રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્હી દ્વારા માનવ અધિકાર ભંગના કેસમાં આપેલ નિર્દેશ મુજબ પોરબંદર જીલ્લાના ભોળદર થી રોઘડા ગામે હિજરત કરેલ અનુસુચિત જાતિના હિજરતી પરિવારનું પુન:વસન કરવા બાબત આદેશ આપવા છતાં નિર્દેશનુ પાલન કરવામા રાજ્ય સરકાર બેદરકાર અને તંત્ર ઠાગાઠૈયા કરે છે. ભોગ બનનાર લોકો ઠેરના ઠેર છે. ગુજરાત સરકાર માનવ અધિકારોના રક્ષણ કરવામાં બેદરકાર છે. રૂપાણી પોતે સંવેદનશીલ સરકાર હોવાનો ઢોંગ કરી રહી છે.
પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના ભોડદર ગામના મારખીભાઇ દુદાભાઈ બડવા, જાતે અનુસુચિત જાતિને આજ ગામના આહીરો(બિન દલિત) નામે ૧. નારણ રામ(ઉપસરપંચ) ૨. સવદાસ રામજી ૩. લાખા રાજશી ૪. ગોવિંદ અરજણ ૫. વિક્રમ મેરામણ ૬. કાના નાથા ૭. રામાં કારા ૮. વજશી વીરા ૯. કમલેશ મેરામણ(પંચાયત સભ્ય) દ્વારા ઉપર તમામ આરોપીઓએ ૧૮/૧૨/૨૦૧૩ના રોજ સવારે આવી આ કુટુંબ જે ઘરમાં રહેતા હતા તે ચાર પાકા મકાન કાયદેસરના હોવા છતાં હેરાન કરવાના અને બેઘર કરવાના ઈરાદે અને અગાઉ આ તમામ આરોપી વિરુદ્ધ અત્યાચારના કેસ માં સમાધાન કરવાની ધમકી આપીને ભોગ બનેલ દલિત પરિવારના ચાર પાકા સ્લેબ વાળા ઘરો જે.સી,બી.થી સંપૂર્ણ તોડી પાડી મિલકતને નુકશાન પહોચાડવાનો ગુન્હો કરેલ છે.
અમો ભોગ બનેલ અનુસુચિત જાતિનો પરિવાર અમારો જીવ બચાવવા ભોડદર ગામમાંથી ઉપરોક્ત આરોપીઓના ત્રાસથી ભયના ઓથાર નીચે કુતિયાણા તાલુકાના રોઘડા ગામે હિજરત કરેલ છે. અમારા ભૂકંપમાં સરકારની મંજુરી અને સહાયથી બનાવેલ બે પાક્કા ધાબા વાળા અમારા માલિકીના મકાનો ઉપરોક્ત આરોપીઓએ એકસંપ થઇને સરકારી અધિકારીઓ સાથે ષડયંત્ર રચી પોરબંદર જીલ્લા કલેકટરનો મકાન પાડવાનો સ્ટે હોવા છતાં ગેરકાયદેસર રીતે પાડી નાખેલ હતા. તેમજ આ આરોપીઓ દ્વારા અમો અરજદાર મારખીભાઇ દુદાભાઈ પર વારંવાર હુમલા કરવામાં આવતા પોલીસ રક્ષણ સાથે રહેતા હતા જેને લઈને અમો પર વારંવાર અત્યાચારને લીધે અમો ભોગ બનેલ પરિવાર પોતાનો જીવ બચાવવા તા- ૧૮/૧૨/૨૦૧૩ના રોજ ભોડદર ગામથી કુતિયાણા તાલુકાના રોઘડા ગામે હિજરત કરી છે.
આ બનાવ બાબતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, નવી દિલ્હીમાં અમારા સમાજના આગેવાન કાન્તિલાલ પરમાર રે. ચિતલ દ્વારા અમારા માનવ અધિકાર ભંગના બનાવામાં કાયદેસરની કાર્યવાહી થાય અને અમારા પરિવારનું રોઘડા ગામે સરકારશ્રી દ્વારા પુન: વસન કરવામાં આવે તે માંગ સાથે NHRC કેસ નં. 727/6/20/2016 થી રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, નવી દિલ્હી ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ નવી દિલ્હી દ્વારા સુનાવણી કરી જીલ્લા સતાધીશો પાસે આ બનાવ બાબતે રીપોર્ટ રીપોર્ટ મંગાવેલ હતો અને આ બાબતે સુનાવણી કરી NHRC કેસ નં. 727/6/20/2016 ના કેસમાં તારીખ ૨૯ એપ્રિલ ૨૦૧૯ ના રોજ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને અમારા માનવ અધિકાર ભંગના કેસમાં અમારા પરિવારનું રહેણાંક મકાન માટે પ્લોટ અને ખેતીની જમીન આપવા સાથે અન્ય જરૂરી વ્યવસ્થા સાથે (necessary arrangements for rehabilitation) પુન:વસન કરવા નિર્દેશ કરેલ છે.
છતાં કંઈ થયું નથી.