[:gj]જંગલો કાપવાનું કૌભાંડ ઝડપી લેવાયું[:]

[:gj]અમરેલીની પાસેના ખાંભા તેમજ આસપામાં છેલ્‍લા એક વર્ષથી જંગલના લાકડા કાપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જંગલ અધિકારીએ લાકડા ભરેલા 3 ટ્રકને ઝડપી પાડયા હતા. ખાંભાના આરએફઓ પરિમલ પટેલ ઘ્‍વારા લીલાવૃષનાં લાકડા કાપવાનો પર્દાફાશ કર્યો હતો. ખાંભા અને સાવરકુંડલાના માથાભારે દલાલો અને વનવિભાગના સ્‍થાનિક કર્મચારીની સાંઠગાંઠથી હજારો ટન લીલા લાકડાનો એક વર્ષમાં કાપી કાઢવામાં આવ્યા હોવાનું તેના પરથી સ્પષ્ટ થયું છે. જેમાં ખાંભા તેમજ પીપળવા, કોટડા, ઈંગોરાળા ભાડ, વિસાવદર, ભાવરડી સહિતના ગામોમાં હજારો લીલા ઘટાદાર વૃક્ષોને કટકા કરી લાકડા કાપવામાં આવે છે. જેમાં મધ્ય પ્રદેશના મજૂરોનો ઉપયોગ કરાયો છે.

ડુંગરમાંથી લીલા વૃક્ષ અને વૃક્ષ કાપી ટ્રકમાં ભરી આપવા માટે રૂા. 3000 જેવી રકમ ચૂકવવામાં આવતી હતી. રાતના સમયે લાકડા ટ્રકમાં ભરી મોડી રાત્રીના રાજકોટ લઈ જવામાં આવતા હતા. રાત્રીના બે ટ્રક લીલા લાકડા ભરેલ હોય અને મીતીયાળા અભ્‍યારણ તરફથી આવતા હોય અને પુછપરછ કરતા આ ટ્રકના ડ્રાઈવર પાસે લાકડા લઈ જવા માટેના કોઈ આધાર-પુરાવા ન હોવાથી બંને ટ્રકને પકડી રેન્‍જ ઓફિસ પર લઈ આવેલ હતા. રાજકોટમાં તે ઘર વપરાશ અને કારખાનામાં વપરાતાં હતા. આ રીતે જંગલો સાફ કરવામાં આવી રહ્યાં હતા.

 [:]