[:gj]ડોન નજીક એક જ સ્થળે 23 જાતની જંગલી કેરી પેદા થાય છે [:]

[:gj]ચિંચલી ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. ચીંચલીના ડુંગરાળ પ્રદેશને એપ્રિલ 2019માં ‘બાયોવર્સિટી ઝોન’ જાહેર કરાયો છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ચિંચલીનાં ડુંગરાળ પ્રદેશમાં કુદરતી રીતે ઉગી નિકળેલા 2700 આંબાના વૃક્ષો છે. ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકનાં ચિંચલી રાઉન્ડ ફોરેસ્ટમાં ચિંચલીનાં મહારદર, ડોન મોરઝીરાને અડી આવેલા ડુંગર પ્રદેશમાંસુધીના 1626 હેક્ટર (10 ચો. કિ.મી.)રીઝર્વ ફોરેસ્ટમાં કુદરતી રીતે જંગલી દેશી આંબા ઉગી નીકળેલા છે.

પર્યાવરણ અભ્યાસુઓ માટે અનેરૂ આકર્ષણ ઉભું થવા પામ્યું છે. આંબાનું જંગલ બારેમાસ લીલું રહે છે. સમગ્ર જંગલ જયારે સુકુભટ હોય છે. ઉત્તર ડાંગ વન વિભાગનાં સર્વે અનુસાર આ વિસ્તારનાં જંગલી આંબાઓનું સંશોધન હાથ ધરતા વિવિધ પ્રકારની 23 જાતોની કેરી ફળ મળી આવી છે.

જેમાં દરેક આંબાના પાંદડાં-ફળો અને ફળના રંગમાં વિવિધતા છે. 23 જાતોની વિવિધ કેરીઓમાં કોઇક કેરી લાલ, પીળી, લીલી તો કેટલાક વૃક્ષો પર પાંદડાં અસમાનતા દેખાઇ હતી. જેવા કે કેરી પાકી હોય છતાં લીલો રંગ, કાચી હોવા છતાં લાલ કે પીળી રંગ અને પાંદડા પણ કોઇક લાંબા તો કોઇ અન્ય વૃક્ષનાં નાના, ઝીણા જોવા મળ્યા હતાં. સફેદ કેરી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ડાંગનાં ઉત્તર વન વિભાગનાં ચિંચલી રાઉન્ડ ફોરેસ્ટમાં સમાવિષ્ટ જંગલ વિસ્તારમાં કુદરતી રીતે જ મળી આવેલા આ જંગલી આંબાનાં વૃક્ષો ગુજરાત જૈવિક વિવિધતા વિકાસ બોર્ડ દ્વારા ચિંચલી ગામે ગ્રામજનોની હાજરીમાં સમગ્ર વિસ્તારને બાયોવર્સિટી હેરીટેજ સાઇટમાં સમાવવા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આ વિસ્તારનાં ગ્રામજનોએ આ વિસ્તારને બાયોવર્સિટી ઝોનમાં સમાવવા સંમતી દર્શાવી હતી.

ઈ.સ.1664માં શિવાજી મહારાજે સુ૨ત ૫૨ ચઢાઇ કરી ત્યારે અહીં જ તેમનો ૫ડાવ હતો તે આજે લશ્કરી આંબા તરીકે ઓળખાય છે. અને અહીંથી જ સુ૨તને લુંટવા ગયા હતા.

ચિંચલી ગામમાં 100 ટકા આદિવાસી લોકો વસે છે. મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી, કેરી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ ચિંચલીના ડુંગરાળ પ્રદેશમાં હજારો આંબાના વૃક્ષોને કારણે બાયો ડાયવર્સિટી ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકના ચિંચલી રાઉન્ડ ફોરેસ્ટમાં આવેલા મહારદર ગામથી મોરજીરા ગામ સુધીના પહાડી પ્રદેશને અડીને આવેલા અંદાજે 1626 હેક્ટર તો ફોરેસ્ટમાં કુદરતી રીતે ઉગી નીકળેલા આંબાના વૃક્ષો પર્યાવરણ અભ્યાસ માટે આકર્ષણ ઊભું થવા પામ્યું છે.

પર્યાવરણ અભ્યાસો માટે પણ દુર્લભ પ્રકારની વનસ્પતિનો ભંડાર સંજીવની રૂપે પુરવાર થશે. અહીં આંતરરાષ્ટ્રીય બાયો ડાયવરસીટી દિવસની ઉજવણી કરાઈ હતી.[:]