[:gj]ચૂંટણી પૂરી થઈને શંકર ચૌધરીએ પશુ પાલકો પર બોજ ખડકી દીધો [:]

[:gj]ભાજપના નેતા શંકર ચૌધરીની બનાસકાંઠા સહકારી ડેરીના પશુપાલકો પર મોટો આર્થિક બોજ નાંખ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં મત મેળવવા માટે દૂધનો ભાવ વધારેલો. હવે, ચૂંટણી પૂરી થતાં જ ખાણદાણમાં ભાવ વધોરો જીંકી દીધો છે. એક પશુ દીઠ વર્ષે રૂ.3000 આ રીતે ખંખેરી લીધા છે. રાજનેતાઓ કઈ રીતે ડેરીનો આડેધડ વહીવટ કરી રહ્યાં છે તે આ ઉત્તમ નમુનો છે.

બનાસદાણની પ્રત્યેક બોરી દીઠ રૂપિયા 100નો વધારો ઝીંકવામાં આવ્યો છે. હાલ બનાસદાણની પ્રત્યેક બોરીનો ભાવ રૂ.1175થી વધીને રૂ.1275 કરવામાં આવ્યા છે. એક બાજું ઘાસચારાની તંગી છે તો બીજી બાજુ શંકર ચૌધરીએ ભાવ વધારી મૂક્યા છે. પશુપાલકો ભાજપ પર આરોપ મૂકીને કહી રહ્યા છે કે, રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે, જેથી ભાવ વધારમાં આવ્યા છે. હાલ ભાવ વધતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પશુપાલકોના માથે વધુ એક ફટકો મારવામાં આવ્યો છે. ચૂંટણી પહેલાં બનાસડેરી સંચાલકો શંકર ચૌધરી સહિત દ્વારા અનેક વાયદાઓ આપવામાં આવ્યા હતા. પરંતુ હવે ચૂંટણી પુરી થયા બાદ સંચાલકોએ કાંચીડાની જેમ પોતાનો રંગ બદલ્યો છે.

[:]