[:gj]જીએસટીના ૧૮૧૯૮ રીફંડ અરજીઓ પૈકી ૧૭૩૦૫ અરજીઓનો નિકાલ[:]

[:gj]જીએસટી કાયદા હેઠળના વિવિધ કિસ્સાઓમાં વેપારીઓના રીફંડ માટે સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે અત્યાર સુધીમાં આવેલ ૧૮૧૯૮ રીફંડ અરજીઓ પૈકી ૧૭૩૦૫ અરજીઓનો નિકાલ કરેલ છે જે ૯૫.૦૯% જેટલો છે તેમજ ક્લેઈમ કરેલ રીફંડ રકમ ૩૦૮૨ કરોડ રૂપીયા પૈકી ૨૯૬૬.૬૦ કરોડ રૂપીયા રીફંડના દાવાનો નિકાલ કરેલ છે જે ૯૬.૨૫% જેવો નિકાલ દર્શાવે છે.

સપ્લાયર દ્વારા દર્શાવેલ ITC તથા મેળવનાર દ્વારા ક્લેઈમ કરવામાં આવેલ
આઈટીસીમાં કોઈ તફાવત માલૂમ પડે તો તે અંગે રીફંડની અરજી કરનાર વ્યક્તિનું ધ્યાન દોરવાનું રહેશે
અને તે અંગે Reconciliation મેળવવાનું રહેશે. જે મુજબ મેળવનાર દ્વારા રીફંડ માટે ક્લેઈમ કરવામાં
આવેલ તફાવતવાળી આઈટીસી અંગેની વિગતો સપ્લાયરના GSTR-01 માં દર્શાવવાની રહે અને જો
GSTR-01 રજૂ ન કરેલ હોય તો તે રજૂ કરવાનું રહે. એટલે કે, વેપારીને તેનો દાવો સાબિત કરવા અને
તેના સપ્લાયરો ને GSTR-01 ભરવા પુરતી તક આપવામાં આવે છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, ઘણા બધા વેપારીઓ GSTR-01 ભરતા નથી અથવા નિયત
સમયમાં ભરતા નથી. હાલના આંકડા મુજબ દેશના સરેરાશ ૫૦% વેપારીઓ GSTR-01 ભરે છે. અત્રે
એ પણ ધ્યાને આવેલ છે કે, બીલીંગ પ્રવૃતિ કરતાં અને ખોટા રીફંડ મેળવનાર વેપારીઓ રીર્ટન રજૂ કરતાં
નથી તેના કારણે છેલ્લાં કેટલાક સમયમાં કરોડો રૂપીયાના ખોટી ટેક્સ ક્રેડિટના દાવાઓ કરવામાં આવેલ
છે જેથી સરકારની આવકને નુકસાન થયેલ છે. આવી પ્રવૃતિઓ દ્વારા લેવાતા ખોટા રીફંડ અટકાવવા
ખૂબ જ જરૂરી છે અને આ બાબત જીએસટી કાઉન્સિલના ધ્યાને પણ મુકેલ છે. તાજેતરમાં સ્ટેટ ટેક્સ
વિભાગે રાજ્યમાં ઘણા સ્થળે દરોડા પાડીને કરોડો રૂપીયાનુ બીલીંગ કોભાંડ પકડેલ છે અને ૬ ઈસમોની
ઘરપકડ પણ કરવામાં આવેલ છે તથા મેળવવામાં આવેલ ખોટા રીફંડની વસૂલાત પણ કરવામાં આવેલ
છે.
આથી, આઈટીસીમાં કોઈ તફાવત માલૂમ પડે તો તે અંગે Reconciliation મેળવવું રાજ્યની
આવકના હિતમાં છે. ઘણા રાજ્યોએ આ અંગે સમાન પ્રકારની સૂચનાઓ જારી કરેલ છે. ઉપરોક્ત તમામ
બાબતો ધ્યાને લેતાં રાજ્ય વેરા કમિશનર કચેરીનો તા.૦૨/૧૧/૨૦૧૮નો પરિપત્ર રાજ્ય નાં નાણાકિય
હિતમાં યોગ્ય રીતે જારી કરાયેલ છે.

આમ, વેપારીઓને સમયસર રીફંડ મળે તે માટે વિભાગ દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવે છે જેના કારણે રીફંડ અરજીના નિકાલની કાર્યવાહી માં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. તેમ રાજય વેરા કમિશ્નરની કચેરી,
ગુજરાત રાજય, અમદાવાદ જણાવ્યું હતું.[:]