારીરિક અસમર્થતાથી હારી જતા  લોકો  માટે પ્રેરણારૂપ પણ છે. જુના અમદાવાદ શહેરના ખાડિયામાં આવેલું મેહતા પરિવારનું ત્રણ સદી જેટલું પ્રાચીન હેરિટેજ હાઉસમાં  રોકાયેલા રોબિન-બૃક  તેમની સાથે બોક્સમાં ફોલ્ડિંગ સાયકલ લઈને આવ્યા હતા. અને  તેઓ આ સાયકલ પર કચ્છની સફરે નીકળી પડયા !! ભુજ જઈ રહેલા ૬૦ વર્ષીય રોબિન એ જણાવ્યું કે ” અમે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ દેશોની મુલાકાત લઇ રહયા છીએ. અમે જે દેશમાં જઈએ છીએ ત્યાં અમારી સાયકલ સાથે જ લઇ જઈએ છીએ. જેથી  તે દેશના જોવા અને જાણવાલાયક સ્થળોની મુલાકાત અમે સાયકલ પરજ કરીએ છીએ” !! તસવીરમાં રોબિન-બૃક તેમની સાયકલ પર ભુજ જવા માટે  હેરિટેજ હોમની વિદાય લઇ  રહયા છે.

 [:]