[:gj]છપાક જેવો ગુજરાતની કાજલનો એસિડ ફેંકવાનો કિસ્સો, આરોપીને જન્મટીપ પણ કાજલને જીવનની તકલીફ [:]

[:gj]મહેસાણા નજીકના ગામની 18 વર્ષની કાજલ નાગલપુર કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે આવી હતી. ત્યારે ર૦૧૬ના ફેબ્રુઆરી મહિનાના એ ગોઝારા દિવસે એકતરફી આકર્ષણમાં કોલેજની બહાર એસિડ ફેંક્યો હતો. જેથી તેનો ચહેરો 95 ટકા બળી ગયો હતો. આવી ઘટનાને લઈને દીપિકાએ ચલચિત્ર બનાવી સિનેમાઘરોમાં રજૂ કરી છે. ‘છપાક’ ફિલ્મ જેવો જ કિસ્સો કાજલનો છે.

ઉચ્ચ પોલીસ અધિકારી બનવાના સપના સેવતી કાજલની કારકિર્દી અભ્યાસ છુટી જતા રોળાઈ ગઈ છે. એક આંખ સંપૂર્ણપણે કામ કરતી નથી. બીજી આંખે પણ સામાન્ય દેખાય છે. સારવારના કારણે તે અભ્યાસ કરી શકી નથી.

20 એપ્રેલ 2018માં આરોપી હાર્દિક પ્રજાપતિને આજીવન કેદની સજા અને રૂ.1 લાખનો દંડ ડી.એ.જોષીની અદાલતે ફટકાર્યો. એસિડ એટેકના કેસમાં આરોપીને જન્મટીપની સજા ફટકારાઇ હોય તેવો રાજયનો આ સૌપ્રથમ ગુનો હતો.

મહેસાણા જિલ્લાના વડનગર નજીક શેખપુર ગામમાં હાર્દિક પ્રજાપતિ રહેતો હતો. યુવતીએ તેના પ્રેમનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. 1 ફેબ્રુઆરી 2016માં સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં મહિનાઓ સુધી તેણીની સારવાર ચાલી હતી. યુવતીને પોતાની બંને આંખો પણ ગુમાવી હતી.

યુવતીને બનાવ બાદ ઘણા સમય સુધી સરકારની કોઇ મદદ પણ મળી ન હતી. બનાવ પછી લગભગ એક વર્ષ સુધી તો તેણી માસ્ક પહેરવા મજબૂર બની રહી હતી કારણ કે, તેનો આખો ચહેરો બળી ગયો હતો.

પીડિતાને ચુકાદાથી સંતોષ હતો. ઝડપી ન્યાય આપવા બદલ ન્યાયતંત્ર પર વિશ્વાસ અને આભાર પ્રકટ કર્યો હતો.

સાત જેટલા ઓપરેશનો બાદ પણ કાજલને આજે આંખે જોવા સહિતની તકલીફો પડી રહી છે. અમદાવાદ ખાતે તેની સર્જરી ચાલી રહી છે. ચહેરા પર ઘણા બધા ઓપરેશનો હજું કરવા પડશે. 10 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે.

રીક્ષા ચાલક પિતા મહેન્દ્રભાઈની પૂત્રી કાજલ 23 વર્ષની થઈ છે. 7 ઓપરેશન થયા છે. પ્લાસ્ટિક સર્જરી બાદ તેનું ઓપરેશન કરવુ પડશે. આંખના પોપચાની સર્જરી થશે. તેનો એક કાન ન હોવાથી ચશ્મા પહેરી શકતી નથી. ચહેરા પર સર્જરી  બાકી છે. ઉલ્લેખનીય છેકે ૩-૩ મહિનાના અંતરે આ સર્જરીઓ કરવી પડે છે.

કાજલના પિતાના મોટાભાઈના વેવાઈનો દીકરો હાર્દિક એકતરફી કાજલ સાથે લગ્ન કરવા માંગતો હતો.

સરકાર ૩ લાખ જેટલી સહાય આપીને છુટી ગયેલી છે.

એસિડ એટેક કરનાર હાર્દિક આજીવન કેદની સજા કાપી રહ્યો છે

 [:]