[:gj]જસ્ટિસ વિક્રમ નાથની ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક[:]

[:gj]ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અલ્હાબાદના જસ્ટિસ વિક્રમ નાથની નિમણૂક કરાઇ છે.

કેન્દ્ર સરકારના ન્યાય અને કાયદા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ તરીકે કાર્યરત જસ્ટિસ વિક્રમ નાથને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોલેજિયમ દ્વારા ગત તા. 22 ઓગસ્ટના રોજ ન્યાયમૂર્તિ વિક્રમ નાથની ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી હતી. જો કે, આ વર્ષના પ્રારંભમાં કોલેજિયમ દ્વારા ન્યાયાધીશ વિક્રમ નાથને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાની પણ દરખાસ્ત કરાઈ હતી.

જો કે, 22 ઓગસ્ટના કોલેજિયમ ઠરાવમાં જાહેર કરાયા મુજબ કેન્દ્ર સરકારે ફાઇલ પાછી આપી હતી અને કોલેજિયમને આ દરખાસ્ત પર પુનર્વિચારણા કરવા વિનંતી કરી હતી. કોલેજિયમે તે સમયે જસ્ટિસ નાથને ગુજરાત હાઈકોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરવાની દરખાસ્ત કરી હતી, કોલેજિયમમાં નોંધાયેલું એક પદ ઘણા લાંબા સમયથી ખાલી હતું.

જસ્ટિસ વિક્રમ નાથે વર્ષ 1986માં કાયદાની ડિગ્રી મેળવી હતી. 1987માં તેમની નોંધણી થયા પછી, તેમણે અલ્હાબાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમને વર્ષ 2004માં અલ્હાબાદ હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2006માં તેમને અલ્હાબાદ હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓ હાલમાં ફરજ બજાવી રહ્યા છે.[:]