[:gj]જમીન સરવે કૌભાંડમાં સરકારના કર્મચારીઓ બહાર આવી કાળા વાવટા બતાવ્યા[:]

[:gj]જમીન માપણી માટે કંપનીઓ સાથે ભ્રષ્ટાચાર કરનારા ગાંધીનગરના રાજનેતાઓ દ્વારા જમીન દસ્તાવેજો ખોટા બનાવવામાં આવ્યા હોવા છતાં તેમની સામે કોઈ પગલાં ન લેવાતાં હવે સરકારી કર્મચારીઓ સરકાર સામે મેદાને આવ્યા છે. ખાટી જમીન માપણી બાબતે રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ના આવતા કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી કામગીરી કરી રહ્યાં છે. ડિસેમ્બર દરેક જિલ્લાએ  કર્મચારી પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હતા. લેન્ડ રેકર્ડઝ ડીપાર્ટમેન્ટના વર્ગ-૩ના કર્મચારીઓ માસ સી.એલ. ઉપર ગયા હતા. જાન્યુઆરીથી માંગણીઓનો સ્વીકાર ન થાય ત્યાં સુધી લોન્ડ રેકર્ડઝ નાં વર્ગ-૩ ના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હળતાળ પર જવાનું નક્કી કરી રહ્યા છે.

ચરોતરમાં જમીનોના રિસર્વેની કામગીરી તદ્દન ખોટી રીતે કરવામાં આવી હોવાનો આક્ષેપ લેન્ડ રેકર્ડઝ કર્મચારી મંડળે કરી છે. કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કર્મચારીઓએ આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ અંગેની વધુ માહિતી આપતાં ગુજરાત લેન્ડ રેકર્ડઝ વર્ગ-ત્રણના કર્મચારી મંડળે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,  રી સર્વે માપણી એજન્સી દ્વારા ખોટી કામગીરી ઉપર પણ ફરીથી ખોટી કામગીરી કરાવવાની નિતી ચાલી રહી છે. તથા વર્ગ-૩ના કર્મચારીઓને પણ ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.

રિ-સર્વે પ્રમોલગેશન વખતે પણ આજ રીતે કામગીરી કરાવતા તદ્દન ખોટું રેકર્ડ બની રહ્યું છે. આ ખાનગી એજન્સીઓ દ્વારા રિ-સર્વેની કામગીરી તદ્દન ખોટી  છે. જે  સ્થળે માપણી કરેલી નથી. તેથી રિ-સર્વે કર્યા બાદ પ્રમોલગેશન થયેલા તમામ સર્વે નંબરોની નવેસરથી માપણી કરી તેના નકશા તથા ક્ષેત્રફળમાં સુધારો કરવાનો થાય છે. આ કામગીરી કરવા માટે સ્થળે માપણી કરવી તથા જૂના રેકર્ડ આધારે ચકાસણી કરવાની હોય છે. ત્યારબાદ તે દરખાસ્ત મુજબ સુધારા હુકમ કરવાના હોય છે. આમ સુધારાની કામગીરી કરવા માટે ચોકસાઇ તેમજ સમય માંગી લે તેમ છે.[:]