[:gj]ડૂંગળીનો પૂરવઠો ઘટતા હજું ભાવ વધી શકે છે[:]

[:gj]ડૂંગળીના ભાવમાં ઘટાડો થાય એવો એક પણ સંકેત મળતો નથી,ત્યારે આજે ડૂંગળીના ભાવ કિલો દીઠ રૂપિયા 165 પર પહોંચી ગયો હતો. ગતવર્ષની સરખામણીએ આ વર્ષ દરમિયાન મહારાષ્ટ્રના કૃષિ માર્કેટમાં ડુંગળીના પુરવઠામાં 69 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ જથ્થબંધ ભાવમાં 10 ગણો વધારો થયો છે.

મહારાષ્ટ્રમાં ડુંગળીનો પાક નિષ્ફળ જતા કિંમતો વધી છે. રાજ્યમાં અતિ ભારે વરસાદ પડતાં પાક ધોવાઇ ગયો હતો. દેશમાં સૌથી વધુ ડૂંગળીનો પાક મહારાષ્ટ્રનાં નાસિકમાં થાય છે. ગયા વર્ષે મહારાષ્ટ્રના માર્કેટમાં 11.9 લાખ કવિન્ટલ ડુંગળી પુરી પાડવામાં આવી હતી જ્યારે હાલ ફક્ત 3.7 લાખ ટન જ ડુંગળીનો પુરવઠો પૂરો પાડી શકાયો છે.

ગત વર્ષે એક કવિન્ટલ ડુંગળીની સરેરાશ જથ્થાબંધ કિંમત રૂ.697 હતી જે ચાલુ વર્ષમાં રૂ.6954 પર પહોંચી ગઈ છે. બીજી તરફ ગુજરાતમાં પણ ડુંગળીના ભાવ વધ્યા છે. રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં પણ ડુંગળી રૂ.165 પ્રતિકિલોએ વેચાઈ રહી છે.જો કે ભાવ વધતા હવે કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી પુરવઠો પુરો પાડયો હતો અને સરકારી કંપની એમએમટીસીને તુર્કીથી ડૂંગળીની આયાત કરવા કહ્યું હતું. પરિમામે 1.2 લાખ ટન ડૂંગળીની આયાત થશે જેથી ભાવ પર અંકુશ આવે અને લોકોને પુરતી માત્રામાં ડૂગળી મળી રહે. ગુરૂવારે ગૃહમંત્રી અમીત શાહના નેતૃત્વ હેઠળ મંત્રીઓના સમુહની બેઠક મળી હતી અને આયાત કરવાની ડૂંગળી અંગે ચર્ચા કરી હતી. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર, ડૂંગળીનો ભાવ છુટકમાં કિલો દીઠ એક સો રૂપિયા હતો જ્યારે ડૂંગળીના મુખ્ય ઉત્પાદન કેન્દ્ર મહારાષ્ટ્રના નાસિકમાં જથ્થાબેધ ભાવ કિલો દીઠ રૂપિયા 75 હતો. વિવિધ શહેરોમાં ડૂંગળીના ભાવ નીચે મુજબ હતા.ગોવામાં કિલો દીઠ રૂ. 165, આંદામાનના માયાબજારમાં કિલો દીઠ રૂ.160 અને કેરળમાં કિલો દીઠ રૂપિયા 150ની આસપાસ. કોલકાતામાં રૂ.140 અને ઉત્તર પ્રદેશમાં કિલો દીઠ રૂપિયા 120માં ડૂંગળી વેચાઇ હતી. Maharashtra Onion Price Hike APMC Onion Supply Nasik Ahmedabad Onion Onion Prices Onion Production[:]