[:gj]ત્રણ બાળકો મળી આવતાં મહેસાણાના તાલુકા પંચાયતના સભ્ય સસ્પેન્ડ[:]

[:gj]મહેસાણા તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય રાકેશ કનુ મિસ્ત્રીના ત્રણ સંતાનો મળી આવતાં તેમને જિલ્લા વિકાસ અધિકારીએ ગેરલાયક ઠેરવતાં તેમને હોદ્દો છોડવો પડ્યો છે. તેઓ આંબલિયાસણ બેઠક પરથી ચૂંટાયા હતા. મહેશ ઠાકોરે તેમની સામે અરજી કરી હતી કે તે ચૂંટણી લડ્યા ત્યારે બે બાળકો હોવાનું શોગંદનામું કરીને રાજ્ય ચૂંટણી પંચને કહ્યું હતું. પણ તેને ત્રણ સંતાનો હતા. પંચાયતી ધારાની કલમ 32(1) પ્રમાણે જો ત્રણ બાળકો હોય તો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકાતી નથી. બે બાળકોથી વધું હોય તો તેઓ ગેરલાયક ઠરી શકે છે.

બે વર્ષથી તેઓ સભ્ય હતા. બે વર્ષ સુધી તેમણે સત્તા ભોગવી તે અંગે વળતર વસૂલ કરવા માટે કાયદાકિય જોગવાઈ નથી. જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ઓગસ્ટમાં રજૂઆત થઈ ત્યાર બાદ પગલાં ભરાયા હતા. જન્મના રિકોર્ડના આધારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તાલુકા વિકાસ અધિકારી દિલીપ એસ. પટેલે જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપ્યો હતો. જેના આધારે જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણીએ તેમને સભ્ય પદેથી દૂર કરવાનો આદેશ કર્યો છે.

મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખ સરોજ જયંતિ પટેલ પણ કંઈ કરી શકે તેમ ન હતા. કારોબારી સમિતીના અધ્યક્ષ પટેલ ભીખા, સભ્યોમાં પટેલ સરોજ જયંતી, પટેલ પ્રહલાદ શીવરમા, ચૌધરી નારણ, પટેલ શંકર, પટેલ આત્મારામ, પટેલ દશરથ, સામાજીક ન્‍યાય સમિતીના અધ્યક્ષ પ્રવિણ નરસિંહ જાદવ, ઉપરાંત મીના રમેશ, ચૌહાણ કિરીટ, મકવાણા કનુ, ચાવડા ભાવેશ વગેરે સભ્યો પણ કંઈ કરી શકે તેમ ન હતા.

મહેસાણામાં અગાઉ પણ ટીડીઓએ એક સભ્યને સસ્પેન્ડ કર્યા હતા.

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા પંચાયતના ભાજપના સભ્ય કાજલ કેતન ચૌહાણને ત્રણ બાળકો ત્રણ બાળકોને કારણે સસ્પેન્ડ થાય તેવી પૂરી શક્યતા છે. ફરિયાદી જગદીશ પાઠકે કરી હતી.

વઢવાણ પાલિકાના ભાજપના ચૂંટાયેલા સદસ્ય રસીક માનસંગ લકુમને ત્રણ સંતાનો હોવાથી તેઓને સદસ્ય તરીકે સસ્પેન્ડ કરવા માટે કોંગ્રેસના સભ્ય વસંતબેન ભરતભાઈ બારે જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી હતી.

બાવળા તાલુકાના મેણી ગ્રામ પંચાયતમાં પૂના મંગા પટેલને ત્રણ બાળકો હોવાથી સસ્પેન્ડ કરાયા હતા.

ડીએનએ ટેસ્ટ કરાવો

અમરેલી જીલ્લાના કુંકાવાવ તાલુકાના તોરી ગામના સરપંચ જયોતી રાઠોડને ત્રણ બાળકો હોવાથી સસ્પેન્ડ કરી દીધા હતા. કોર્ટે તેમને કહ્યું હતું કે ત્રીજું બાળક તેમનું નથી એવું સાબિત કરાવવા ડીએનએ ટેસ્ટ કરાવો.[:]