[:gj]ત્રિપલ તલ્લાક બિલ સંસદમાં પાસ થવા છતાં કાયદાનો ભંગ[:]

[:gj]સંસદના બંને ગૃહોમાં ત્રીપલ તલાક બિલ પાસ થયું છે. પરંતુ ડીસા તાલુકાના જૂનાડીસામાં ટ્રીપલ તલાકનો બનાવ સામે આવ્યો છે. નવાઈની વાત એ છે કે, મોદી સરકારના આ કાયદાના વિરોધમાં ભાજપના સક્રિય સભ્ય મુસામીયાએ ત્રણ તલાક આપતા ભાજપ માટે મોટી લપડાક સમાન છે. મુસામિયા ચાવડાએ બે લગ્નના 32 વર્ષ બાદ ટ્રીપલ તલાક આપી દેતા ચકચાર મચી છે. મુસામિયાના ૩૨ વર્ષ પહેલાં ફરિદાબાનુ સાથે લગ્ન થયા હતા.

જેમનું એક સંતાન શિક્ષક અને બીજુ સંતાન મોડાસામાં જજ છે. આટલું લાંબુ લગ્ન જીવન હોવા છતાં મુસામિયા ચાવડાએ તેમની પત્ની ફરિદાબાનુને ફોન પર ત્રણ તલ્લાક આપી દીધા છે. ફરિદાબાનું પોતાના બંને સંતાનોને હાથ પર લઈને પોતે પગભર થઈ જતાં મુસામિયા ચાવડાની ઉપેક્ષા કરવા લાગ્યા હતા અને સામાજિક સ્તરે પણ મુસામિયાને નીચું બતાવવાની વારંવાર કોશિશ કરતાં આખરે મુસામિયા ચાવડાએ આજે ફોન પર તેમની પત્ની ફરિદાબાનુને ત્રણ તલાક આપી દીધા છે. એટલું જ નહીં ત્યારબાદ મુસામિયાએ પોતાની પત્નીને ત્રણ તલાક આપ્યા હોવાની જાણકારી પણ પોલીસ મથકમાં આપી દીધી છે.[:]