[:gj]ડેરી અને નોન ડેરી પ્રોડક્ટ્સ પર વેજ-નોનવેજ જેવા સિમ્બોલ મૂકવાની સિસ્ટમ દાખલ કરાશે[:]

[:gj]અમદાવાદ,શનિવાર

ઘી, માવો અને દૂધ જેવા ડેરી ઉત્પાદનોના ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ તૈયાર કરીને ખોટી નકલ કરીને અસલી કરતાંય ઊંચા ભાવે બજારમાં મૂકીને ગ્રાહકોના ખિસ્સા ખંખેરવા ઉપરાંત તેમની સાથે કરવામાં આવતી છેતરપિંડીને અટકાવવા માટે ડેરી પ્રોડક્ટ અને નોન ડેરી પ્રોડક્ટ્સના અલગ સિમ્બોલ તૈયાર કરવામાં આવશે તેમ જ તેમના અલગ અલગ કલર કોડ પણ નક્કી કરવામાં આવશે. આગામી ત્રણ મહિનાની અંદર તેનો કાચો મુસદ્દો મૂકી દઈને છ મહિનામાં તેનો અમલ કરી દેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નોન ડેરી પ્રોડક્ટ્સ આજે ડેરી પ્રોડક્સ માટે મોટો પડકાર બની રહ્યા છે. તેમ જ અસલીના બજારને તોડીને નકલીના બજારમાં નફાખોરી થઈ રહી છે. પરિણામે પ્રજાએ અને સરકારે સાથે મળીને તેની સામે અવાજ ઊઠાવવાનો સમય આવી ગયો છે. ભારતના ડેરી ઉદ્યોગને ભવિષ્યમાં થનારા ભારે નુકસાનથી બચાવવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યું છે.

[:]