[:gj]જેતપુરમાં પ્રદુષણ કરે ઉદ્યોગો અને રૂ.2275 કરોડ પ્રજાના વપરાશે[:]

[:gj]અમદાવાદ, જેતપુર અને વડોદરા ખાતે ઔદ્યોગીક શુધ્ધિકરણ કરાયેલ ગંદાપાણીના નિકાલ અર્થે Deep Sea Discharge Pipelineમાટે રૂ.૨૨૭૫ કરોડની સંકલિત યોજના બનાવવામાં આવેલી છે. સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રથમ અને વિશાળ યોજના છે. અન્ય રાજયોમાં આ પ્રકારની યોજના હાથ ધરાયેલ નથી. આ યોજનામાં સરકારશ્રી દ્વારાપી.પી.પી. ધોરણે સહાય આપવામાં આવશે. “ના ભૂતો ના ભવિષ્યતિ”એવી આ યોજના ભૂતકાળમાં કયારેય બનેલ નથી અને ભવિષ્યમાં પણ આ પ્રકારની બીજી કોઇ યોજના હાથ ધરાય કે કેમ તેવી આ અભિનવ યોજના છે.

આ યોજનાનો મહત્તમ લાભ લઘુ ઉદ્યોગો (Small Scale Industries)ને થશે. લાભાર્થી ઉદ્યોગો પૈકી ૯ર ટકા લઘુઉદ્યોગો છે. સુચિત પાઇપલાઇન પ્રોજેક્ટથી કુલ આશરે રૂ. ૩૪,૦૦૦ કરોડનું નવું ઔદ્યોગિક મુડી રોકાણ તેમજ આશરે ૫ લાખ સીધી રોજગારીની નવી તકો અપેક્ષિત છે.

પ્રદૂષણ નિયંત્રણ માટેના સસ્ટેનેબલ ઉપાયો શોધવાની દિશામાં રાજય સરકાર સતત પ્રયત્નશીલ રહે છે. Emission Trading Scheme for Particulate Matter Pilot Project – હવા પ્રદૂષણ નિયંત્રણની દિશામાં ગુજરાત સરકાર દ્વારા વિશ્વમાં સર્વ પ્રથમ દિશા સૂચક પહેલ છે. જેનું ઉદ્દ્ઘાટન ૦૫ જૂન ૨૦૧૯ ના રોજ થયેલછે તથા યુનિવર્સિટી ઓફ શિકાગો, યેલ તથા હાવર્ડ યુનિવર્સિટી, J-PAL, એમ.આઇ.ટી.ના સહયોગથી સુરત ખાતે અમલમાં આવનાર છે. ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા પણ સદર પ્રોજેક્ટને માન્યતા આપવામાં આવેલ છે.

પ્રોજેક્ટ હેઠળ પસંદ કરેલા સુરત વિસ્તારનાઉદ્યોગોને જી.પી.સી.બી. દ્વારા વજનની માત્રામાં પાર્ટિક્યુલેટ મેટર (PM) ઉત્સર્જન માટે આપવામાં આવેલ પરમીટ કરતાં ઓછા ઉત્સર્જન કરતા ઉદ્યોગો તેમની પાસે રહેલી વણવપરાયેલી પરમીટ વેચશે જ્યારે આપવામાં આવેલ પરમીટ કરતાં વધુ ઉત્સર્જન કરતા ઉદ્યોગો અન્ય ઉદ્યોગો પાસેથી પરમીટ ખરીદશે. પાર્ટિક્યુલેટ મેટર (PM) ના ઉત્સર્જનનું વ્યાપાર બજાર અન્ય કોમોડિટીઝના વ્યાપાર સમાન હશે. સદર સ્કીમથી ઔધોગિક એકમોને પ્રદૂષણ નિયંત્રણ માટે પ્રોત્સાહન મળશે જેથી PM ના ઉત્સર્જન માં ઘટાડો થશે.

ઘરગથ્થું ગંદા પાણી અને ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને આધુનિક કક્ષાની ટ્રીટમેન્ટ આપ્યા બાદ પુનઃ વપરાશમાં લેવાની દિશામાં સુરત, કચ્છ અને ગાંધીનગરખાતે ઉદ્યોગો દ્વારા પ્રસંશનિય કામગીરી થઇ રહેલ છે.
રાજ્ય સરકારે નાના ઉદ્યોગોને ઓછા ખર્ચે સ્ટીમ મળી રહે અને પર્યાવરણની જાળવણી સાથે ઉદ્યોગ ચલાવી શકાય તે માટે હાલમાં સુરત, અંકલેશ્વર, વાપી, નંદેસરી જેવા વિકસિત ઔદ્યોગિક વિસ્તારોમાં કોમન બોઈલરની વ્યવસ્થાને પ્રોત્સાહન આપી કાર્યરત કરાવી છે.

ઇ-ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એન.આઇ.સી.ના સહયોગથી બનાવેલ ઓનલાઇન એપ્લીકેશન સોફટવેર એકસ.જી.એન. (એકસ્ટેન્ડેડ ગ્રીન નોડ) ને રાષ્ટ્રીય કક્ષાના ઇ-ગવર્નન્સના એવોર્ડ એનાયત થયેલ છે. એકસ.જી.એન.ની સફળ ઉપયોગિતાને ધ્યાને લઇ અન્ય રાજય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેવા કે મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટક, ગોવા અને હિમાચલપ્રદેશમાં પણ ગુજરાત દ્વારા વિકસાવેલી આ ઓનલાઇન સિસ્ટમ અપનાવવામાં આવેલ છે.

જોખમી અને બિનજોખમી કચરાનો રીસોર્સ તરીકે ઉપયોગ કરવામાં ગુજરાત રાજયએ નોંધપાત્ર સફળતા મેળવી છે. માર્ચ-ર૦૧૯ સુધીમાં આશરે ર કરોડ ૭ લાખ મેટ્રીક ટન જોખમી અને બીનજોખમી કચરાનો સીમેન્ટ ઉદ્યોગોમાં ઉપયોગ કરવામાં આવેલ છે. આ પ્રકારે વેસ્ટના કો-પ્રોસેસીંગ દ્વારા નિકાલના ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે.
ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસમાં જ અગ્રેસર નથી તેની સાથે સાથે પર્યાવરણની સુવિધાઓ ઉભી કરવામાં પણ મોખરે છે. ગુજરાતમાં કુલ ૩૩ ઔદ્યોગિક ગંદાપાણીના સામુહિક શુદ્ધિકરણ પ્લાન્ટ – સીઇટીપી કાર્યરત છે. જે સમગ્ર દેશના સીઇટીપીના ૩૦ ટકાથી પણ વધુ છે.

ઔદ્યોગિક ઘન કચરાના નિકાલની સુવિધા એટલે કે સામુહિક ટી.એસ.ડી.એફ.,બાયોમેડીકલ કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલની સુવિધાઓ, ઇ-વેસ્ટ રજીર્સ્ટડ ડીસમેન્ટલર/રીસાઇક્લર ઉદ્યોગો વિકસાવવામાં પણ રાજ્ય દેશમાં અગ્રેસર છે.

રાજયમાં અસરકારક અને ઉત્કૃષ્ટ પર્યાવરણ સંચાલન માટે બોર્ડે ‘પર્યાવરણ કિલીનીક અને ઓપન હાઉસ’નો નવો અભિગમ ‘નિયમનકારી ભૂમિકા’ ભજવવાની સાથે ‘સુવિધા પ્રદાનકર્તા’ તરીકે અપનાવેલ છે.

ઉદ્યોગ સ્થાપવામાં, ચલાવવામાં સરળતાની પહેલ એટલે કે Ease of Doing Business અન્વયે રાજય સરકારે સંખ્યાબંધ પગલાં લીધા છે. જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટલ કલીયરન્સ (ઇસી) મેળવનારા ઔદ્યોગિક એકમોને સીટીઇની (Consent to Establish) પ્રક્રિયામાંથી મુકિત, જુદી જુદી ડાયસ્ટફ પ્રોડકટની તેના ગ્રુપ પ્રમાણે મંજૂરી આપવામાં સરળીકરણ, કન્સેન્ટની વેલીડીટીના વર્ષોમાં વધારો, કન્સેન્ટ અરજીના નિર્ણયના સમયગાળામાં ઘટાડોજેવા પગલાંઓનો સમાવેશ થાય છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલની દિશામાં સંશોધન માટે પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.
ગુજરાતના આશરે ૧૬૦૦ કી.મી. લાંબા દરિયા કિનારાને ધ્યાને લઇ દરીયાકાંઠાના જળની ગુણવત્તાનું મુલ્યાંકન કરી, તેના ટ્રેન્ડનો અભ્યાસ કરી વ્યુહાત્મક આયોજન અને વિકાસની નવી યોજનાઓ નક્કી કરતી વખતે સરકારશ્રીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી શકાય તે હેતુથી બોર્ડ દ્વારા અન્ય સંસ્થાઓના સહયોગથી આઇ.સી.ઝેડ.એમ. પ્રોજેકટ (Integrated Coastal Zone Management Project) યોજના હાથ ધરવામાં આવેલ છે. આઇ.સી.ઝેડ.એમ. પ્રોજેકટ હેઠળ બોર્ડની પ્રયોગશાળાઓને અતિઆધુનિક વૈજ્ઞાનિક સાધનોથી સુસજ્જ કરવામાં આવેલી છે.
આ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પરિસર હવાની ગુણવત્તા (એમ્બિયન્ટ એર કવોલિટી મોનીટરીંગ), વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડના મોનીટરીંગ, વૈશ્વિક પર્યાવરણ મોનીટરીંગ પરિયોજના (જેમ્સ-ગ્લોબલ એનવિરોમેન્ટલ મોનીટરીંગ સિસ્ટમ) અને મિનાર્સ પ્રોગ્રામ (મોનીટરીંગ ઓફ ઇન્ડિયન એકવેટીક રિસોર્સીસ સિસ્ટમ) અન્વયે નદીઓનું મોનીટરીંગ તથા જળ સ્ત્રોતોનું જૈવિક મોનીટરીંગ (Bio monitoring) નિયમિત ધોરણે હાથ ધરવામાં આવેલ છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કેન્દ્રીય પ્રયોગશાળાને આધુનિક સાધનોથી સુસજજ કરવામાં આવી છે. આ પ્રયોગશાળાને ભારત સરકારના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળની માન્યતા પ્રાપ્ત “પર્યાવરણીય પ્રયોગશાળા” તરીકે જાહેર કરવામાં આવેલ છે.

પર્યાવરણ પ્રભાગ સાથે રાજયમાં મુખ્યત્વે ચાર સંસ્થાઓ સંકળાયેલ છે.
(૧) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)
(ર) ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા (GEMI)
(૩) ગુજરાત ઇકોલોજી કમિશન(GEC)
(૪) ગુજરાત ઇકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન
(GEER Foundation)

રાજય સરકારમાં પર્યાવરણ પ્રભાગમાં ટેકનીકલ માળખું સુદ્રઢ કરવા અંગેના કેન્દ્ર અને રાજયના સંકલિત કાર્યક્રમ હેઠળ વર્ષ-૧૯૮૬ થી નિયામક (પર્યાવરણ) કાર્યરત છે. જેનું મુખ્ય કાર્ય પર્યાવરણ સંશોધન, આયોજન અને સંકલન તથા પર્યાવરણ પુનઃસ્થાપનને સંલગ્ન છે. તેમના દ્વારા કરવામાં આવતી કામગીરીઓમાં મુખ્યત્વે ભારત સરકારના પર્યાવરણ, વન અને કલાઇમેન્ટ ચેન્જ મંત્રાલય દ્વારા ઘડવામાં આવતી પર્યાવરણીય નિતીનું રાજય સ્તરે અમલીકરણ, રાજયમાં પર્યાવરણીય અસરગ્રસ્ત વિસ્તારો શોધી કાઢવા અને તેના યોગ્ય વ્યવસ્થાપન માટે ઉકેલ મેળવવાની કામગીરી, રાજયમાં સ્વચ્છ ઉત્પાદન માટેની ટેકનોલોજી મુક્કરર કરવી અને તેને પ્રોત્સાહીત કરવા વગેરે છે.

(૧) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)
ગુજરાત રાજયમાં પ્રદૂષણને રોકવા માટે, નિયંત્રિત કરવા માટે અને પર્યાવરણનું રક્ષણ કરવા તેમજ પ્રદૂષણ નિયંત્રણ કાયદા અને સંબંધિત નિયમોના અસરકારક અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા ૧પમી ઓકટોબર, ૧૯૭૪ ના રોજ પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૭૪ ની જોગવાઇ અનુસાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવેલ છે.
પર્યાવરણ અને પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમો અને નિયમોની જોગવાઇઓ અનુસાર બોર્ડના કાર્યોમાં મુખ્યત્વે રાજયમાં પ્રદૂષણનું નિયમન, નિયંત્રણ તથા નિવારણ કરીને અને પર્યાવરણની ગુણવત્તામાં સુધારો કરવો, શુદ્ધ કરેલા ઘરગથ્થું ગંદાપાણી તથા ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના પુનઃઉપયોગ (Recyle) ને પ્રોત્સાહન આપવું વગેરે છે.

ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત રાજયની હરણફાળ એ સતત પ્રક્રિયા છે. દર વર્ષે સેંકડો નવા ઉદ્યોગો સ્થપાતા જાય છે. તેવા સમયે માન. વિજયભાઇ રૂપાણી સાહેબશ્રીની સરકાર વિકાસની સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તેવા સંતુલિત વિકાસની દિશામાં આગેકૂચ કરવા કટિબદ્ધ છે. આ દિશામાં ડીપ-સી ડીસ્ચાર્જ પાઇપલાઇન યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે. જે પ્રોજેકટની કામગીરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંકલન હેઠળ હાથ ધરવામાં આવશે.

(ર) ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન (ગેમી)
ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન (ગેમી)એ વન અને પર્યાવરણ વિભાગ હેઠળ પર્યાવરણના રક્ષણ, સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે કાર્ય કરતી ગુજરાત સરકારશ્રીની એક સ્વાયત્ત સંસ્થા છે. આ સંસ્થાની રચના માત્ર ગુજરાત રાજયને જ નહી પરંતુ ભારતના અન્ય રાજયોને મદદરૂપ રહે તે આશયથી કરવામાં આવેલ છે અને ગુજરાતના ગૌરવમાં વધારો કરેલ છે.
ગેમી દ્વારા પર્યાવરણલક્ષી જાગૃતતા લાવવાના અભિગમોની સાથે વિવિધ સિધ્ધિઓ હાંસલ કરેલ છે
ગેમીની પ્રયોગશાળાને ભારત સરકારની સંસ્થા નેશનલ એક્રીડીટેશન બોર્ડ ફોરટેસ્ટીગ એન્ડ કેલીબ્રેશન લેબોરેટરીઝ (NABL) ની પણ માન્યતા પ્રાપ્ત કરેલ છે. આવી સંસ્થાઓના પૃથ્થકરણો ૧૭૩ દેશોમાં સ્વીકાર્ય છે.
સંસ્થાની ઈ-લેબોરેટરી મોનીટરીંગ સીસ્ટમને નેશનલ ઈ-ગર્વનન્સ એવોર્ડ મળેલ છે.
માનનીય અધ્યક્ષશ્રી, વર્ષ ૨૦૧૯માં પર્યાવરણ અને વનમંત્રાલય, ભારત સરકારશ્રી દ્વારા આઇ.એફ.એસ. અધિકારીઓની તાલીમનું આયોજન ગેમીને સોંપવામા આવેલ. જે ગુજરાતના ગૌરવમાં વધારો કરે છે.
ગેમી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ માટે વર્ષ ર૦૧૯-ર૦ માટે કુલ રૂ.૬રપ.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

(૩) ગુજરાત ઇકોલોજી કમિશન(GEC)

આપના માધ્યમ થકી આ સન્માનનીય સભાગૃહને જણાવતા આનંદ થાય છે કે, ગુજરાત ઈકોલોજી કમિશન રાજયની પર્યાવરણીય બાબતો પરત્વે વિવિધ પ્રવૃત્તિઓ અને યોજનાઓ દ્વારા રાજયની પર્યાવરણ લક્ષી બાબતોની ચિંતા કરે છે. રાજય સરકારની આ અંગેની નીતિના ઘડતર અર્થે કમિશનને રાજય સરકારની નોડલ એજન્સી નિયુકત કરવામાં આવી છે.
ગુજરાત ઈકોલૉજી કમિશન રાજયના વિવિધ પર્યાવરણીય પ્રશ્નો જેવા કે – રણ વિસ્‍તૃતી નિયંત્રણ, જમીનની ખારાશ, ભૂગર્ભ જળના સ્રોતોનો વધુ પડતો ઉપયોગ, લુપ્ત થવાને આરે રહેલ વનસ્‍પતિ અને પ્રાણીઓનું સંવર્ધન તથા પુનઃસ્‍થાપન વિગેરે પ્રશ્નોના નિરાકરણના પ્રયાસમાં સરકારના અન્‍ય વિભાગો સાથે રહી કામગીરી કરે છે.
વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન ગુજરાત ઈકોલૉજી કમિશન દ્વારા જે મુખ્ય પ્રવૃત્તીઓ કરવામાં આવી રહેલ છે તેની વાત કરીએ તો…
ભારત સરકાર અને વિશ્વ બેન્ક પુરૂસ્કૃત પ્રોજેકટ સ્માર્ટ ઇકો વિલેજ પ્રોજેકટનું અમલીકરણ
દેવભુમી દ્વારકા જીલ્‍લાના શિવરાજપુર બિચને ૫ર્યાવર્ણીય વ્‍યવસ્‍થા૫ન તથા ઈકો-ટુરીઝમને પ્રોત્‍સાહન મળે તે હેતુથી ભારતના પ્રથમ બ્‍લ્‍યુ ફલેગ બિચ તરીકે વિકસાવવામાં આવી રહેલ છે.
“ન્યુટ્રીશનપાર્ક”: માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા તારીખ:-૨૫ ડીસેમ્બર, ૨૦૧૮ ના રોજ કેવડિયા ખાતે લીધેલ મુલાકાત દરમ્યાન “ન્યુટ્રીશન પાર્ક” વિકસાવવાની સૂચના આપવામાં આવેલ જેનું મુખ્ય હેતુ કેવડિયા ખાતે “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નિહાળવા આવતા અસંખ્ય મુલાકાતીઓને “પોષણની જરૂરીયાત અને રોજિંદા જીવનમાં તેનું મહત્વ” સમજાવી તે વિષયે જાગૃતિ ફેલાવવાનો છે. આવનાર પેઢીને ભારતના આર્યુવેદ ગ્રંથો, વેદો તેમજ અન્ય સાહિત્યમાં દર્શાવેલ “પોષણયુકત આહારના મહત્વ” ની સમાજ ટકાવી રાખવી અત્યંત જરૂરી જણાય છે. જેને ધ્યાને લઇ “ન્યુટ્રીશન પાર્ક” કેવડિયા ખાતે વિકસાવવામાં આવી રહેલ છે.
ન્યુટ્રીશન પાર્ક નું મુખ્ય આકર્ષણ ન્યુટ્રીશન ટ્રેન છે. જેમાં પોષણ શૃંખલા અંગેની વૈજ્ઞાનિક માહિતીને ટેકનોલોજીના ઉપયોગથી દર્શાવવામાં આવશે.બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મતરૂપે તેમજ તમામ ઉમરના મુલાકાતી માટે પોષણ અને પર્યાવરણ સંરક્ષણને લગતી જરૂરી માહિતીને એડવાન્સ ટેકનોલોજીની મદદથી વિવિધ માધ્યમો દ્વારા સરળ ભાષામાં પૂરી પાડવાનો પ્રયત્ન કરાશે.
ગુજરાત ઇકોલોજી કમિશનની ઉપરોકત વિવિધ પ્રવૃત્તિઓના વ્યાપને ધ્યાને લેતા માટે વર્ષ ર૦૧૯-ર૦ માટે કુલ રૂ.૨૦૭૨.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

(૪) ગુજરાત ઇકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (GEER Foundation)

ગુજરાત ઇકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન એટલે કે “ગીર” ફાઉન્ડેશન ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સ્થાપવામાં આવેલ એક સ્વાયત્ત સંસ્થા છે. “ગીર” ફાઉન્ડેશન ગુજરાત રાજયમાં પ્રકૃતિ શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં ૧૯૮૩ થી કાર્યરત છે.
“ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા સંશોધનાત્મક પ્રકૃત્તિ, વન્ય પ્રાણી તથા પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જેમાં રાજયની મુખ્ય નદીઓના મુખપ્રદેશોનું પરિસરીય સર્વેક્ષણ, રાજયના અગત્યના જળ પ્લાવિત વિસ્તારો (વેટલેન્ડઝ) ના પરિસર તંત્રોનો અભ્યાસ, પ્રકૃતિ શિક્ષણ શિબિરો, પક્ષીદર્શન તાલીમ કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.  ગીર ફાઉન્ડેશન ગાંધીનગરની પ્રવૃત્તિઓ માટે વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટે રૂા.૧૯૫.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટર
ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટરએ ભારતની એકમાત્ર યુનીડો (UNIDO), યુનાઇટેડ નેશન્સ દ્વારા ટેકનીકલ સહયોગ પામેલ ક્લીનર પ્રોડક્શન અને ક્લીનર ટેકનોલોજી એટલે કે પ્રદુષણ નિવારણ ઉપર કામ કરતી ગુજરાત સરકારની સંસ્થા છે. હાલ સુધીમા સંસ્થા દ્વારા પ્રદુષણ નિવારણ માટે ૫૦૦ થી વધારે ક્લીનર પ્રોડક્શન પ્રમોશન પ્રોગ્રામ અને ૨૦૦ થી વધારે ક્લીનર પ્રોડક્શન અસેસમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામા આવ્યા છે. ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટરની વિવિધ પ્રવૃત્તિઓમાં કલીનર પ્રોડકશન એવોર્ડ અને વિદ્યાર્થીઓને પર્યાવરણ ક્ષેત્રે સંશોધન માટે પ્રોત્સાહન યોજનાનો સમાવેશ થાય છે.[:]