[:gj]ટોરેન્ટ ફાર્માના કંપની સેક્રેટરી સાથે રૂ.70 હજારનો મોબાઈલ એપ ડાઉનલોડ કરવામાં બેંક ફ્રોડ [:]

[:gj]મૂળ રાજસ્થાનના અને હાલ આંબાવાડી આઈપીએસ કવાર્ટસ સામે સુરધારા એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઈ અગ્રવાલે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે પોતે ટોરેન્ટ ફાર્માના કંપની સેક્રેટરી છે અને એલએલબીનો અભ્યાસ કરેલો છે ગઈ તા.૬ જાન્યુ.એ તેમને પેટીએમમાં કેવાયસી અપડેટ કરવા મેસેજ આવ્યા હતા જેમાં કોન્ટેકટ કરવા એક નંબર આપવામાં આવ્યો હતો નંબરનો સંપર્ક કરતા ગઠીયાએ એક એપ ડાઉનલોડ કરાવી પેટીએમમાં ૧ રૂપિયો ટ્રાન્સફર કરવા કહયુ હતું જાકે તે શકય બન્યું નહતું. જેથી ગઠીયાએ બીજી વખત ફોન કરીને તેમની પાસે રૂપિયો ટ્રાન્સફર કરવાના બહાને બેંકની માહીતી મેળવી ગણતરીની મિનીટોમાં કુલ રૂપિયા સિત્તેર હજાર ઉસેડી લીધા હતા.[:]