[:gj]જસદણ પેટાચૂંટણી માટે કોંગ્રેસે 4 દાવેદારોને પસંદ કર્યાં[:]

[:gj]જસદણ પેટાચૂંટણીની દિલ્હીથી એકાદ બે દિવસમાં જાહેરાત થઇ શકે છે જેના પગલે કોંગ્રેસ હરકતમાં આવી છે. જસદણ પેટાચૂંટણીના જંગ માટે મેદાને ઉતારવા કોંગ્રેસે ચાર કોળી-પાટીદાર દાવેદારોની પસંદગી કરી પેનલ બનાવી છે.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને હરાવવા કોંગ્રેસે અત્યારથી જ તયારીઓ શરુ કરી દીધી છે. લાભપાંચમના દિવસે જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્નેહમિલન યોજી કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.

આ ઉપરાંત જસદણ બેઠક જીતવા રાજકીય સોગઠાં ય ગોઠવ્યા હતાં. અમિત ચાવડાએ જસદણ બેઠકના દાવેદારો ભોળાભાઇ ગોહિલ,ધિરજ સીંગલા,અરચન નકિયા અને ગજેન્દ્ર રામાણી સાથે બેઠક યોજી પેટાચૂંટણી જીતવા સ્ટ્રેટેજી ઘડી કાઢી હતી. કોંગ્રેસે કુંવરજી બાવળિયા સામે કોળી ઉમેદવારને જ મેદાને ઉતારવા રણનીતિ ઘડી છે કેમકે,આ બેઠક પર કોળી મતદારોનુ ઘણુ જ પ્રભુત્વ છે.

કોંગ્રેસે એવો દાવો કર્યો છેકે, જસદણના મતદારો પક્ષપલટો કરનારાં કુંવરજી બાવળિયાને મતના માધ્યમથી પાઠ ભણાવશે.લોકો હવે ભાજપથી ત્રસ્ત થઇ કોંગ્રેસને જીતાડવાનુ મન બનાવી ચૂક્યા છે.દાવેદારોએ પણ એક સંપ થઇ પેટાચૂંટણી જીતવા નક્કી કર્યુ છે. પેનલના ચારેય નામો દિલ્હી મોકલી દેવાયા છે.હવે બે-ત્રણ દિવસમાં જ હાઇકમાન્ડ આખરી નિર્ણય લઇ ઉમેદવાર જાહેર કરશે. આમ, જસદણ પેટાચૂંટણીના મેદાને જંગમાં ઉતરવા કોંગ્રેસ કવાયત શરુ કરી દીધી છે[:]