તેજસ ટ્રેન શરૂં

વિજયભાઇ રૂપાણી

તેજસ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે સવારે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ 1.55 વાગ્યે બપોરે પહોંચશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલથી 3.40 વાગ્યે બપોરે ઉપડશે અને અમદાવાદમાં રાત્રે 9.55 વાગ્યે પહોંચશે. અંદાજિત 6 કલાકમાં તેજસ એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ પહોંચશે. આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 160 કિ.મી.ની રહેશે.

ગુજરાતમાં 2014થી અત્યાર સુધી કુલ 118 ટ્રેન રાજ્યને મળી છે.૨૧૬૧ કિ.મી.ની નવી રેલ્વે લાઇન પ્રોજેકટસ પ્રગતિમાં છે.

પશ્ચિમ ભારતમાં પ્રથમ તેજસ એકસપ્રેસ ટ્રેન મુંબઇ-અમદાવાદ શરૂ થતાં ગુજરાતના વડોદરા ભરૂચ સુરત અને વાપી જેવા વ્યાપારિક કેન્દ્રોના યાત્રીઓને એક વધુ સુવિધાજનક વિકલ્પ મળ્યો છે.

ગુજરાતમાં રેલ્વે કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત વધારો થયો છે. ગુજરાતમાં 2014 થી અત્યાર સુધી કુલ 118 ટ્રેન શરૂ થઈ છે. આમાં ગુજરાતમાંથી શરુ થનાર અને ગુજરાતમાંથી આગળ વધનાર ટ્રેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

એક જ વર્ષમાં ૨૪૫ કિલોમીટરના ગેઝ કન્વર્ઝન, ન્યુ લાઈન તથા ડબલિંગના કર્યો શરૂ થયા છે. કુલ મળીને એપ્રિલ 2014થી અત્યાર સુધી ગુજરાતમાં 2,161 કિલોમીટરની નવી લાઈનના પ્રોજેક્ટ, ગેઝ પરિવર્તનના પ્રોજેક્ટ તથા ડબલિંગ અને થર્ડ પ્રોજેક્ટ કાર્યો શરુ કરવામાં આવ્યા છે અને પ્રગતિના વિભિન્ન સ્તરો પર છે, જેમાંથી કેટલાક કાર્યો પૂર્ણ થઈ ચૂકયા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ ગુરુવાર સિવાય સપ્તાહમાં 6 દિવસ દોડશે. દર ગુરુવારે ટ્રેનનું મેન્ટેનન્સ કરાશે. તેજસ ટ્રેનને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવી છે. એક્ઝિક્યૂટિવ કોચની તમામ 56 સીટો પર એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી છે. આ સાથે ઓટો સેન્સર ડસ્ટબિન, સી.સી.ટી.વી, ફાયર સેફ્ટીની સુવિધા પણ રાખવામાં આવી છે. ટ્રેનમાં વૃદ્ધો કે બાળકોને ઠંડી લાગે તો તેમને ચાદર પણ આપવામાં આવશે. ઓનબોર્ડ શોપિંગની પણ સુવિધા મળશે.

તેજસ એક્સપ્રેસમાં કુલ 10 કોચ રહેશે જેમાં 9 એસી ચેર કાર કોચ અને 1 એક્ઝિક્યૂટિવ કોચ રહેશે. ટ્રેનમાં 56 સીટની ક્ષમતાવાળા બે એક્ઝિક્યુટિવ ચેરકાર મળી કુલ 112 સીટ તેમજ 78 સીટની ક્ષમતા ધરાવતા 8 ચેરકાર કોચ એટલે કે કુલ 624 સીટ મળી કુલ 736 પેસેન્જરો મુસાફરી કરી શકશે. ટ્રેનમાં હોસ્ટેસના યુનિફોર્મ લખનૈઉ અને નવી દિલ્હી તેજસની હોસ્ટેસ કરતા અલગ હશે. તેમના યુનિફોર્મમાં ગુજરાતી પહેરવેશની ઝલક જોવા મળશે.